Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝકાયદાની એસીતેસી : જેતપુરમાં લુખ્ખા તત્વોનો આતંક, ઘર અને દુકાનમાં કરી તોડફોડ

કાયદાની એસીતેસી : જેતપુરમાં લુખ્ખા તત્વોનો આતંક, ઘર અને દુકાનમાં કરી તોડફોડ

Jetpur
Share Now

રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વોનો આતંક છે. જિલ્લાના જેતપુર (Jetpur)તાલુકાના બળદેવ ધાર વિસ્તારમાં લુખ્ખા તત્વોએ એક ઘર અને દુકાનને નિશાન બનાવી અને તોડફોડ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે આજ દિવસ સુધી કોઇ પણ કાર્યવાહી કરી નથી.

જેતપુર (Jetpur)માં લુખ્ખા તત્વોનો આતંક

રાજકોટ જિલ્લામાં લુખ્ખા તત્વોનો આતંક આજે પણ યથાવત છે. શહેરના જેતપુર તાલુકાના બળદેવ ધાર વિસ્તારમાં 4 દિવસ પહેલા લુખ્ખા તત્વોએ એક ઘર અને દુકાનને નિશાન બનાવ્યુ હતુ. આ આતંકી ઘટનામાં લુખ્ખા તત્વોએ ઘર અને દુકાનમાં તોડફોડ કરી હતી. દુકાન પાસે દારૂ વેંચવાની ના પાડતા અસામાજિક તત્વો (Antisocial elements)એ ઉશ્કેરાઇને તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઇ છે.

આ પણ વાંચો: Surat: બહેનના ઝઘડામાં સમાધાન માટે ગયેલા ભાઇની ઘાતકી હત્યા

મહત્વની વાત તો એ છે કે, આતંક મચાવી શહેરમાં ખુલ્લે આમ ઘુમી રહેલા અસામાજીક તત્વોની ઘટના સીસીટીવી કેમેરેમાં કેદ હોવા છતાં પણ પોલીસે આજ દિવસ સુધી કોઇ કાર્યવાહી કરી નથી. ત્યારે આ તમામ વચ્ચે સવાલ એ ઉભો થાય છે કે શું સ્થાનિક પોલીસ આવા લુખ્ખા તત્વો પર કાર્યવાહી ન કરી તેને છાવરી રહી છે કે શું? હવે આગામી દિવસોમાં જોવાનું એ રહેશે કે પોલીસ (Police)આ ઘટના મામલે ક્યારે કાર્યવાહી કરે છે.

ચોરીનો પોલીસે મુંબઈ જઈ ભેદ ઉકેલ્યો જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment