Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝખેડૂતો પર મુકાયેલ વીજ કાપ મુદ્દે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

ખેડૂતો પર મુકાયેલ વીજ કાપ મુદ્દે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

ARJUN MODHWADIA
Share Now

ગુજરાતમાં શિયાળુ પાકના વાવેતરનો સમય થઈ ગયો છે. ત્યારે ખેડૂતો પર કૃષિ વિષયક વીજળીમાં અઘોષિત વીજ કાપ થોપી દેવામાં આવ્યો છે. ત્યારે આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે, રે સરકાર વાવેતર કરવાના સમયે વીજ કાપ થોપી બેસાડીને ખેડૂતોને પ્રતાડીત કરી રહી છે. તેમણે કહ્યું કે, ખેડૂતો વાવેતરની તૈયારી કરી રહ્યા છે. પરંતુ તે જ સમયે સરકાર કૃષિ વિષયક વીજળીમાં મોટો કાપ મુકીને ખેડૂતોના મોઢાનો કોળીયો છીનવી રહી છે. 

વીજળીના અભાવે વાવેતર કરવામાં સમસ્યા

તેમણે વધુમાંકહ્યું કે, વીજળીના અભાવના કારણે પિયત ન થતા ખેડૂતો વાવેતર કરી શકે તેમ નથી. જો સમયસર વાવેતર ના થાય તો શિયાળુ પાકને મોટો ફટકો પડી શકે તેમ છે. તેમણે સરકાર પર આક્ષેપ કરતીય કહ્યું કે, ચોમાસુ સિઝન નિષ્ફળ જવા છતાં સરકાર દ્વારા ખેડૂતોને ‘મુખ્યમંત્રી કિસાન સહાય’ યોજના અંતર્ગત સહાય આપવામાં આવી નથી. એવામાં હવે જો શિયાળુ સિઝન પણ નિષ્ફળ જાય તો ખેડૂતો માટે ખૂબ મુશ્કેલી સર્જાઇ શકે તેમ છે. 

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ -કાશ્મીર પહોંચ્યા, સુરક્ષા વ્યવસ્થાની કરશે સમીક્ષા

8ના બદલે માત્ર 5 કલાક વીજળી

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે, ખેડૂતો પાસેથી લાઈટ બીલ પુરું વસૂલવામાં આવએ છે, તેમ છતાં તેમને નિર્ધારીત 8 કલાકની જગ્યાએ માત્ર 5 કલાક જ વીજળી આપવામાં આવે છે. અને તેમાં પણ અનિયમિત સમયે પાણી મળવાને કારણે ખેડૂતો પિયત કરી શકતા નથી. તે સિવાય અવારનવાર વીજ કાપ થતો હોવાથી ટ્યુબવેલની મોટર પણ બળી જતા ખેડૂત મિત્રોને મોટો આર્થિક ફટકો પડે છે. અને જો વીજ કચેરીએ ખેડૂતો ફોન કરે તો લાઇન ફોલ્ટમાં હોવાના બહાના બતાડવામાં આવે છે.

અર્જુન મોઢવાડિયાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે, રાજ્યની ભાજપ સરકાર જે રીતે ખેડૂતોને કનડગત કરી રહી છે, તે અસહ્ય છે. તેમણે કહ્યું કે, હું રાજ્ય સરકાર અને વીજ કંપનીઓને વિનંતી કરું છુ કે ખેડૂતો પુરતા સમય સુધી એકધારી વીજળી આપવામાં આવે. નહીં તો આ મમમલે આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શિયાળુ પાકના વાવેતરનો સમય થઈ ગયો છે. ત્યારે ખેડૂતો પર કૃષિ વિષયક વીજળીમાં અઘોષિત વીજ કાપ થોપી દેવામાં આવ્યો છે. ત્યારે આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે, રે સરકાર વાવેતર કરવાના સમયે વીજ કાપ થોપી બેસાડીને ખેડૂતોને પ્રતાડીત કરી રહી છે. તેમણે કહ્યું કે, જો ખેડૂતોને પૂરતી વીજળી આપવામાં નહીં આવે તો આગમી અમીમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment