અમદાવાદ (Ahmadabad)માં વધુ એક સિનિયર સિટિઝનની હત્યા થઇ છે. શહેરના સાબરમતી વિસ્તારમાં વૃદ્ધાવા ઘરમાં ઘુસી હત્યારાએ ઘાતકી હત્યા કરી છે. હત્યાની ઘટના બાદ ઘરમાંથી કેટલીક કિંમતી વસ્તુઓ ગાયબ થઇ હોવાનું સામે આવ્યુ છે. આ સમગ્ર મામલાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
Ahmadabad માં વધુ એક હત્યા
શહેરમાં વધુ એક સિનિયર સિટિઝનની હત્યા થઇ હોવાનું સામે આવ્યુ છે. સાબરમતી વિસ્તારમાં હત્યારાઓએ વૃદ્ધાના ઘરમા ઘુસી ઘાતકી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ ઘરમાંથી સોનાની ચેઇન, મોબાઇલ તેમજ વાહન ગાયબ થઇ ગયુ છે. હાલમાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે શહેરમાં વધુ એક સિનિયર સિટિઝનની હત્યાને લઇને સુરક્ષા અને પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઇ રહ્યા છે.
આ પણ વાંચો: બેરોકટોક ચાલી રહી છે બાળમજૂરી? જેતપુરમાં આવેલા કારખાનામાંથી 19 બાળમજૂરોને મુક્ત કરાયા
Ahmadabad માં આ પહેલા પણ હત્યા થઇ હતી
ઉલ્લેખનિય છે કે, કેટલાક દિવસો પહેલા આવી જ એક ઘટના શહેરમાં બની હતી. ઘાટલોડિયા વિસ્તારમાં સિનિયર સિટીઝન દંપતીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પણ પોલીસને લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. દંપતીને ઘરના રૂમમાં જ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘરની તિજોરી ખુલ્લી હતી.
ભંગારનું કટીંગ કરતા બાટલો ફાટ્યો જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4