કાર્તિક શુક્લ એકાદશીએ તુલસી પૂજનનો ઉત્સવ મનાવવામાં આવે છે. પરંતુ ઉત્તર ભારતમાં આનું વિશેષ મહત્વ જોવા મળે છે. તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. આમ તો તુલસી વિવાહને માટે કાર્તિક શુક્લ નવમીની તિથિ યોગ્ય છે. પરંતુ કેટલાક લોકો અગિયારસથી પૂનમ સુધી તુલસી પૂજન કરીને પાંચમાં દિવસે તુલસીનું લગ્ન કરે છે.આ દિવસે તુલસીને શ્રૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુહુર્તમાં કરવામાં આવે છે.
તુલસી વિવાહ(TULSI VIVAH) ની ઉજવણી
શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉઠની અગિયારના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે.તુલસી વિવાહની (TULSI VIVAH)આ પધ્ધતિ સૌથી વધુ પ્રખ્યાત છે.પુરાણગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા તેથી ગોપીઓ તુલસીને પોતાની સૌતન માને છે.તો આજના દિવસના લોકો કંસાર વહેંચીને પણ તુલસી વિવાહ(TULSI VIVAH) ઉજવણી કરે છે.
તુલસી વિવાહ(TULSI VIVAH) તમે કેવી રીતે કરશો ?
તુલસી વિવાહએ(TULSI VIVAH) વિશ્વના સૌથી શ્રેષ્ઠતમ વિવાહ ગણવામાં આવે છે. હિન્દૂ ધર્મ ગ્રંથોમાં દરેક તહેવાર, પર્વ, ઉત્સવ, પ્રસંગ પાછળ કથા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તુલસી વિવાહ કારતક સુદ ૧૧ ના દિવસે મનાવવામાં આવે છે.ત્રણ મહિના પહેલાથી તુલસીના છોડને નિયમિત સીંચો અને તેનું પૂજન કરવામાં આવે છે.અને પ્રબોધિનિ, ભીષ્મપંચક અથવા જ્યોતિ શાસ્ત્રોક્ત વિવાહ મૂર્હતમાં મંગળગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ-મંડપ વગેરેનું નિર્માણ કરો.અને ત્યાર પછી ચાર બ્રાહ્મણો દ્વારા ગણપતિ-માતૃકા પૂજન અને પુળ્યાવાચન કરવામાં આવે છે.ત્યાર બાદ શ્રી લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અથવા સોના-ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ તરફ મોઢુ રાખીને બેસાડવાંમાં આવે છે.ગોધુલી(સાંજના) સમયમાં વર(ભગવાન)નું પૂજન કરાઇ છે. ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યા(તુલસી)નું દાન કરાઇ છે.ત્યારબાદ કુશકંડી હવન અને અગ્નિ પરિક્રમા કરાવો.અને ત્યારપછી શક્તિ મુજબ બ્રાહ્મણ-ભોજ કરાવો અને પછી પોતે ભોજન કરો.અને છેલ્લે માંગલિક ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન કરો.
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
શું છે તુલસી વિવાહ પાછળની કથા
આ કથા અનુસાર જલંધર નામનો અસુર હતો અને તેની પત્ની વૃંદા હતી, જલંધર અસુરીવૃત્તિ નો હતો જ્યારે વૃંદા ધાર્મિક અને પરમ વિષ્ણુ ભક્ત હતી. અને પતિવ્રતા હતી તેના ભક્તિ અને સતિત્વ ના કારણે જલંધર ખૂબ શક્તિશાળી બની ગયો હતો. જેથી તેની શક્તિના અભિમાનના કારણે તે દરેક જીવ, ઋષિ અને દેવ ને પરેશાન કરવા લાગ્યો હતો.અને જેના કારણે કંટાળીને દેવો મહા દેવો પાસે જાય છે.અને આથી દરેક દેવ અને ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમે શિવજીને આ વાત કરો. ત્યારે દેવો અને ઋષિઓએ શિવજી ને વિનંતી કરી ત્યારે શિવજી તેમના તપોબળથી જોયું તો જાલંધરની તાકાત તેની પત્નીના સતિત્વને કારણે છે. માટે તેમને વિષ્ણુ ને પણ સહાય કરવાનું કહ્યું પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ભેગા મળી જલંધર સાથે યુદ્ધ આરંભ કર્યું હતું.
ષ્ણુ શાલિગ્રામ ( પથ્થર )) સ્વરુપે પ્રાગટ્ય
વિષ્ણુ ભગવાને છલ કરી તેની પત્ની વૃંદાનું સતિત્વ ભંગ કર્યું અને જલંધર મરાયો હતો.આ વાત ની જાણ વૃંદાને થતા તે ખૂબ વ્યાકુળ અને ગુસ્સે થઈ અને વિષ્ણુ ભગવાન ને કહ્યું કે મેં તમારી ખૂબ ભક્તી કરી તેનું તમે આ ફળ આપ્યું છે. અને તેમને શ્રાપ આપ્યો કે ‘તમે પથ્થર બની જાવ’.આ સાંભળી દેવ, ઋષિઓ એ વૃંદાને વિનંતી કરી તેથી વૃંદાએ માફી પણ માંગી હતી .પરંતુ વિષ્ણુ ભગવાન વૃંદાની ભક્તિ થી પરિચિત હતા માટે તેમને આશ્વાસન આપ્યું કે તમે તુલસીના છોડ તરીકે અવતરણ પામશો તમે અને હું જ્યારે પથ્થર રૂપ હોઈશ ત્યારે તમારી સાથે લગ્ન કરીશ, તેમજ તમારી હાજરી વગર ક્યારેય ભોજન નહીં કરું.આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ ( પથ્થર )) સ્વરુપે પ્રાગટ્ય થયા હતા. અને તેવો ત્યારથી એ નામથી પણ ઓળખાયા છે. અને તુલસી વૃક્ષ તરીકે અવતરણ પામ્યા હતા.અને બંને ના લગ્ન પણ કરાવવા માં આવે છે .
તુલસી વિવાહ (TULSI VIVAH)ઉત્સવમાં કન્યાદાનનું ખાસ મહત્વ
ભગવાન વિષ્ણુ તુલસી પાન વગર ભોજન સ્વીકારતા નથી, ત્યારથી તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે. તુલસી વિવાહ (TULSI VIVAH)ઉત્સવ ઉજવવાથી કન્યાદાન કર્યાનું પુણ્ય મળે છે એવી ભાવના ભક્તોમાં રહેલી છે.તો લોકો દ્વારા વિવાહનું આયોજન કરવામાં આવે છે. અને ત્યાર બાદ રીત અનુસાર જ કંસારન આપી હિન્દુ વિવાહ કરવામાં આવે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4