Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeઑટો & ગેજેટ્સશેર પ્રાઈઝ વધતા CEO ટીમ કૂકને Apple આપશે 5500 કરોડ રૂપિયા

શેર પ્રાઈઝ વધતા CEO ટીમ કૂકને Apple આપશે 5500 કરોડ રૂપિયા

Apple CEO Tim Cook receives over 5 million shares of Apple stock worth $750 million
Share Now

વોશિંગ્ટન : શેરના ભાવ વધવાથી કંપનીના રોકાણકારોને ફાયદો થાય છે તે તો આપણે સાંભળ્યું છે પરંતુ, અમુક કંપનીઓ ઉંચી કાર્યશૈલી જાળવવા માટે કંપનીના ટોપ મેનેજમેન્ટને શેરના ભાવવધારાને આધારે પણ પરફોર્મન્સ અપ્રેઝલ આપતા હોય છે. નાની-મોટી કંપની આ પ્રકારના ઈન્સેન્ટીવ સાથે કામ કરે તો સમજ્યાં પરંતુ, વિશ્વની સૌથી જાયન્ટ ટેક્નોલોજી કંપનીઓમાં શામેલ એપલ(Apple)માં પણ આ પ્રથા ચાલી રહી છે. એપલના સીઈઓ ટીમ કૂક(Apple CEO Tim Cook)ને પણ શેરના ભાવ વધતા હવે તગડું રીટર્ન મળવાની તૈયારીઓ છે.

Apple CEO Tim Cook attends Apple's "Ted Lasso" Season 2 Premiere at Pacific Design Center on July 15, 2021 in West Hollywood, California.

Apple CEO Tim Cook

અમેરિકન ટેક જાયન્ટ અને આઇફોન નિર્માતા એપલના સીઇઓ ટીમ કૂક(Apple CEO Tim Cook) ફરી એકવાર નોંધપાત્ર આવક કમાવવા જઈ રહ્યાં છે. આ અઠવાડિયે કૂકને સહ-સ્થાપક સ્ટીવ જોબ્સ પાસેથી ટોચનું પદ સંભાળ્યાના એક દાયકા પછી સેલરી ડીલનો દસમો અને અંતિમ હપ્તો ​​પ્રાપ્ત થશે.

બ્લૂમબર્ગ ન્યૂઝની ગણતરી મુજબ કૂક પાસે 750 મિલિયન ડોલર એટલે કે 5.5 હજાર કરોડ રૂપિયાથી વધુના 5 મિલિયન શેર આવશે. ચુકવણીનો એક ભાગ છેલ્લા ત્રણ વર્ષના એપલના સ્ટોકના રીટર્ન પર આધારિત છે, જે S&P 500 ઇન્ડેક્સના બે તૃતીયાંશ કંપનીઓના વળતરને વટાવી ગઈ છે.

આ પણ વાંચો : 5G ફોનની બોલબાલા: ચીનમાં સૌથી વધુ માંગ, વિશ્વમાં ભારત ક્યા ક્રમે ?

કૂકની નેટવર્થ 1.5 અબજ ડોલર

એપલના વધતા શેર ભાવોએ 60 વર્ષીય કૂક(Apple CEO Tim Cook)ને દર વર્ષે વધુને વધુ કમાવાની તક આપી છે અને તેમને અબજોપતિ બનાવી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ (Bloomberg Billionaires Index) અનુસાર તેમની નેટવર્થ હાલમાં લગભગ 1.5 અબજ ડોલર છે.

 After Steve Jobs Apple CEO Tim Cook Talks About 10 Years Leading Company

10 વર્ષ અગાઉ જ્યારે જોબ્સને સ્થાને કૂકે એપલનો કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે કેટલાક નિષ્ણાંતો અને રોકાણકારોને શંકા હતી કે શું તેઓ તેમના પુરોગામી જોબ્સના સ્ટાર પાવર સાથે મેળ કરી શકશે અને એપલની સફળતા ચાલુ રાખી શકે છે. પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન કંપનીની આવક બમણીથી પણ વધુ થઈ છે અને તેના શેરમાં તો 1100 ટકાથી પણ વધુ વળતર મળ્યું અને હાલમાં કંપનીનું બજાર મૂલ્ય 2.45 ટ્રિલિયન ડોલરના આંકને પણ વટાવી ચૂક્યું છે.

દાનવીર કૂક

જોકે કૂક પણ બિલ ગેટ્સ અને બફેટ માફક જ વિચારે છે. એપલના સીઇઓ(Apple CEO Tim Cook)એ 2015માં કહ્યું હતું કે તેઓ તેમના મોટાભાગના નાણાં ચેરિટીમાં દાન કરવાની યોજના ધરાવે છે અને પહેલેથી જ કરોડો ડોલરનાં એપલ શેરનું દાન કરી ચૂક્યા છે.

આ પણ વાંચો : Paytm, PhonePe કે શેરબજારના બ્રોકરો નહિ વેચી શકે ડિજિટલ ગોલ્ડ, NSEએ લગાવ્યો પ્રતિબંધ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment