Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝઉના બસ સ્ટેન્ડ પર આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, 50 લાખના મુદ્દામાલની લૂંટ

ઉના બસ સ્ટેન્ડ પર આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, 50 લાખના મુદ્દામાલની લૂંટ

Angadiya Firm
Share Now

ગીર સોમનાથ જિલ્લાના ઉના (Una)બસ સ્ટેન્ડ (Bus Stand)પર આજે મંગળવારે સવારે આંગડિયા લૂંટ (Angadiya robbery)ની ઘટના સર્જાઇ હતી. આંગડિયા પેઢી (Angadiya Firm)નો કર્મચારી બસમાં બેસેલો હોવા છતાં પણ તેની પાસેથી 50 લાખનો મુદ્દામાલ લૂંટી ફરાર થઇ જતા સનસનાટી મચી છે. લૂંટની આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડના CCTVમાં કેદ થતા પોલીસે (Police)લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે.

આંગડિયા પેઢી (Angadiya Firm)નો કર્મચારી લૂંટાયો

પટેલ સોમા રામદાસ આંગડિયા પેઢીનો કર્મચારી આજે મંગળવારે સવારે 40 લાખ રોકડા અને 15 લાખના દાગીના ભરેલી બેગ લઈ ઉનાથી ભાવનગર જવા નીકળ્યો હતો. જ્યાં સવારે ઉના બસ સ્ટેન્ડ પર દીવ-ભાવનગર રૂટની બસમાં કર્મચારી બેગ લઈ બેસી ગયો હતો. કર્મચારી જ્યારે બેસ્યો ત્યારે બસમાં લૂંટારુ બુકાની બાંધીને પહેલા જ હાજર હતો. બસ ઉપડે તે પહેલા જ લૂંટારુએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી થેલો આંચકી લઈ નાશી ગયો હતો. તે સમયે બસ નીચે અન્ય એક લૂંટારુ પણ ઉભો હતો. બંને લૂંટારુ નાશવા જતા આંગડિયા પેઢીના કર્મચારીએ તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, બસ સ્ટેન્ડ (Bus Stand)બહાર ઉભી રહેલી એક કારમાં બને લૂંટારુઓ સવાર થઇ અને ત્યાંથી નાશી જવામાં સફળ રહ્યાં હતા.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: સંખેડામાં સર્કલ ઓફિસર 14000ની લાંચ લેતાં ઝડપાયો

ઉના બસ સ્ટેન્ડ પર સવારે બનેલી લૂંટની ઘટનાના પગલે એક સમયે બસ સ્ટેન્ડમાં ભાગાદોડી થતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. લૂંટારુ (Robber)ઓ રોકડ અને દાગીના ભરેલી બેગ લઈને ભાગતા આંગડિયા પેઢીના કર્મચારીએ તેનો પીછો કર્યો હતો. પરંતુ, કર્મચારી લૂંટારુ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં લૂંટારુઓ કારમાં બેસી નાશી ગયા હતા. લૂંટની આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડમાં લગાવવામાં આવેલા CCTVમાં કેદ થઈ હતી.

Angadiya Firm ની લૂંટને લઇને પોલીસે તપાસ શરૂ કરી

ઉના બસ સ્ટેન્ડ પર થયેલી લૂંટની ઘટનાની જાણ ઉના પોલીસ (Una Police)ને થતા ત્યાંના અધિકારીઓ સ્ટાફ સાથે બસ સ્ટેન્ડ ખાતે ઘસી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇ પોલીસે બસ સ્‍ટેન્‍ડના સીસીટીવી ફુટેજો કબ્‍જે લઇ અલગ-અલગ દિશામાં લુંટારૂઓના સગડ મેળવવા આગળની તપાસનો હાથ ધરી છે.

ધોરાજી પોલીસે બાઇક ચોરને પકડ્યો જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment