Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝએક બોર્ડ મૂકી દેવાથી પોલીસ સ્ટેશન બની જાય?

એક બોર્ડ મૂકી દેવાથી પોલીસ સ્ટેશન બની જાય?

Share Now

પોલીસ વગરનું પોલીસ સ્ટેશન જોયું? હા હા તમે બરાબર જ વાચ્યું… પોલીસ વગરનું પોલીસ સ્ટેસન( Aniyor Police station ). આપને દ્રશ્યોમાં જે એક દુકાન (shop) દેખાઈ રહી છે એ એક પોલીસ સ્ટેશન છે. માત્ર નામનું પોલીસ સ્ટેશન. આ પોલીસ સ્ટેશન કઈ જગ્યાએ આવેલું છે? અને કેમ એક ભાડાની દુકાનમાં ચલાવવામાં આવી રહ્યું છે, જોઈએ આ ખાસ ખબરમાં..

પોલીસ વગરનું પોલીસ સ્ટેશન જોયું?

 Aniyor village

અણીયોરએ અરવલ્લીના માલપુર તાલુકામાં આવેલું બીજા નંબરનું મોટું ગામ છે. આ તાલુકાનું બીજા નંબરનું આ મોટું સેન્ટર છે. જેમાં 30થી પણ વધુ ગામડાઓ (villages) આવેલા છે. અહિયાં અવારનવાર ચોરી, લુંટફાટ અને ક્રાઈમને (crime) લગતી અનેક ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આ બધી ઘટનાનો ઉકેલ લાવવા માટે અને સામાન્ય જનતાની સુરક્ષા માટે એક પોલીસ સ્ટેશન હોવું ફરજીયાત છે. ત્યારે અહિયાં પોલીસ સ્ટેશન ( Aniyor Police station ) તો છે પણ માત્ર નામનું.

આ પણ વાંચો: એક દુર્લભ બીમારીએ યુવતીને 18 વર્ષમાંથી બનાવી દીધી 144 વર્ષની

એક ભાડાની દુકાનમાં પોલીસ સ્ટેશન ( Aniyor Police station ) બોલો!

Aniyor Police station

આ પોલીસ સ્ટેશન પણ એક ભાડાની દુકાનમાં છે, જે દુકાન ઉપર એક માત્ર પોલીસ સ્ટેશનનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. આ દુકાન ભાડાની હોવાથી દર થોડા સમયે બદલાય છે. આ ભાડાની દુકાનમાં સગવડના અભાવે પોલીસ સ્ટાફ પણ આવતો નથી. માત્રને માત્ર બતાવવા પૂરતું જ પોલીસ સ્ટેશન છે.

આ પણ જુઓ: ભાડાની દુકાનમાં પોલીસસ્ટેશન?

10 વર્ષ પહેલા પોલીસ ચોકી માટે જમીન ફાળવવામાં આવી હતી

distributed land for police station

આ ગામમાં આઉટપોષ્ટ પોલીસચોકી માટેની જમીન છેલ્લા 10 વર્ષથી ફાળવી દેવામાં આવી છે. અને એ સમયે એટલે કે આજથી 10 વર્ષ પહેલા સરપંચ દ્વારા આ જમીનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. બસ ખાતમુર્હુત થયું એ થયું, પછી કોઈએ ધ્યાન જ ના આપ્યું. અને આ પોલીસ સ્ટેશનનું કામ ચાલુ જ ના થયું.

આ જગ્યા હાલ તારની વાડથી કોર્ડન કરેલી છે. જેના લીધે ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગ્રામજનો તથા પૂર્વ સરપંચની માંગ છે, કે આ આઉટપોષ્ટ પોલીસસ્ટેશનની કામગીરી ઝડપથી કરવામાં આવે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment