જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે અને એન્કાઉન્ટરમાં સેનાના જવાનોએ ટીઆરએફ (TRF) ના કમાન્ડર સહિત 5 આતંકીઓને ઠાર કર્યા છે. આ સાથે જ હૈદરપોરામાં આતંકીઓના હાઈટેક મોડ્યૂલનો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ એન્કાઉન્ટર બાદ સેનાને 9 કમ્પ્યુટર સહિત અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
કાશ્મીરના IGPના જણાવ્યા પ્રમાણે એક એન્કાઉન્ટર કુલગામના પોમ્બાઈ ગામમાં તો બીજી ઘટના ગોપાલપોરામાં થઈ છે. માર્યા ગયેલો આતંકવાદી અફાક સિકંદર લોન પ્રતિબંધિત સંગઠન TRFના કમાન્ડર હતો. તેના અન્ય એક સાથીની ઓળખ ઈરફાન મુશ્તાક લોન તરીકે કરવામાં આવી છે.
#UPDATE Pombai, Kulgam encounter | Top terrorist & HM’s district commander Shakir Nazar who was active since 2018 killed along with two other terrorists. A big success: IGP Kashmir Vijay Kumar pic.twitter.com/X7LkR6LvFE
— ANI (@ANI) November 18, 2021
કુલગામમાં 2 જગ્યાએ 5 આતંકીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન ઓલ આઉટ ચાલી રહ્યું છે. બુધવારે સેનાએ 2 અલગ-અલગ જગ્યાએ થયેલા એન્કાઉન્ટરમાં TRF કમાન્ડર સહિત 5 આતંકવાદીને ઠાર કરી દીધા છે. બન્ને એન્કાઉન્ટર કાશ્મીરના કુલગામ જિલ્લામાં થયા છે. 2 દિવસ અગાઉ 2 આતંકવાદી અને તેના બે મદદગાર ઠાર કરાયા હતા.આ અગાઉ શ્રીનગરના હૈદરપોરામાં 15 નવેમ્બરના રોજ અથડામણમાં 2 સ્થાનિક કારોબારી સહિત 4 લોકોનું મોત થયું હતું. તેમા એક પાકિસ્તાની આતંકવાદી હતો, જ્યારે તેનો બીજો સાથી હતો.
આ પણ વાંચો : IRCTCએ પહેલી પોડ હોટલ શરૂ કરી, કેપ્સ્યૂલ જેવા દેખાતા લક્ઝરી રૂમમાં આરામ કરી શકશે યાત્રી
માર્યા ગયેલા આતંકીઓમાં ટીઆરએફનો ટોપ કમાન્ડર
કુલગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓમાં આતંકી સંગઠન TRF નો ટોપ કમાન્ડર અફાક સિકંદર લોન (TRF Commander Afaq Sikander) પણ સામેલ છે. આ ઉપરાંત ટીઆરએફ સાથે સંકળાયેલા શરીર ઉર રહેમાન, હૈદર ઉલ અસલમ અને ઈબ્રાહિમને પણ સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. અથડામણમાં માર્યા ગયેલા એક આતંકીની ઓળખ થઈ નથી.
પુલવામાથી 2 ઓવરગ્રાઉન્ડ વર્કર્સ પકડાયા
આ બધા વચ્ચે જમ્મુ અને કાશ્મીર પોલીસે પુલવામામાંથી લશ્કર એ તૈયબાના બે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની પણ ધરપકડ કરી છે. તેમની પાસેથી આઈઈડી પણ જપ્ત કરાયા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બંને લશ્કર એ તૈયબાની મદદ કરી રહ્યા હતા. રાજ્ય પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે તેમની ઓળખ આસિફ રશીદ વાર અને અલ્તાફ હુસૈન તરીકે થઈ છે તથા તેઓ પાડોશી કૂપવાડા જિલ્લાના નટુનૂસાના રહીશ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4