Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝસુરેન્દ્રનગરમાં અન્નોત્સવ : ગરીબો રાજી-રાજી

સુરેન્દ્રનગરમાં અન્નોત્સવ : ગરીબો રાજી-રાજી

surendranagar photo
Share Now

સુરેન્દ્રનગરમાં અન્નોત્સવ 

સુરેન્દ્રનગરમાં અન્ન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગરીબ પરિવારના એન.એફ.એસ.એ. કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરમાં 537 જેટલી વ્યાજબી ભાવની દુકાનોમાં લાભાર્થીઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

surendranagar photo

જુઓ આ વિડીયો : સમયસર અનાજ મળે છે ને ? : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 

સુરેન્દ્રનગરના જળસંચય યોજનાના ચેરમેન ભરતભાઇ બોઘરાના અધ્યક્ષસ્થાને ગરીબ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે, કલેક્ટર એ.કે.ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી એન.કે.ગવ્હાણે, વર્ષાબેન દોશી, સંયુક્ત પાલિકા કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, વઢવાણ પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

surendranagar photo

 

વિકટ સમયના બેલી 

કોરોનાકાળમાં અને ખાસ કરીને કોરોનાના બીજા સ્ટ્રેનમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો અનેક પરિવારોના માળા વીંખાઈ ગયા છે, કોઈ ઘરમાં તો કમાઈ શકે તવો મોભી પરિવારને છોડી જતા લોકોને આર્થિક આવક પણ બંધ થઇ ગઈ છે. ત્યારે આ વિકટ સમયમાં કોઇ ગરીબ પરિવાર ભૂખ્યો ન સૂવે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યરત છે. ત્યારે લાર્ભાર્થીઓએ કેન્દ્ર સરકાર અને રાજય સરકારનો આભાર માન્યો હતો. આ તકે, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર ઉપરાંત, લીંબડી, લખતર, પાટડીમાં પણ ઘંઉ,ચોખાની અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

surendranagar photo

જુઓ વિડીયો : વિના મુલ્યે અનાજ વિતરણ 


 

પાટડીમાં પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે સાધ્યો સીધો સંવાદ 

પાટડીમાં પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્ય અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લાભાર્થીઓ અને નગરજનો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ NFSA લાભાર્થીને પ્રતિ માસ પ્રતિ વ્યક્તિ 3.5 કિ.ગ્રા. ઘઉં અને 1.5 કિ.ગ્રા. વધારાનું અનાજ વિનામૂલ્યે આપવાની યોજના છે. વન નેશન, વન રેશન કાર્ડ યોજના અંતર્ગત કોઈ પણ પ્રદેશના NFSA હેઠળના લાભાર્થી આધાર વેરીફિકેશનથી ગુજરાતની 17000થી વધુ વાજબી ભાવની દુકાનો પરથી અનાજ મેળવી શકે છે ત્યારે આ શુભ હેતુ સાથેની યોજનાની શરૂઆત થઇ ગઈ છે. પાટડી ખાતે સેવા સદનમાં આસિસ્ટન્ટ કલેકટર લોઢાના અધ્યક્ષ સ્થાને આ અન્નોત્સવ યોજાયો હતો. 

surendranagar photo

વ્યક્તિદીઠ 5 કિલો અનાજની કીટ અપાઈ 

સુરેન્દ્રનગરના લીંબડીમાં એન.એમ.હાઈસ્કૂલ ખાતે અન્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. અનાજ લેવા આવેલા લાભાર્થીઓને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજની કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી પ્રાંત અધિકારી સોલંકી, લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ, હાથથાળ અને હસ્તકલા નિગમના પૂર્વ ચેરમેન શંકરલાલ દલવાડી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મહામંત્રી ડો. અનિરુદ્ધસિંહ પઢીયાર, બીપીનભાઈ પટેલ, ભાજપના કાર્યકર્તાઓ અને શહેરીજનો સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment