ભારત-ચીન સરહદ પર ફરી એકવાર તણાવ વધતો હોય તેમ જણાઇ રહ્યું છે. ચીન સરહદ પર મોટી સંખ્યામાં તેના સૈનિકોને તૈનાત કરી રહ્યું છે, જેના પર ભારતીય સેના પ્રમુખ (Army Chief On Ladakh Row) જનરલ એમએમ નરવાણેએકડક શબ્દોમાં કહ્યું છે કે, અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. અને ભારત ચીનની દરેક ચાલ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર
સેના પ્રમુખે કહ્યું કે છેલ્લા 6 મહિનામાં પરિસ્થિતિ એકદમ સામાન્ય છે. અમને આશા છે કે 13માં રાઉન્ડની વાતચીત ઓક્ટોબરના બીજા સપ્તાહમાં થશે. જનરલ એમએમ નરવાણે કહ્યું કે ચીને પૂર્વી લદ્દાખ અને ઉત્તરી મોરચામાં મોટી સંખ્યામાં સૈનિકોનએ તૈનાત કર્યા છે, જે ચિંતાનો વિષય છે. પરંતુ અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તમને જણાવી દઈએ કે ભારતે K-9 વજ્ર તોપ પણ તૈનાત કરી છે, જે ઉંચાઈવાળા વિસ્તારોમાં પણ કામ કરી શકે છે.
આ પણ વાંચો:PM Modiએ જલ જીવન મિશન મોબાઈલ એપ્લિકેશન કરી લોન્ચ
લદ્દાખ પ્રવાસ પર આર્મી ચીફ
તમને જણાવી દઈએ કે આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે લદ્દાખના પ્રવાસ પર છે. જ્યાં તેમણે પૂર્વ લદ્દાખમાં રેઝંગલા યુદ્ધ સ્મારક પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. અને સૈનિકો સાથે વાતચીત કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધાકૃષ્ણ માથુર સાથે કરી મુલાકાત
આ સિવાય તેઓ રાજભવન પહોંચ્યા અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધાકૃષ્ણ માથુર સાથે મુલાકાત કરી હતી. ત્યારે બેઠક દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સુરક્ષાની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આર્મી ચીફની આ મુલાકાતનએ ખૂબ મહત્વની માનવામાં આવે છે. આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયે પણ ચીની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો.
ચીની સેના સરહદ પર તણાવ વધારી રહી છે
તમને જણાવી દઈએ કે ચીની સેના સતત સરહદી વિસ્તારમાં તણાવ વધારવામાં લાગી ગયું છે. અગાઉ એવા સમાચાર હતા કે ચીની સેનાએ ઉત્તરાખંડના બારહોતીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, લગભગ 100 જેટલા ચીની સૈનિકોએ ગયા મહિનાની 30 મી તારીખે બારહોતી વિસ્તારમાં ઘૂસણખોરી કરી અને ઉહાપોહ મચાવ્યો હતો. તે લોકો અહીં લગભગ ત્રણ કલાક રોકાયા હતા. પરંતુ ભારતીય પેટ્રોલિંગના આગમન પહેલા ચીની સૈનિકો ત્યાંથી ભાગી ગયા હતા. તેમજ ગલવાન ઘાટીમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે અથડામણ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન સરહદ પર ફરી એકવાર તણાવ વધતો હોય તેમ જણાઇ રહ્યું છે. ચીન સરહદ પર મોટી સંખ્યામાં તેના સૈનિકોને તૈનાત કરી રહ્યું છે, જેના પર ભારતીય સેના પ્રમુખ (Army Chief On Ladakh Row) જનરલ એમએમ નરવાણેએકડક શબ્દોમાં કહ્યું છે કે, અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. અને ભારત ચીનની દરેક ચાલ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4