આજ કાલ હવાનું પ્રદુષણ (Air pollution) કેટલું વધી રહ્યું છે, એનાથી આપણે સૌ પરિચિત છીએ. ત્યારે તેનો ઉપાય જો નહિ શોધવામાં આવે તો ભવિષ્યમાં ઓક્સીજન પણ ખરીદવો પડશે, તેવો સમય આવી શકે છે. ત્યારે 23 વર્ષીય અંગદે તેનો ઉપાય શોધી કાઢ્યો છે.
મુંબઈ: આપણા દેશના કેટલાય રાજ્યો વાયુ પ્રદુષણ સામે જજુમી રહ્યા છે. ખાસ કરીને જો દિલ્હીની વાત કરવામાં આવે તો વાયુ પ્રદુષણમાં દિલ્હીના આંકડા ખુબ પ્રભાવી છે. ત્યારે હવે જયારે દિવાળી નજીક છે, ત્યારે દિલ્હીવાસીઓની ચિંતા વધી ગઈ છે. વાયુ પ્રદુષણને (Air pollution) નિયંત્રણમાં લાવવા માટે સરકારે સ્મોગ ટોવર જેવા ઘણા પ્રયત્નો કર્યા છે. પરંતુ તેનું પરિણામ આવતા હજુ સમય લાગશે ત્યારે હવે જયારે પરિસ્થિતિ સતત વધારેને વધારે બગડી રહી છે, ત્યારે મુંબઈના એક 23 વર્ષીય યુવાન અંગદ દરિયાનીએ આ મુશ્કેલીનો ઉપાય શોધી કાઢ્યો છે.
સ્ટાર્ટઅપ ‘પ્રાણ’
અંગદ જયારે અમેરિકાની જોર્જિયા યુનીવર્સીટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે તેને અહેસાસ થયો કે વાયુ પ્રદુષણ દુર કરવું એ એટલું સરળ નથી. પોતાના દેશની બગડતી હાલત જોઇને તેને સ્ટાર્ટઅપ ‘પ્રાણ’નો વિચાર આવ્યો. મળતી માહિતી અનુસાર તેમણે કહ્યું હતું કે ભારતમાં વધતા વાયુ પ્રદુષણને અટકાવવા માટે એક એવો ઉપાય શોધવો પડશે કે જેને સરળતાથી વારંવાર ઉપયોગમાં લઇ શકાય. આ માટે ટેકનીકને ફિલ્ટરલેસ એટલે કે ફિલ્ટર વગરની હોવી ખુબ જરૂરી છે.
We were testing one of our MK One vendors outside Mumbai to see if he could make large sized parts for our CO2 systems. He took us to his backyard. Conversation ended there haha! pic.twitter.com/P74AGpdiZA
— Angad Daryani (@AngadDaryani) August 26, 2021
પ્રોજેક્ટ MK1
સીલીકોન વેલીની અલગ અલગ કંપનીઓમાં કામ કરતા ૭૦ જેટલા એન્જીન્યર્સ અને દુનિયાના ૭૦ જેટલા શહેરોમાં રહેતા શોધકર્તાઓની મદદથી પ્રાણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેને MACH ONE એટલે કે MK1 નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ વાયુ પ્રદુષણને (Air pollution) દુર કરવા માટે એક મોટું પરિબળ કહી શકાય. MK1નો ધ્યેય સ્કૂલો, ગાર્ડન, હોટલો, શોપીંગ મોલ અને બીજી જગ્યાઓ પર હાઈપર લોકલ ઝોન તૈયાર કરવાનું છે. તેમણે કહ્યું હતું, “અમારો ધ્યેય એક વિસ્તાર કે ઝોનને શુદ્ધ કરવાનો છે.”
જુઓ આ વિડીયો: वो स्टार्टअप जिसने देखते ही देखते, महिलाओं के लिए कर डाला वो काम जो दुनियाभर में मचा रहा धूम।
અંગદએ વધુમાં કહ્યું હતું કે ટેકનીકમા, વાતવરણમાં રહેલા બધા જ પ્રકારના કણો પકડવા અને એ પણ ફિલ્ટરલેસ હોવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. ફિલ્ટર હવામાં તારી રહેલા પ્રદુષણ કરતા કણોને પકડે છે. MK1ના મોટા ભાગના હિસ્સાઓ ભારતમાં જ બનીને તૈયાર થયા છે. અને તેનું નિર્માણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયું છે. MK1 સીસ્ટમ એ એક આઈફોન ૧૩ની કિમતમાં ખરીદી શકાય છે.
આ પણ વાંચો: Air Pollution: હવાના પ્રદુષણના કારણે 70 લાખ લોકોનો જીવ જાય છે
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4