જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ના પટનીટોપમાં એક હેલિકોપ્ટર (Helicopter)ક્રેશ થયુ હોવાના સમાચાર મળ્યા છે. આ ઘટના જિલ્લાના શિવગઢ ધાર વિસ્તારમાં સર્જાય છે. ઉધમપુર રિયાસી રેન્જના ડીઆઇજી (DIG)સુલેમાન ચૌધરીએ કહ્યું કે ઘટનાની જાણકારી મળતા જ પોલીસની એક ટીમ રવાના કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છે. જેના પગલે અહીં હેલીકોપ્ટર ક્રેશ (Crash)થતા નીચે પડ્યુ છે કે પછી ક્રેશ લેન્ડિંગ થયુ છે. પોલીસ ટીમ પહોંચ્યા બાદ જ સમગ્ર જાણકારી સામે આવશે.
Jammu and Kashmir | An Army Aviation Helicopter has force-landed near Patnitop. The two pilots are injured and are being evacuated. Further details are being ascertained: Indian Army
— ANI (@ANI) September 21, 2021
હેલીકોપ્ટર (Helicopter)ક્રેશ થતા રેસ્ક્યુમાં શું સમસ્યા આવી?
એક સીનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે એવુ લાગે છે કે આ આર્મી (Army)નો પાયલટ હતો. અધિકારીએ કહ્યું કે, તપાસ કરનાર અધિકારીઓને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. જોકે ઓછામાં ઓછા એકથી દોઢ કલાક સુધી તેને ઘટનાસ્થળ પર પહોંચવામાં લાગશે. તેઓએ કહ્યું કે વિસ્તારમાં ગાઢ ધુમ્મસના પગલે રેસ્ક્યુ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યોં છે.
આ પણ વાંચો: ચીને લદ્દાખ નજીક હથિયારો કર્યા તૈનાત, ઊંચાઈવાળા વિસ્તારોમાં કરી રહ્યું છે યુદ્ધાભ્યાસ
હેલીકોપ્ટર (Helicopter)ક્રેશને લઇ સેનાએ આપ્યુ મહત્વનું નિવેદન
સેનાએ એક નિવેદનમાં કહ્યું છે કે, સેનાનું એક હેલિકોપ્ટર પટની ટોપમાં ક્રેશ થયુ છે. ઘટનામાં ઘાયલ બંને પાયલોટને નિકાળવામાં આવ્યા છે. આ સાથે સેના તરફથી મીડિયાને પણ અપીલ કરવામાં આવી છે કે ઘાયલ જવાનોના ફોટાનો ઉપયોગ ન કરે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.
હરક્યુલસ વિમાનનું ટ્રાયલ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4