Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝવાયુસેનાનું MI-17 હેલીકોપ્ટર ક્રેશ થયું, પાયલટ અને ક્રૂ-મેમ્બર્સ સુરક્ષિત

વાયુસેનાનું MI-17 હેલીકોપ્ટર ક્રેશ થયું, પાયલટ અને ક્રૂ-મેમ્બર્સ સુરક્ષિત

HELICOPTER CRASH
Share Now

ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર ગુરુવારે અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું હતું. ભારતીય વાયુસેના (Indian Air Force)નું Mi-17 હેલિકોપ્ટર (Mi-17 Helicopter) ગુરૂવારે અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના પૂર્વ ક્ષેત્રમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં સવાર 2 પાયલટ અને 3 ક્રુ મેમ્બર તમામ સુરક્ષિત છે.

આ ઘટનામાં તમામ સુરક્ષિત 

સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, Mi-17 હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં 2 પાયલટ અને 3 ક્રૂ મેમ્બર સાથે ક્રેશ થયું છે. જો કે રાહતની વાત એ સામે આવી રહી છે કે, આ ઘટનામાં તમામ સુરક્ષિત છે. આ ઘટના ત્યારે બની જ્યારે હેલિકોપ્ટર એર મેન્ટેનન્સ માટે ઉડી રહ્યું હતું. ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવશે. આ પહેલા ઓક્ટોબરમાં મધ્યપ્રદેશનાં ભીંડ જિલ્લામાં એરફોર્સનું એક પ્લેન ક્રેશ થયું હતું. આ જાણકારી ખુદ ભારતીય વાયુસેનાએ આપી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, “આજે સવારે સેન્ટ્રલ સેક્ટરમાં ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન IAF મિરાજ 2000 એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું હ્યદયસ્પર્શી નિવેદન, “પીડિતાના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ટુંક સમયમાં ન્યાય અપાવીશ”

અગાઉ રણજીત સાગર ડેમ (Ranjit Sagar Dam)ની પાસે પણ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું
ત્યારે ઓગસ્ટ મહિનામાં પણ જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir)ના કઢુઆ (Kathua) જિલ્લામાં સ્થિત રણજીત સાગર ડેમ (Ranjit Sagar Dam)ની પાસે પણ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં પણ બે પાયલટના મોત થયા હતા. જે ડેમની ઉપર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જે પંજાબ (Punjab)ના પઠાણકોટ (Pathankot)થી 30 કિલોમીટર દુર છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment