Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeએન્ટરટેઈન્મેન્ટ“મુઝે ચુલ્લુભર પાનીમેં ડુબ મરના ચાહિયે”: અનુપમ ખૈર

“મુઝે ચુલ્લુભર પાનીમેં ડુબ મરના ચાહિયે”: અનુપમ ખૈર

anupam Kher t
Share Now

એન્ટરટેન્મેન્ટ ડેસ્ક: અનુપમ ખૈર ( Anupam Kher ) બોલિવુડના વરિષ્ઠ અને દિગ્ગજ કલાકારોમાંથી એક છે, ફેન ફોલોવિંગ પણ તેમની જબરદસ્ત છે, ભારતમાં જ નહીં પણ પુરી દુનિયામાં તે પ્રસિદ્વ છે. છતાં તેમને શીમલામાં એક એવી ઘટનાનો સામનો કરવો પડ્યો કે જે તેમને શરમમાં મુકી દે છે. અનુપમ ખૈરે (Anupam Kher) એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને ઓળખવામાં એક વ્યક્તિ તેને ઓળખવાની ના પાડી રહ્યો છે, શું આવુ બની શકે ખરુ?

અનુપમ ખૈરને પોતાના હોમટાઉનમાં એક ઘટના બની જે તેમણે સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જો આપણા શહેરમાં કોઇ સેવિબ્રિટિ આવી જાય તો લોકો તેને મળવા માટે પડાપડી કરે છે, સાથે સાથે જ લોકો ફોટોગ્રાફ પાડવા અને સેલ્ફી લેવા માટે પડાપડી કરતાં હોય છે પણ 518 ફિલ્મોમાં કામ કરી ચુકેલા અને પોતાનું નામ ભારતમાં જ નહી પણ વિદેશમાં પણ પ્રખ્યાત કરી ચુકેલા અનુપમ ખૈરને ઓળખવાની એક વ્યક્તિએ ના પાડી દીધી હતી.

anupam kher

Image Source: anupam kher

શું બની ઘટના?

અનુપમ ખૈર કોઇ પણ બાબત હોઇ તે ચર્ચામાં જ રહે છે, અનુપમ ખૈર શિમલામાં છે, ત્યાં તે  મોર્નિંગ વોક પર નીકળ્યા હતા અને વાતચીત કરતાં કરતાં તેમની પાછલથી કોઇ વ્યક્તિ જાય છે જેની સાથે અનુપમ ખૈર ચર્ચા કરે છે પણ ચર્ચામાં ખબર પડે છે કે સામે ઉભેલા વ્યક્તિ જેનું નામ જ્ઞાનચંદ છે તે અનુપમ ખૈરને ઓળખતો જ નથી.

 

અનુપમ ખૈર તે વ્યક્તિને પુછે છે કે, શું તમે રોજ ચાલીને જ કામ પર જાવ છો, વાતચીત દરમિયાન અનુપમ ખૈરના મોઢાં પર માસ્કહોય છે, જે હટાવીને તે પુછે છે કે શું તમે મને ઓળખો છો? જ્ઞાનચંદ કહે છે કે, તમારુ નામ યાદ નથી આવતુ સર….   આ સાંભળીને અનુપમ ખૈર કહે છે, મુઝે ચુલ્લુભર પાનીમેં ડુબ મરના ચાહિયે..

અનુપમ ખૈરનો રમુજી અંદાજ

અનુપમ ખૈર(Anupam Kher)નો એક રમુજી અંદાજ તમને આ વીડિયોમાં જોવા મળશે, જે બાદ અનુપમ ખૈર કહે છે કે,” 518 ફિલ્મો (Film)માં કામ કરનારા વ્યક્તિને નાના શહેરના લોકો નથી જાણતા, આજ એક ખાસ વાત હોય છે અને મજા હોય છે નાના શહેરોની…”

anupamkher 1

Image Source: anupam kher

અનુપમ ખૈરની વાત સાંભળીને જ્ઞાનચંદ કહે છે કે, તે ડ્યુટી માટે જઇ રહ્યાં છે, અને રોજ એક કલાક ચાલીને જાય છે. પછી તે વ્યક્તિ એમ પણ કહે છે કે માસ્કના કારણે તે વ્યક્તિ અનુપમ ખૈરને ઓળખી ન શક્યો. તમને પણ વીડિયો જોઇને હસવુ આવી જશે, આ વીડિયો લોકો શેર પણ કરી રહ્યાં છે. અનુપમ ખૈરે ટ્વીટર અને ફેસબુક તેમજ ઇન્સ્ટામાં પણ શેર કર્યો હતો. 

સોશિયલ મીડિયામાં અનુપમ ખૈરનો વીડિયો વાયરલ

શિમલામાં અનુપમ ખૈરનું ઘર છે, જ્યાં તે જતા હોય છે. વગર માસ્ક સાથે ડીજીસી અને પોલસ ઓફિસરો સાથેના ફોટો ક્લિક કરવા બદલ પણ ચર્ચામાં રહ્યાં હતા. આ વીડિયોને અનુપમ ખૈરે પોસ્ટ કર્યો હતો અને લખ્યુ હતુ કે, રિયાલિટી ચૈક હું ગર્વથી લોકોની સામે ઘોષણા કરુ છુ અને કહુ છુ કે મેં 518 ફિલ્મોમાં કામ કરુ છુ, અને મને લાગે છે કે ભારતમાં દરેક વ્યક્તિ મને જાણે છે, પણ જ્ઞાનચંદની માસુમિયતે મારો વિશ્વાસ ચકનાચુર કરી દીધો હતો, જ્ઞાનચંદ મને ઓળખતા નથી, જે મારા માટે શોકિંગ હતુ, પણ સુંદરપણ હતુ, મારા પગ જમીન પર મુકવા માટે ધન્યવાદ દોસ્ત….સોશિયલ મીડિયામાં અનુપમ ખૈરનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયોની મજા લઇ રહ્યાં છે.

આ પણ વાંચો: એક્ટર સોનુ સુદની આ સાઇકલ સવારી ક્યાં ચાલી?

 વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment