Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeઑટો & ગેજેટ્સયુવા દિલની ધડકન નવી Royal Enfield Classic 350 નવા અવતારમાં થશે લોન્ચ

યુવા દિલની ધડકન નવી Royal Enfield Classic 350 નવા અવતારમાં થશે લોન્ચ

Royal Enfield
Share Now

નવી Royal Enfield Classic 350 ના લોન્ચને લઈ મહિનોથી રાહ જોવાઈ રહી છે. તેનું બ્રોશર લીક થવાથી લઈ અનેક પ્રકારના અનુમાન, સ્પાઈ શોટ અને ન જાણે કેટલુંય સામે આવ્યું, પરંતુ હવે ઈન્તેજાર ખતમ થયો છે. પહેલા ઓગસ્ટના અંતમાં લોન્ચ થવાની હતી પરંતુ હવે કંપની તેને 1 સપ્ટેમ્બર 2021 ના સત્તાવાર લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ ( Royal Enfield Classic 350 ) મોટરસાઈકલને સંપૂર્ણ રીતે નવા રંગ-રૂપ આપવામાં આવ્યું છે.

શું હશે એન્જીનની ખાસિયત ?

નવી Royal Enfield Classic 350 કંપનીના J-Platform પર ડેવલપ કરવામાં આવી છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કંપનીએ Royal Enfield Meteor 350 માં કર્યો છે. આ સિવાય તેની ચેસીસથી લઈ મીટર કંસોલ, સ્વિગ-આર્મ અને અન્ય એલિમેન્ટ્સને પણ બદલ્યા છે. કંપનીની આ બાઈક નીચેથી લઈ ઉપર સુધી સંપૂર્ણ રીતે બદલાય ગઈ છે. નવા Royal Enfield Classic 350 માં એન્જીન પહેલા જેવું જ દમદાર હોવાની આશા છે. આ 349 સીસીનું સિંગલ સિલેન્ડર, ફોર-સ્ટ્રોક એયર-ઓયલ-કુલ્ડ એન્જીન હોઈ શકે છે, જો 20bhp ની મેક્સિમમ પાવર અને 28Nm નું પીક ટોર્ક જનરેટ કરશે.

શું હશે એડવાન્સ ફિચર ?

નવી Royal Enfield Classic 350 માં નવા મીટર કંસોલ હોવાની આશા છે. આ સેમી-ડિજિટલ અને વધારે ઈન્ફોર્મેટિવ હોઈ શકે છે. એટલું જ નહી તેમાં ટ્રિપર નેવિગેશન પોડ હોવાની પણ સંભાવના છે જે બાઈક રાઈડર્સને ટર્ન-બાય-ટર્ન નેવિગેટ કરશે. આ સિવાય બાઈકમાં નવી ટેલ લેપ અને નવી પ્રકારના ઈન્ડીકેટર હશે જે તેને રીફ્રેશ લુક આપશે. તેમજ એલોય વ્હીલ હશે. જે Royal Enfield Meteor 350 ના વ્હીલની જેમ હશે. એટલું જ નહીં તેમાં ડિસ્ક બ્રેકની પણ અપટેડ હોવાની માહિતી મળી છે. અત્યાર સુધી તે વ્હીલમાં ડાબી બાજુ હતી, નવી Royal Enfield Classic 350 માં જમણી બાજુ હોવાની આશા છે.

શું હશે કિંમત ?

નવી Royal Enfield Classic 350 માં એક વધુ મોટો ફેરફાર તેની સિટિંગમાં હોય શકે છે. ઉપલબ્ધ જાણકારી મુજબ તેમાં નવી ફ્લોટિંગ હોય શકે છે. જે બાઈકને નવો લુક આપવા સાથે-સાથે તેની ડીઝાઈન સાથે પણ મેચ કરશે. જોકે, નવી Royal Enfield Classic 350 ના અપડેટથી જોડાયેલ જાણકારી તેના 1 સપ્ટેમ્બરના લોન્ચ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. અને ત્યારે જ તેની કિંમતનો પણ ખુલાસો થશે. અનુમાન છે કે, દિલ્હી એક્સ-શોરૂમ પ્રાઈઝ 1.75 લાખ રૂપિયાથી 2.05 લાખ રૂપિયા વચ્ચે રહી શકે છે. (નોંધ) ઉપરોક્ત દર્શાવેલી તસ્વીરો હાલ ઉપલબ્ધ Royal Enfield ની છે.

 

આ પણ વાંચો: સરકારના FDI નિયમોને પગલે Yahoo ભારતમાં બંધ કરશે કારોબાર

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment