આંધ્ર પ્રદેશ વિધાનસભાએ સોમવારે વિવાદાસ્પદ ‘આંધ્ર પ્રદેશ વિકેન્દ્રીકરણ અને તમામ ક્ષેત્રોનો સમાવેશી વિકાસ અધિનિયમ, 2020’ને રદ કરવા માટેનું બિલ પસાર કર્યું છે. આ કાયદાનો હેતુ રાજ્ય માટે ત્રણ રાજધાની સ્થાપિત કરવાનો હતો. જો કે, મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે તેમની સરકાર “વ્યાપક, સંપૂર્ણ અને વધુ સારું” વિકેન્દ્રીકરણ બિલ લાવશે. લોકોના વ્યાપક હિતોના રક્ષણ માટે 2020 કાયદો રદ કરવામાં આવ્યો છે.
અમારા ઈરાદા વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી
મુખ્યમંત્રીએ આરોપ લગાવતા કહ્યું હતું કે, રાજ્યના વિકેન્દ્રિત વિકાસના અમારા ઈરાદા વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી. કાયદાકીય અવરોધો પણ સર્જાયા હતા અને કેસ પણ નોંધવામાં આવ્યા હતા.” ખેડૂતો અને જમીન માલિકો ત્રણેય રાજધાનીઓને લગતા કાયદાથી નારાજ હતા અને સતત વિરોધ કરી રહ્યા હતા. ખેડૂતોએ અમરાવતીથી તિરુપતિ સુધી પદયાત્રા કાઢી હતી. દરમિયાન, કાયદાને રદ કરવા માટેનું બિલ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે.
We believed that decentralisation of capital is much needed in Andhra Pradesh…Govt is going to take back the Bill which was introduced earlier. We will introduce a new Bill with no errors: CM YS Jagan Mohan Reddy in the state legislative assembly pic.twitter.com/8Hcjfb8TUq
— ANI (@ANI) November 22, 2021
આ પણ વાંચો:સીએમ અશોક ગેહલોતે વિભાગોની કરી વહેંચણી, પોતાની પાસે રાખ્યા આ મહત્વપૂર્ણ વિભાગ
રાજ્ય કેબિનેટે એક તાકીદની બેઠક યોજી હતી
ત્રણ રાજધાનીના નિર્ણય સામે 700 દિવસથી વિરોધ કરી રહેલ ખેડૂતોનો ઉલ્લેખ કર્યા વિના સીએમ જગન મોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે સરકાર તમામ સંબંધિત હિતધારકોને “વિકેન્દ્રીકરણની વાસ્તવિક હેતુ અને જરૂરિયાત” વિશે જાણ કરશે અને નવા બિલમાં જરૂરી ફેરફારોનો સમાવેશ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય કેબિનેટે એક તાકીદની બેઠક યોજી હતી અને ગૃહમાં રજૂ કરવા માટે રદબાતલ બિલને મંજૂરી આપી હતી.
અંધપ્રદેશની ત્રણ રાજધાની માટેનું હતું બિલ
સરકારે અગાઉ સૂચવ્યું હતું કે આંધ્ર પ્રદેશની ત્રણ રાજધાની હોઈ શકે છે – કાર્યકારી રાજધાની વિશાખાપટ્ટનમમાં અને વિધાનસભાની રાજધાની અમરાવતીમાં અને ન્યાયતંત્રની રાજધાની કુર્નૂલ ખાતે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બિલને લઈને ચાલી રહેલ વિરોધને પગલે રાજ્ય કેબિનેટે એક તાકીદની બેઠક યોજી હતી અને ગૃહમાં રજુ કરવા માટે રદ્દ બિલને મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આંધ્ર પ્રદેશ વિધાનસભાએ સોમવારે વિવાદાસ્પદ ‘આંધ્ર પ્રદેશ વિકેન્દ્રીકરણ અને તમામ ક્ષેત્રોનો સમાવેશી વિકાસ અધિનિયમ, 2020’ને રદ કરવા માટેનું બિલ પસાર કર્યું છે. આ કાયદાનો હેતુ રાજ્ય માટે ત્રણ રાજધાની સ્થાપિત કરવાનો હતો. જો કે, મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે તેમની સરકાર “વ્યાપક, સંપૂર્ણ અને વધુ સારું” વિકેન્દ્રીકરણ બિલ લાવશે. લોકોના વ્યાપક હિતોના રક્ષણ માટે 2020 કાયદો રદ કરવામાં આવ્યો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4