Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝમણિપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર હુમલો, કમાન્ડિંગ ઓફિસર સહિત અનેક જવાનો શહીદ

મણિપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર હુમલો, કમાન્ડિંગ ઓફિસર સહિત અનેક જવાનો શહીદ

Militant-Attack-In-Manipur
Share Now

મણિપુરથી આસામ રાઈફલ્સના જવાનોના કાફલા પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. જેમાં કમાન્ડિંગ ઓફિસર સહિત અનેક જવાનો શહીદ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કમાન્ડિંગ ઓફિસર તેમની પત્ની અને બાળક સાથે જઈ રહ્યા હતા, તે દરમિયાન આતંકીઓએ હુમલો કર્યો હતો. સેનાના જવાનો આતંકવાદીઓને શોધી રહ્યા છે.

સીએમ બીરેન સિંહે કરી નિંદા 

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે (N Biren Singh) આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે રાજ્ય પોલીસ અને અર્ધલશ્કરી દળો આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. તેમણે કે ટ્વિટ કરતાં લખ્યું છે કે, 46 AR (Militant Attack In Manipur) પરના કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરું છું. જેમાં સીઓ અને તેમના પરિવાર સહિત અનેક લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો:ત્રિપુરા હિંસાની આગ મહારાષ્ટ્ર સુધી પહોંચી, માલેગાંવ-નાંદેડ-અમરાવતીમાં હિંસક ઘટનાઓ બની

રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો 

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને કહ્યું કે, મણિપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પરનો કાયરતાપૂર્ણ હુમલો અત્યંત દુઃખદ અને નિંદનીય છે. દેશે સીઓ અને તેમના પરિવારના બે સભ્યો સહિત 5 સૈનિકો ગુમાવ્યા.

મણિપુરના સિંઘટમાં આતંકવાદી હુમલો

મળતી માહિતી મુજબ, મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના સિંઘતમાં ઘૂસી આવેલા આતંકવાદીઓએ અચાનક કાફલા પર હુમલો કર્યો હતો. કાફલામાં આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર તેમની પત્ની, એક બાળક સાથે હતા અને તેમની સાથે ક્વીક એક્શન ટીમ પણ હાજર હતી.

મણિપુરમાં ઉગ્રવાદીઓની સમસ્યા

તમને જણાવી દઈએ કે મણિપુરમાં આતંકવાદની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે, આ હુમલા પાછળ મણિપુરની પીપલ્સ લિબરેશન આર્મીનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉગ્રવાદની ઘટનાઓમાં ચોક્કસપણે ઘટાડો થયો છે. પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે મોદી સરકાર ત્યાંના આતંકવાદી જૂથો સાથે સતત કરાર કરી રહી છે, સાથે જ અર્ધલશ્કરી દળો પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે.

ઉગ્રવાદી જૂથો સાથે કરાર

કેન્દ્ર સરકારે આસામના પડોશી રાજ્ય મણિપુરના અનેક જૂથો સાથે કરાર કર્યા હતા. સપ્ટેમ્બરમાં, પાંચ જૂથો, પીપલ્સ ડેમોક્રેટિક કાઉન્સિલ ઓફ કાર્બી લોંગરી, કાર્બી લોંગરી એનસી હિલ્સ લિબરેશન ફ્રન્ટ, કાર્બી પીપલ્સ લિબરેશન ટાઈગર, કુકી લિબરેશન ફ્રન્ટ અને યુનાઈટેડ પીપલ્સ લિબરેશન આર્મી સાથે કરાર (Karbi Peace Accord) પર હસ્તાક્ષર કર્યા હતા. આ એવા સંગઠનો છે જે બોડોલેન્ડ જેવા અલગ રાજ્યની માંગ કરી રહ્યા હતા. મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ગયા વર્ષે બોડોલેન્ડ સમજૂતી પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે બાદ સરકારે નાગાલેન્ડના આતંકવાદી જૂથો સાથે પણ સમજૂતી કરી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment