Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટઅનુપમ ખેરનો આ વિડીયો જોઈને ફેન્સ મોઢામાં આંગળા નાખી ગયા!

અનુપમ ખેરનો આ વિડીયો જોઈને ફેન્સ મોઢામાં આંગળા નાખી ગયા!

Share Now

અનુપમ ખેરના (Anupam kher) શર્ટલેસ વીડિયોએ બધાને સ્તબ્ધ કરી દીધા. પ્રતિભાશાળી અભિનેતા અનુપમ ખેર હંમેશા પોતાની શાનદાર અભિનયથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. દરેક વ્યક્તિ તેના અભિનયનો દીવાનો છે. પરંતુ હવે અનુપમ ખેરે 65 વર્ષની ઉંમરે શું કર્યું તે જોઈને બધાને આશ્ચર્ય થાય છે.

અનુપમ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તાજેતરમાં જ તેણે પોતાનો ‘શર્ટલેસ’ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે પોતાનું ટોન બોડી બતાવ્યું છે. વિડીયો સાથે, તેણે કેપ્શન પણ લખ્યું છે, “એક રીતે, આત્મવિશ્વાસ એક સ્નાયુ જેવો છે !! જેટલો તમે તેનો ઉપયોગ કરો છો, તે વધુ મજબૂત બને છે!”

તેનો આ વર્કઆઉટ વીડિયો જોઈને તમામ ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી. કમેન્ટ સેકશનમાં, અનુપમ ખેરની ફેન્સપ્રશંસા કરી રહ્યા છે. એક ફેન એ તેને ‘બાહુબલી’ કહ્યો. એકે લખ્યું, “અનુપમ ખેર આપણા બધા માટે પ્રેરણાક છે! જય હો. “પોસ્ટ પર ઘણા લોકોએ ફાયર, તાળી અને હાર્ટની ઇમોજી પણ મૂકી હતી.

જુઓ આ વિડીયો: ખબરી ફિલ્મી છે

અનુપમ ખેર (Anupam kher) હાલમાં અમેરિકામાં છે અને શિવ શાસ્ત્રી બાલ્બોઆ નામની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ અમેરિકા ના એક નાનકડા શહેર માં એક ભારતીય ના જીવિત રહેવાની આકર્ષક કહાની છે. જેમાં અનુપમ ની સાથે નીના ગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો: કોલકતાનો ચા વાળો કિશોરદાના ગીતો સાથે પીરસી રહ્યો છે ચા!

તાજેતરમાં, અનુપમ ખૈરે પણ સેટ પરથી પડદા પાછળની તસવીરો શેર કરી હતી. જેમાં તેણે પેન્ટ સાથે ચેક શર્ટ અને કાઉબોય કેપ પહેરી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું; મેં જોયેલી પ્રથમ અંગ્રેજી ભાષાની (English launguge) ફિલ્મ હતી. તેમણે આ તસવીરોને હોલીવુડના દિગ્ગજ ક્લિન્ટ ઇસ્ટવુડને શ્રદ્ધાંજલિ ગણાવી હતી. તેમજ તમને જણાવી દઈએ કે અનુપમ ખેરનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો સતત તેના પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment