‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ નિમિત્તે થનારી ‘‘આવાસ માસ’’ની ઉજવણી પાત્રતા ધરાવતા ગ્રામીણ લાભાર્થીઓને આવાસ નિર્માણ માટે મળનારી રૂ. પોણા બે લાખથી વધુની સરકારી સહાયનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા નિયત લાયકાત ધરાવતા ગ્રામીણ લાભાર્થીઓને આવાસ નિર્માણ માટે અંદાજે રૂ. પોણા બે લાખથી વધુની સહાય આપવામાં આવે છે. આથી પાત્રતા ધરાવતા ગ્રામીણ નાગરિકોને આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.પટેલ દ્વારા અનુરોધ કરાયો છે.
રૂ. ૧,૭૭, ૬૧૦ની સહાય ‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના’’ના લાભાર્થીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આપવામાં આવે
ભારત સરકારશ્રી દ્વારા અમલમાં મુકાયેલી ‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ)’’ અંતર્ગત ગ્રામિણ વિસ્તારના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિના મુલ્યે પ્લોટ આપવામાં આવે છે. આ ઉપરાંત રૂ।. ૧,૨૦,૦૦0 ની મકાન સહાય આપવામાં આવે છે. અને શૌચાલય બનાવવા માટે રૂા. ૧૨,૦૦૦ તથા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગારી યોજના (મનરેગા) હેઠળ ૯૦ દિવસની રોજગારીની રકમ રૂા. ૨૦,૬૧૦ આપવામાં આવે છે. આ ઉપરાંત રાજય સરકાર દ્વારા બાથરૂમ બનાવવા માટે રૂ. ૫,૦૦૦ની સહાય અને જો લાભાર્થી આવાસ છ માસમાં પુર્ણ કરે તો રૂા.૨૦,૦૦૦ની વધારાની સહાય આપવામાં આવે છે.આમ કુલ મળીને રૂ. ૧,૭૭, ૬૧૦ની સહાય ‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના’’ના લાભાર્થીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આપવામાં આવે છે.
આ પણ વાંચો : જાણો શા માટે મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન પોતાને પદ્મ પુરસ્કાર માટે અયોગ્ય માની રહ્યા છે…
નવેમ્બર–૨૦૨૧ના મહીનાને ‘‘આવાસ માસ’’ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું
ભારત દેશની આઝાદીના ૭૫ માં વર્ષ નિમિત્તે ભારત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ઉજવણીના ભાગરૂપે નવેમ્બર–૨૦૨૧ના મહીનાને ‘‘આવાસ માસ’’ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે. જે અન્વયે લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાની પુરતી માહિતી મળે, કાચા આવાસ તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓની પસંદગી કરી તેમના નામની “આવાસ પ્લસ’’ના સોફટવેરમાં નોંધણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આથી રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના અગાઉ કોઈ આવાસ યોજનાનો લાભ લીધેલ ના હોય અને હાલમાં કાચું આવાસ તથા પાત્રતા ધરાવતા હોય તેવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા તથા ‘‘આવાસ પ્લસ’’ સોફટવેરમાં નોંધણી કરાવવા તેમની ગ્રામ પંચાયત, સરપંચ, તલાટી મંત્રી, અથવા તાલુકા પંચાયતની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4