ભારત હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને પોંડિચેરીમાં ભારે વરસાદ થઈ શકે છે. તે સિવાય મહારાષ્ટ્ર અને ગોવામાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે તમિલનાડુ, પોંડિચેરી, કરાઈકલ અને આંધ્ર પ્રદેશમાં 17 અને 19 તારીખે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
#WATCH | Tamil Nadu: Various parts of Chennai receive rainfall. Visuals from different parts of the city. A red alert has been announced in Chennai for today. pic.twitter.com/aC1vmpPaV1
— ANI (@ANI) November 18, 2021
તમિલનાડુમાં કોલેજો-શાળાઓ બંધ કરવાના આદેશ
વરસાદની સંભાવનાને જોતા તમિલનાડુના જિલ્લા કલેક્ટરે જિલ્લાની સ્કૂલો અને કોલેજો બંધ કરવાની ઘોષણા કરી છે. માછીમારોને ઉત્તર તમિલનાડુ અને દક્ષિણી આંધ્રપ્રદેશના તટ સહિત પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ- પશ્ચિમ બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : J&K : TRF કમાન્ડર સહિત 5 આતંકીઓનો સફાયો, સુરક્ષા દળોને મળી સફળતા
21 નવેમ્બર સુધી વરસાદ રહેવાની સંભાવના
ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રએ કહ્યું છે કે 18 નવેમ્બરે તમિલનાડુના તિરુવલ્લૂર, ચેન્નઈ, કાંચીપુરમ અને રાની પેટ્ટઈ જિલ્લાઓમાં હજી 4 દિવસ વરસાદ જારી રહેવાની સંભાવના છે. તે સિવાય હવામાન વિભાગના ઓફિસિયલ વેબસાઈટ પર દરેક ડિલિઝન વાઈસ વોર્નિગ સેક્શનમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વિજળી પડી શકે છે, સાથે વરસાદ પણ પડી શકે છે. જોકે, અહીં એલર્ટ જારી કરવામાં આવ્યું નથી.
IMDના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે એક પશ્ચિમ વિક્ષોભ 18 નવેમ્બરથી ભારતના ઉત્તર-પશ્ચિમી હિસ્સો પર પ્રભાવ પડી શકે છે. આ સમયે ભારતમાં બે લો પ્રેશર એરિયા અને બે સાયક્લોનિક સર્કૃલેશન હાજર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક નીચા દબાણનો વિસ્તાર બંગાળની દક્ષિણ પૂર્વી ખાડી પર સ્થિત છે, જેને લગભગ પશ્ચિમ તરફ આગળ વધીને 18 નવેમ્બરે આંધ્ર પ્રદેશ, ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની આશા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4