Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeએન્ટરટેઈન્મેન્ટફેમસ ટીવી શો પ્રતિજ્ઞાના “ઠાકુર સિંહ”નું નિધન, ૬૩ વર્ષની ઉમરે છેલ્લા શ્વાસ લીધા

ફેમસ ટીવી શો પ્રતિજ્ઞાના “ઠાકુર સિંહ”નું નિધન, ૬૩ વર્ષની ઉમરે છેલ્લા શ્વાસ લીધા

Share Now

રવિવારે મોડી રાત્રે ફિલ્મી જગતને એક મોટો ઝટકો મળ્યો છે. ઘણી બધી બોલીવુડ ફિલ્મમાં અબે ફેમસ ટીવી શો મનકી આવાઝ પ્રતિજ્ઞામાં ઠાકુર સજ્જન સિંહનો રોલ પ્લે કરનાર અનુપમ શ્યામનું (Anupam Shyam) નિધન થઇ ગયું છે. તે છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા. એકસાથે શરીરીના ઘણા બધા અંગો ફેઈલ થઇ જવાથી રવિવારે મોડી રાત્રે તેમેને પોતાના છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના નિધનની ખબરથી સમગ્ર બોલીવુડ જગતમાં શોક ફેલાઈ ગયો છે.

Anupam Shyam passed away

image credits-google images

થોડા સમય પહેલા તેમની બગડતી તબિયતના કારણે તેઓ ખુબ ચર્ચામાં હતા. ત્યારે ફિલ્મી જગતના ઘણા સિતારાઓએ મદદ કરી હતી. પણ અંતે તેમને ૬૩ વર્ષની વયે દમ તોડી દીધો હતો.

  • ફિલ્મી જગતને એક મોટો ઝટકો
  • પ્રતિજ્ઞામાં ઠાકુર સજ્જન સિંહનો રોલ પ્લે કરનાર અનુપમ શ્યામનું નિધન
  • છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા
  • મલ્ટિપલ ઑર્ગન ફેલિયરના કારણે મૃત્યુ 
  • રવિવારે મોડી રાત્રે તેમેણે છેલ્લા શ્વાસ લીધા
  • સમગ્ર બોલીવુડ જગતમાં શોક ફેલાયો 

આ પણ વાંચો: અંદાજ અપના અપનામાં આમિર અને સલમાનની કિટ્ટા-બુચ્ચા

અનુપમ શ્યામ (Anupam Shyam) પ્રતિજ્ઞાની સીઝન ૨નું કરી રહ્યા હતા શુટિંગ

હાલ અનુપમ શ્યામ પ્રતિજ્ઞાની સીઝન ૨નું શૂટ કરી રહ્યા હતા. તેમની તબિયત વધુ બગડતા તેમને મુંબઈની લાઈફ લાઈન હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા હતા. ત્યારે રાત્રે ૮ વાગ્યા આસપાસ તેમનું મૃત્યુ થયું હતું. ડાયરેક્ટર અર્જુન પંડિત અને એક્ટર મનોજ જોશીએ અનુપમ શ્યામના (Anupam Shyam) મૃત્યુને લઈ શોક વ્યક્ત કર્યો હતો.

Anupam Shyam passed away

image credit-google image

અનુપમ શ્યામ (Anupam Shyam) એ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં રહેતા હતા. તેમણે પોતાના કરિયરની શરૂઆત ૧૯૯૩થી કરી હતી. તેમણે દસ્તક, દિલ સે, હજાર ચૌરાસી કી મા, દુશ્મન, સત્યા, લગાન, જખ્મ, સંઘર્ષ, શક્તિ, પાપ, જિજ્ઞાસા, રાજ, વેલડન અબ્બા, વોન્ટેડ, કજરારે, ગોલમાલ અને મુન્ના માઈકલ જેવી બોલીવુડ ફિલ્મોમાં કામ કરેલું છે

બોલીવુડ અને ટીવી જગતમાં અનુપમ શ્યામનું નામ ઘણું ફેમસ છે. એક સમયની ખુબ ફેમસ સીરીયલ મનકી અવાઝ પ્રતિજ્ઞામાં અનુપમ શ્યામનું કેરેક્ટર દર્શક મિત્રોને ખુબ પસંદ હતું. તેમણે ઘણા બધા અલગ અલગ પ્રકારના કિરદાર ફિલ્મોમાં ભજવ્યા છે. ઘણી કોમેડી ફિલ્મોમાં તેઓ એકદમ ફન્ની કેરેક્ટરમાં જોવા મળ્યા છે, તો ઘણી ફિલ્મોમાં તેમનો કિરદાર એકદમ ગંભીર છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment