Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / December 1.
Homeન્યૂઝચિંતા: તહેવાર બાદ કોરોનાએ દેખાડો દેતા અમદાવાદની આ સોસાયટીઓ માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરાઈ

ચિંતા: તહેવાર બાદ કોરોનાએ દેખાડો દેતા અમદાવાદની આ સોસાયટીઓ માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરાઈ

corona
Share Now

તહેવારોમાં લોકોએ ખુબ મજા માણી હતી.પરંતુ હવે લાગે છે કે આ મજા સજા બની જશે. કેમકે અમદાવાદમાં ધણી બધી સોસાયટીને માઈક્રો કન્ટેઇન્ટમેન્ટ જાહેર કરવામાં આવી છે. આ સાથે તંત્ર પણ હવે હરકતમાં આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.તો સરકાર દ્વારા તહેવારની અગાઉ પણ કામગીરી કરવામાં આવી હતી. પરંતું લોકોએ બે વર્ષથી દિવાળી કે પછી કોઇ તહેવાર ઉજવવા મળ્યા ન હતા.જેના કારણે આજ વખતે કોરોના (Corona)કેસ ઓછા હોવાના કારણે લોકો તહેવાર ધેલા થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. તો સાથે જ હવે આ કેસો વધવાથી આ મજા સજામાં ફરી જશે.

અમદાવાદમાં કોરોના(Corona) માથું ઊંચકી રહ્યાની દહેશત 

દિવાળી (DIWALI)બાદ અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.તો સંભવિત કોરોનાની (Corona)ત્રીજી લહેર આવતી હોય તેવું જોવા મળી રહ્યું છે.આગામી 10 દિવસ ભારે રહેશે તેવું સ્થાનિક તબીબોએ પણ કહ્યું હતું.તો અમદાવાદના ઇસનપુર વિસ્તારના શહેરના ઇસનપુરના દેવ ફ્લેટને માઈક્રો કન્ટેઇન્ટમેન્ટ જાહેર પણ કરાયો છે.ફ્લેટના 20 મકાનોના 85 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનમાં રોખવામા આવ્યાં છે. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રિનિંગ કરવામાં પણ આવશે.શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટિંગ પણ કરવામાં આવશે.અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. તો આ વિસ્તારમાં કરાયા જાહેર.સાઉથ ઝોનના ઇસનપુર વોર્ડમાં માઇક્રોકન્ટેનમેન્ટ જાહેર કરાયો છે.તોદેવ કેસલ ફ્લેટના 30 મકાન માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.ફલેટમાં રહેતા 85 લોકોને મૂકાયા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે.તો કોરોનાના કેસ વધતા 4 મહિના બાદ કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે.તો શહેરમાં બે દિવસમાં કોરોનાના 30 કેસ નોંધાયા છેcorona

આ પણ વાંચો: ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો આ રીતે બનાવો મેહાણાના પ્રખ્તાત તુવેરના ઠોઠા!

 9 લાખ લોકોને બીજો ડોઝ લેવાની સમય મર્યાદાથી ચૂકી

તહેવારો બાદ ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ફરી વધ્યા છે.એક જ દિવસમાં કેસો વધતા મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ સક્રિય થયો છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીના બંને ડોઝ લેવા જરૂરી છે. પરંતુ AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 9 લાખ લોકોને બીજો ડોઝ લેવાની સમય મર્યાદા થઈ ચૂકી છે. છતાં હજી બીજો ડોઝ લીધો નથી. તો હવેથી ફરી 12 નવેમ્બરથી કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા રસી અંગે સર્ટિફિકેટ તપાસવામાં આવશે. AMC દ્વારા આ નિયમ એક મહિના પહેલા લેવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર આ નિયમ શરૂ કરવામાં આવ્યો છે.જેનાથી લોકોને ભાન થાઇ અને બીજો ડોઝ લેવા માટે જાય.18 વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હોય તેવા વ્યકિતઓને સરકારી કોઇ જગ્યાઓનો ઉપયોગ કરી શકાશે નહી. આ પહેલા આ નિયમ લાવવામાં આવ્યો હતો ત્યારે ધણા ખરા લોકોએ  વેકસિન લીધી હતી.અને લોકોના હિતમાં amc ને સફળતા મળી હતી.

4 દિવસમાં 2 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાતે

દિવાળીના સમયમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જ્યાં કીડીઓની માફક લોકો ઉમટી પડ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, 4 દિવસમાં 2 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાત લીધી હતી. તો આ ભિડ હજુ ખતમ થવાનું નામ લઇ રહી નથી.હજુ પણ રોજ હજારોની સંખ્યામાં લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. તો આ જોઇને એવું જોવા મળી રહ્યું છે કે કોરોનાની(Corona) સંભવિત ત્રીજી લહેર આવી શકે છે. અને કદાચ ત્રીજી લહેરના એંધાણ પણ હોઇ શકે છે. હાલ તો સરકાર દ્વારા કોરોનાને વધુ વધવા ન દેવાના પ્રયાસો કરી દેવામાં આવ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

 

 

No comments

leave a comment