દેશની સુરક્ષા માટે સરહદો પર બહાદુરીપૂર્વક લડતા સૈનિકો તેમજ શહીદોના સન્માન માટે સમગ્ર દેશમાં તારીખ ૭મી ડિસેમ્બરના રોજ ‘સશસ્ત્ર સેના ધ્વજ દિન’ ( Armed Forces Flag Day )ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી (Celebration)ની શરૂઆત તારીખ ૨૮ ઓગસ્ટ, ૧૯૪૯ થી થઈ હતી. ભારતના તત્કાલિન સંરક્ષણ પ્રધાન (Minister of Defense)ની અધ્યક્ષતામાં એક સમિતિ નીમીને દર વર્ષે તારીખ ૦૭ ડિસેમ્બરને સૈનિકો (Soldiers)ના સન્માન માટે ‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ તરીકે મનાવવાનું નક્કી કરાયું.
Armed Forces Flag Day ના દિવસે શું હોય છે ખાસ
દેશના સીમાડાઓના રક્ષણ કરતાં પોતાનું જીવન ન્યોચ્છાવર કરનાર શહીદ સૈનિકોના સન્માન માટે પ્રત્યેક નાગરિક ‘સશસ્ત્ર દળ ધ્વજ દિવસ’ ની ઉજવણીનો ભાગ બને એવા પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસે લોકો શહીદો, ભારતના વર્તમાન તેમજ ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ પ્રત્યે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, અને દેશની સેવામાં મૃત્યુ પામેલા સૈનિકોનું સ્મરણ કરી યથાયોગ્ય અનુદાન અર્પણ કરે છે. આ દિવસે ભારતીય ધ્વજ, બેજ, સ્ટીકરો અને અન્ય વસ્તુઓના વેચાણ દ્વારા ભંડોળ એકત્ર કરીને સશસ્ત્ર દળો (Armed forces)ના કર્મચારીઓ અને શહીદ સૈનિકોના પરિવારને સહાયરૂપ થવાનો તેમજ યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકો, સેવા આપતા કર્મચારીઓ તેમજ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ કરવાનો છે.
આ પણ વાંચો: Surat: કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે આરોપીને 29 જ દિવસમાં ફાંસીની સજા
Armed Forces Flag Day ના દિવસે શું વિતરણ કરવામાં આવે છે?
સમગ્ર દેશમાં ત્રણ સેવાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, ઘાટો વાદળી અને આછા વાદળી રંગોમાં નાના ધ્વજ અને કારના ધ્વજને નાગરિકોના યથાશક્તિ દાનના બદલામાં વિતરણ કરવામાં આવે છે.
સશસ્ત્ર સેના ઝંડા દિવસ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4