Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeહેલ્થજાણો શું છે ઓમિક્રોન વેરીએન્ટ અને તે કેટલુ ખતરનાક છે

જાણો શું છે ઓમિક્રોન વેરીએન્ટ અને તે કેટલુ ખતરનાક છે

Omicron-Variant-In-India-1024x536
Share Now

કોરોનાના નવા વેરિઅન્ટને લઈને લોકોના મનમાં અવારનવાર સવાલો ઉઠી રહ્યા છે કે આ વેરિયન્ટ શું છે, તે કેટલું ઘાતક છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે. આ તમામ સવાલોના જવાબ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે 26 નવેમ્બરે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડ 19ના આ નવા પ્રકારને ઓમિક્રોન (B.1.1.529) નામ આપ્યું છે, જે SARS-CoV-2નું નવું સ્વરૂપ છે.

દક્ષિણ આફ્રિકામાં ઝડપથી વધી રહ્યા છે કેસ

આ નવા વેરિઅન્ટ (Omicron Variant) વિશેની માહિતી દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બર 2021ના રોજ મળી હતી. તેનું નામ ગ્રીક અક્ષરો આલ્ફા, બીટા અને ડેલ્ટા પરથી રાખવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં મ્યુટેશન જોવા મળે છે. દક્ષિણ આફ્રિકામાં ઝડપથી ઓમિક્રોન વેરીએન્ટના કેસો વધવાને કારણે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને ચિંતાજનક ગણાવ્યું છે.

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોની યાદી કરી જાહેર, સરકારને વળતર આપવા કરી માંગ

હાલમાં, , કોરોનાની તપાસ માટે RT-PCR સાથે અન્ય ટેસ્ટ પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે તેની ઓળખ માટે RT-PCR ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જેના દ્વારા વાયરસમાં ઘણા પ્રકારના ચોક્કસ જીન્સ શોધી કાઢવામાં આવે છે. આમાં સ્પાઇક એસની સૌથી વધુ સંખ્યા હોય છે. આ પછી, તેની અંતિમ પુષ્ટિ માટે જીનોમ સિક્વન્સિંગની જરૂર પડે છે.

જોખમી છે ઓમિક્રોન વેરિઅન્ટ 

ઓમિક્રોન વેરિએન્ટના વધતા સંક્રમણને જોતા વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને VOC તરીકે જાહેર કર્યું છે. પરંતુ હાલમાં વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી રહ્યા છે. તેનું નિદાન કે રસીની અસરકારકતા પછી જ ખબર પડશે કે આ પ્રકાર કેટલો ખતરનાક છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિક અભ્યાસ બાદ એ વાતની પુષ્ટિ થશે કે તેનું જોખમ કેટલું વધારે છે, પરંતુ વર્તમાન સમયમાં તેનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

Omicron થી બચવા માટે શું સાવચેતી રાખવી જોઈએ

કોરોના સમયગાળા દરમિયાન લોકોએ જે પ્રકારની સાવચેતી રાખી છે, કોવિડ પ્રોટોકોલનું જે રીતે પાલન કરવામાં આવ્યું છે, તેને અનુસરવાની જરૂર છે. ચહેરા પર યોગ્ય રીતે માસ્ક લગાવો, રસીના બંને ડોઝ લગાવો, જો હજી પણ રસી નથી લગાવી તો રસીના બંને ડોઝ લાઇલો. બને ત્યાં સુધી લોકોથી અંતર રાખો. હાલની રસીઓ આ વેરિઅન્ટ સામે અસરકારક રહેશે કે નહીં તે અંગે કોઈ સંશોધન સામે આવ્યું નથી. પરંતુ તેની અસર ચોક્કસપણે ઘટાડી શકાય છે.

Omicron-Variant-In-India-1024x536

શું ઓમિક્રોન વેરિઅન્ટમાંથી ત્રીજા લહેરની શક્યતા છે?

દક્ષિણ આફ્રિકામાં તેના કેસ ઝડપથી વધી રહ્યા હોવાથી ભારત સહિત અન્ય દેશોમાં તે ઝડપથી ફેલાઈ જવાની શક્યતા છે. જો કે હાલમાં વૈજ્ઞાનિક અભ્યાસના અભાવે તેની ગંભીરતા વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ તેમ છતાં ઝડપી રસીકરણ અને ડેલ્ટા વેરિઅન્ટના જોખમને જોતાં તેનું જોખમ ઓછું હોવાની અપેક્ષા છે. ભારત સરકારે આ અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે અને ટેસ્ટિંગ પર ભાર મૂક્યો છે.

શું હોય છે વેરીએન્ટ 

સામાન્ય રીતે, જ્યારે વાયરસનો ચેપ વધે છે, ત્યારે તે તેની પોતાની પ્રતિકૃતિ બનાવવાનું શરૂ કરે છે જેને તમે સામાન્ય ભાષામાં ફોટોકોપી કહી શકો છો, જેના કારણે તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. જ્યાં સુધી તેઓ ચેપ ફેલાવવામાં સક્ષમ છે, ત્યાં સુધી તેના પ્રકારો વિકસિત થતા રહે છે. આમાં બધા પ્રકાર ખતરનાક નથી હોતા અને તેને જાની પણ શકાતા નથી. જ્યારે આમાંથી વધુ લોકો વધુ લોકોને સંક્રમિત કરવાનું શરૂ કરે છે, ત્યારે તે પ્રકાર શોધી કાઢવામાં આવે છે, મતલબ કે તે મૂળ વાયરસનો જ નવો પ્રકાર હોય છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment