Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeલાઇફ સ્ટાઇલAnger: શું તમને પણ વારંવાર ગુસ્સો આવે છે? તો આટલી ટિપ્સ અપનાવો…

Anger: શું તમને પણ વારંવાર ગુસ્સો આવે છે? તો આટલી ટિપ્સ અપનાવો…

Anger
Share Now

આપણી જિંદગીની પરેશાનીઓ આપણા સ્વભાવને ચિડચિડ્યો બનાવી દે છે અને સાથે ગુસ્સાવાળા પણ. કોઈ પણ કામ આપણા મન પ્રમાણે ના થાય તો આપણને ગુસ્સો (Anger) આવે છે. ઘણીવાર ગુસ્સો એટલો હાવી થાય છે કે આપણે ગુસ્સામાં નાના-મોટા સૌનું માન ભૂલી જઈએ છીએ.

ગુસ્સો એક એવી ભાવના છે, જે નાનાથી લઈને મોટા સુધી બધામાં હોય છે. વિશેષજ્ઞ ગુસ્સાને નકારાત્મક ભાવના તરીકે જુએ છે. કેટલીક ખાસ પરિસ્થિતિઓ અને અન્ય કારણોમાં ગુસ્સો આવવો સામાન્ય વાત છે. પણ વાત-વાતમાં દરેક બાબતમા ગુસ્સો આવવો સ્વાસ્થ્ય માટે તથા અન્ય લોકો માટે ઠીક નથી.

Anger ગુસ્સો એ સ્વભાવમાં નહીં પણ હોર્મોન્સમાં છે

મેડિકલી જોવામાં આવે તો ગુસ્સો સ્વભાવમાં નહીં પણ હોર્મોનમાં છે. યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના શોધકર્તાઓ અનુસાર હોર્મોન્સના લીધે વ્યક્તિને પોઝેટિવ અને નેગેટિવ ફીલિંગ્સ આવે છે. એટલુ જ નહીં, ગુસ્સા, ચિડચિડયાપણું અને ડિપ્રેશનનું પણ હોર્મોન્સ જ છે. હોર્મોન્સ જ ફક્ત આપણા શારીરિક વિકાસમાં મદદરૂપ થાય છે, પણ માનસિક વિકાસમાં પણ મદદ કરે છે. હોર્મોન આપણા મગજ, ભાવનાઓ અને સ્વભાવને પણ અસર કરે છે.

જો તમે પણ વાત-વાતમાં ગુસ્સો (Anger) કરો છો અને તમારો ગુસ્સા પર નિયંત્રણ નથી રાખી શકતા તો હેરાન થવા કરતા તેને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો. કેટલીક ટિપ્સને સ્વિકારીને ગુસ્સા પર નિયંત્રણ મેળવી શકાય છે.

Anger ગુસ્સામાં કંઈ પણ કરતા પહેલા વિચારજો

ગુસ્સામાં આપણે સમજ્યા વિચાર્યા વગર જ જે કંઈ પણ શબ્દ આવે તે બોલી કાઢીએ છીએ. જે ઘણીવાર આપણા મજબૂત સંબંધને પણ તોડી દે છે. આથી શાંત રહો અને કંઈ પણ કહેતા પહેલા બે વાર વિચારો. ગુસ્સામાં પણ શાંત રહીને ઠંડા મગજે વિચારો અને પછી વાત કરો.

આ પણ વાંચોઃ- JAGGERY: શું તમે ભેળસેળવાળો તથા કેમિકલયુક્ત ગોળ ખાઈ રહ્યાં છો?

એક્સરસાઈઝથી ગુસ્સા પર નિયંત્રણ લાવી શકાય છે

એક્સરસાઈઝ દરમિયાન તમે હેપ્પી હોર્મોન્સ એન્ડોર્ફિન્સને શરીરમાં છોડે છે. આ હોર્મોન તમારા સક્રિય, સકારાત્મક અને ખુશ રાખવામાં મદદ કરે છે. જે તણાવને ઓછુ કરે છે અને સમસ્યાઓ અને ખરાબ સ્થિતિઓ પ્રત્યે સુમેળ બનાવે છે.

મેડિટેશનથી થશે ગુસ્સો કંટ્રોલ

મેડિટેશન તમારા ગુસ્સાને કાબૂ રાખવામાં અને તણાવને દૂર કરવામાં વધારે કારગાર સાબિત થાય છે. મેડિટેશન કરવાથી નકારાત્મક વિચાર દૂર થાય છે તમારુ મન શાંત થાય છે. મન શાંત હોય તો ગુસ્સો આવતો નથી.

ઊંડો શ્વાસ લેવાથી ગુસ્સો ગાયબ થઈ જશે

જ્યારે ક્યારેય પણ તમને ગુસ્સો આવે, તો ઊંડો શ્વાસ લો તેનાથી તમારો ગુસ્સો કંટ્રોલ થશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment