સુરત (Surat)ના ન્યૂ સિટીલાઈટ વિસ્તારમાં 90 લાખની ચોરીના પ્રકરણમાં પોલીસ દ્વારા એક કારીગરની છેલ્લા ત્રણ દિવસથી પૂછપરછ કરવામાં આવી હતી. ફર્નિચરનું કામ કરી રહેલો કારીગર ફ્લેટમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.
સુરત (Surat)માં કારીગર ફાંસી ખાધેલી હાલતમાં મળી આવ્યો
શહેરના ન્યૂ સિટીલાઇટ વિસ્તારમાં 90 લાખની ચોરીના પ્રકરણમાં પોલીસ (Police)એક કારીગરની છેલ્લા 3 દિવસથી પૂછપરછ કરી રહી હતી. તે દરમિયાન ફર્નિચરનું કામ કરી રહેલા આ કારીગર ફ્લેટમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, ભાઈને ચોરીના આરોપસર માર મારી લટકાવીમાં આવ્યો છે. આ તમામ આરોપ કંપનીના માલિક પર લાગતા પોલીસ દોડતી થઈ છે. પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. પરિવારોએ આ સમગ્ર મામલાને લઇને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહનો કબજો લેવાથી પણ મનાઇ ફરમાવી દીધી છે.
આ પણ વાંચો: Vadodara: માતા-પુત્રીના શંકાસ્પદ મોત મામલે થયો ચોંકાવનારો ખુલાસો
Surat ની આ ઘટનાને પગલે પરિજનોએ કરી ન્યાયની માગ
આજે સવારે પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારે અજિતની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પરિવારે વધુમાં જણાવતા કહ્યું હતુ કે, જો તેઓને ન્યાય નહિ મળે તો મૃતદેહ અંતિમ વિધિ માટે નહીં સ્વિકારીએ. પરિવારે આવી ચેતવણી આપતાની સાથે જ પોલીસ દોડતી થઇ ગઇ હતી. પરિવારની માગણી બાદ પોલીસે મૃત્યુનું સાચું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (Postmortem)કરાવવાનો નિર્ણય લઈ આગળની તપાસ હાથ ધરી છે.
આપઘાત કે હત્યા? જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4