Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝકેજરીવાલના એક્ષપો સામે કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર

કેજરીવાલના એક્ષપો સામે કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર

ARJUN MODHWADIA
Share Now

 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(ARVIND KEJRIWAL) આજે એક અમદાવાદના દિવસીય પ્રવાસે છે. તેમણે આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે ગુજરાતની ખરાબ સ્થિતિ પાછળ ભાજપ-કોંગ્રેસ બંનેને જવાબદાર ઠેરવ્યા હતા. સાથે જ કેજરીવાલે કહ્યું હતું કે, ભાજપને જયારે જરૂર પડી ત્યારે કોંગ્રેસે માલ સપ્લાય કર્યો છે. તેમજ કોંગ્રેસ પાર્ટી ભાજપના ખિસ્સામાં રહે છે તેવા આક્ષેપો કર્યા. કેજરીવાલે કોંગ્રેસ પર કરેલ આક્ષેપોને લઈને અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા એ ટ્વિટ કરીને કહ્યું કે, સ્વ.ચીમનભાઈ પટેલ,શંકરસિંહ વાઘેલા,સ્વ.કેશુભાઇ પટેલ સહિતના દિગ્ગજ આગેવાનો ભાજપનો વિકલ્પ ના બની શક્યા તો દિલ્હી થી આવેલા કેજરીવાલ કેવી રીતે બની શકે? ગુજરાતમાં ભાજપનો વિકલ્પ કોંગ્રેસ જ રહેશે તેમ અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું છે. સાથે સાથે તેઓએ બીજી ટ્વિટમાં આમ આદમી પાર્ટીને કહ્યું કે દિલ્હી માત્ર કોર્પોરેશન જેવડું રાજ્ય છે એટલે તેની વાત અલગ છે, પરંતુ ગુજરાત અનેક વિવિધતા, સંસ્કૃતિઓથી ભરેલ રાજ્ય છે, તેને સમજતા જ ઘણા વર્ષો લાગી જાય તેમ છે. કેજરીવાલ હોય કે ઓવેશી હંમેશા વિપક્ષના મત વિભાજીત કરીને ભાજપને ચૂંટણી જીતવામાં મદદ કરે છે.

કેજરીવાલે ફૂંક્યું ચૂંટણીનું રણશિંગુ

દિલ્હીના મુખ્યમંત્રી આજ રોજ અમદવાદ ખાતે એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અમદવાદ એરપોર્ટ ખાતે અરવિંદ કેજરીવાલનું ભવ્ય સ્વાગતકર્યું હતું. અને ત્યારબાદ તેઓ અમદાવાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટી ગુજરાતના નેતાઓ સાથે બેઠક કરી હતી. બેઠક પૂર્ણ થયા બાદ તેઓએ વલ્લભ સદન ખાતે પત્રકારોને સંબોધ્યા હતા. અને ઈસુદાન ગઢવીને પાર્ટીનો ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. કેજરીવાલે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 182 સીટો પર પાર્ટીના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત પણ કરી દીધી છે. તેવામાં સ્વાભાવિક છે કે કોંગ્રેસને પોતાના મત વિભાજીત થવાનો ભય હોય.

ARVIND KEJRIWAL

IMAGE CREDIT- TWITTER @ARVIND KEJRIWAL

હવે શું હશે કોંગ્રેસનો એક્શન પ્લાન?

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખુબ ઝડપથી આગળ વધી રહી છે. ત્યારે 25 વર્ષથી સત્તાથી દૂર રહેલ કોંગ્રેસનો હવે આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને શું એક્શન પ્લાન હશે? તેના પર હવે સૌ કોઈની નજર રહેલી છે. પ્રવર્તમાન સમયમાં કોંગ્રેસની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલમાં ગુજરાત કોંગ્રેસ પાસે સ્થાનિક નેતૃત્વ જ નથી.હાલમાં થયેલ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની ખુબજ ખરાબ રીતે હાર થઈ હતી. ઘણી બધી જગ્યાએતો કોંગ્રેસ ખાતું પણ ખોલાવી નથી શકી. અને પછી છેલ્લે હાર સ્વીકારીને ઈવીએમ(EVM) મશીન પર દોષનો ટોપલો નાખ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલ કારમી હારને લીધે વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી અને પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિત ચાવડાએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું હતું. ભાજપ અને આમ આદમી પાર્ટી અત્યારથી વિધાનસભાની ચૂંટણીને લઈને ફૂલ એક્શનમાં છે ત્યારે ગુજરાત કોંગ્રેસ હજુ તેના સ્થાનિક નેતૃત્વની તલાશમાં છે. કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માટે ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા અને શક્તિસિંહ ગોહિલનું નામ ચર્ચામાં છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે જયારે ચૂંટણી માથે છે ત્યારે કોંગ્રેસ(CONGRESS) પક્ષ પાયે પોતાનું સ્થાનિક નેતૃવ જ નથી કે નથી વિરોધ પક્ષના નેતા તો આવનાર સમયમાં ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી બંનેને કઈ રીતે ટક્કર આપશે? એ પણ એક ચર્ચાનો વિષય છે.

આ પણ વાંચો:પત્રકાર ઈસુદાનનો પોલિટિક્સમાં પ્રવેશ

સરકાર બનાવવા માટે કયો પક્ષ છે મજબૂત દાવેદાર?

પ્રવર્તમાન સમયમાં ગુજરાતના રાજકારણની વાત કરવામાં આવે તો ગુજરાત એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી શાસન કરે છે. અને વિપક્ષ તરીકે કોંગ્રેસ પ્રજાની નસ પારખવામાં નબળી પુરવાર થઇ છે. તેવામાં આમ આદમી પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતમાં ખુબજ ઝડપથી આગળ વધી રહી છે. અને તેને જાણ સમર્થન પણ મળી રહ્યું છે. ગુજરાતના ઇતિહાસમાં ઘણા પક્ષોએ ચૂંટણી જીતવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાજપ કોંગ્રેસ સિવાય ત્રીજો પક્ષ ક્યારેય ગુજરાતમાં ચાલ્યો નથી. આ બધી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી કઈ રીતે આગળ વધશે તે પણ એક ચર્ચાનો વિષય છે.શું ગુજરાતના રાજલકરણમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવી ઇતિહાસ રચશે? કે પછી કોંગ્રેસ આક્ષેપ કરે છે એ રીતે તેમના વોટ કપાવીને ભાજપને ફાયદો કરાવશે? આ બધા પ્રશ્નો અને ચર્ચાઓને જોતા આવનાર વિધાનસભાની ચૂંટણીઘણી રોમાંચક હશે તેવું લાગી રહ્યું છે.

 

 

No comments

leave a comment