Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeઑટો & ગેજેટ્સiPhone 13ની સિરીઝ ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ વિષે

iPhone 13ની સિરીઝ ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ વિષે

iphone 13
Share Now

એપલે iPhone 13ની સિરિઝને ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ સીરિઝ હેઠળ ચાર સ્માર્ટફોન iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro અને iPhone Pro Max લોન્ચ કરવામાં આવ્યા છે. iPhone 13 mini સિરીઝ ની પ્રારંભિક કિંમત લગભગ 69,900 રૂપિયા છે અને બીજી બાજુ આઇફોન 13 ની કિંમત 79,900 રૂપિયા છે. જે લોકો ઉચ્ચ સંસ્કરણ એટલે કે iPhone 13pro ખરીદવા માંગે છે તેની કિંમત 1,19,900 રૂપિયા અને iPhone pro maxની કિંમત 1,29,900 રૂપિયા હશે.

કંપનીએ એપલ વોચ સિરીઝ 7 કરી લોન્ચ 

નવા iPhone ચાર કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. અને આમાં કંપની લેટેસ્ટ A15 Bionic ચિપસેટ ઓફર કરી રહી છે. ખાસ વાત એ છે કે કંપની લેટેસ્ટ iPhoneમાં 5G કનેક્ટિવિટી પણ આપી રહી છે. આ સાથે, કંપનીએ એપલ વોચ સિરીઝ 7 (Apple Watch Series 7) પણ લોન્ચ કરી છે, જેની પ્રારંભિક કિંમત 29,380 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીનો દાવો છે કે નવી વૉચને માત્ર  ઉપયોગ માત્ર 8 મિનિટ ચાર્જ કરીને 8 કલાક સુધી કરી શકાય છે. આ વખતે વોચની સ્ક્રીન પણ મોટી કરવામાં આવી છે.

 

iPhone13

આ પણ વાંચો:JioPhone Next દિવાળી પહેલાની તહેવારોની સિઝનમાં લોન્ચ કરવાની તૈયારીઓ

iPhone 13ની સિરીઝની પ્રાઇઝ

  • 4 મોડલ સાથે આવી iPhone 13ની સીરિઝ 
  • નવા લુક અને ડિઝાઇન સાથે iPAD MINI
  • ઝડપી પ્રોસેસર સાથે સસ્તું આઈપેડ
  • મોટી અને સારી Apple Watch Series 7
  • iPhone 13 miniની પ્રારંભિક કિંમત 69,900 ની આસપાસ
  • iPhone 13 ની શરૂઆતની કિંમત 79,900 ની આસપાસ
  • iPhone 13 Pro: 1,19000, Pro Max: 1,29,900 

વધુ બેટરી બેકઅપનું એપલે આપ્યું વચન 

એપલે વચન આપ્યું છે કે iPhone 13 mini  અને iPhone 13 iPhoneને અગાઉના મોડલ્સ કરતા 1.5 કલાક વધુ બેટરી બેકઅપ મળશે, જ્યારે iPhone 13 અને iPhone 13 pro maxને 2.5 કલાક વધુ બેકઅપ મળશે. iPhone 13 અને iPhone 13 મીની પ્રથમ નોન-પ્રો આઇફોન છે જે 256 જીબીથી વધુ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે, જ્યારે iPhone 13 pro અને iPhone 13 pro max એ 1 ટીબી સુધી સ્ટોરેજ સાથે આવનાર પ્રથમ આઇફોન છે. ચારેયની સ્ક્રીન સાઇઝ iPhone 12 મોડલ જેટલી છે, પરંતુ નોચમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફોન પિન્ક,બ્લૂ,મિડનાઇટ,સ્ટરલાઇટ અને લાલ એમ પાંચ નવા રંગોમાં ઉપલબ્ધ છે. iPhone 13 અને iPhone 13 મીનીમાં એક નવો વાઇડ-એંગલ કેમેરા છે જે લો નોઈસ અને બ્રાઇટ ઇમેજ માટે 47 ટકા વધુ લાઇટને કેપ્ચર કરવા સક્ષમ છે. કંપનીનો દાવો છે કે નાઇટ મોડ ઝડપથી કામ કરે છે અને શાર્પ શોટ કેપ્ચર કરવામાં સક્ષમ છે. બીજી બાજુ, iPhone 13 pro મોડેલમાં 3X ઓપ્ટિકલ ઝૂમ સાથે નવો 77mm ટેલિફોટો કેમેરા મળે છે. આ ઉપરાંત, અલ્ટ્રાવાઇડ કેમેરો પણ છે, જે હવે કોઈ સબ્જેક્ટથી 2cm દૂર હોવા છતાં પણ મેક્રો શોટ લઈ શકે છે. સેટઅપમાં પ્રાઈમરી વાઈડ કેમેરા પણ છે. જે f/1.5 એપર્ચર અને 1.9um સેન્સર પિક્સલ સાથે આવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment