Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝવિધાનસભાની ચૂંટણીને લઈને ‘આપ’ એક્શનમાં

વિધાનસભાની ચૂંટણીને લઈને ‘આપ’ એક્શનમાં

ARVIND KEJRIWAL
Share Now

વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે તેવામાં આમ આદમી પાર્ટીએ(AAP) તૈયારીઓ આરંભી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(ARVIND KEJRIWAL)આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમનું આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. તેઓ એરપોર્ટથી સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા છે. જ્યાં અગાઉથી પાર્ટીના નેતાઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બેઠક પૂર્ણ થયા બાદ અરવિંદ કેજરીવાલ વલ્લભ સદન ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે. ત્યાર બાદ કેજરીવાલના હસ્તે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહોંચ્યા અમદાવાદ

આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(ARVIND KEJRIWAL)અમદાવાદ આવ્યા છે, ત્યારે તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ પહોંચ્યા છે.સર્કિટ હાઉસ ખાતે અરવિંદ કેજરીવાલે પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ દોઢ વર્ષ બાકી છે અને આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ થવાનો છે . અરવિંદ કેજરીવાલના અમદાવાદ આગમનથી ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. શનિવારે કાગવડ ખોડલધામ મંદિર ખાતે પાટીદારોએ મહત્વની બેઠક યોજી. જે બાદ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે આમ આદમી પાર્ટીના વખાણ કરી આપનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું જણાવતા ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણોના એંધાણ છે.

ARVIND KEJRIWAL

IMAGE CREDIT- AAM ADMI PARTY FACEBOOK

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા યુવાનોમાં ખુબજ લોકપ્રીય છે. અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમા ઈસુદાન ગઢવી અને બીજા આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે. ઈસુદાન ગઢવીના પાર્ટીમાં જોડાવાથી આમ આદમી પાર્ટીને ગ્રામીણ ગુજરાતમાં ઘણો ફાયદો થશે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબુતીથી વિપક્ષ તરીકે ભાજપને ટક્કર આપશે તેવું હાલની પરિસ્થિતિએ લાગી રહ્યું છે.

આ પણ વાંચો:પાટીદાર CM બનાવવાની માંગ સામે અલ્પેશ ઠાકોરનો પડકાર

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા એ પાટીદાર અનામત આંદોલનનો ચેહરો બનીને ઉભરી આવ્યા હતા અને ગુજરાતમાં આપના મોટા ભાગના હોદ્દાઓ પાટીદારો પાસે હોવાને લીધે આમ આદમી પાર્ટી પર એવા આક્ષેપો થઇ રહ્યા છે કે આમ આદમી પાર્ટીએ પટેલોની પાર્ટી છે તેવામાં ઈસુદાનગઢવીના જોડાવાથી આ આક્ષેપો પણ હવે આમ આદમી પાર્ટી પર નહીં થઈ શકે અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવશે તેવું લાગી રહ્યું છે. પરંતુ એક બાજુ એવી પણ સવાલ રહ્યા છે કે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા એ બે મોટી સેલિબ્રિટી એક પાર્ટીમાં ભેગી થશે તો એકબીજાના અહમ ઘવાયા વગર કઈ રીતે સાથે રહીને કામ કઈ રીતે કરી શકશે? કે પછી ઈસુદાન ગઢવીના આવવાથી પાર્ટીના મુખ્ય હોદ્દાઓ જ્યાં મોટેભાગે પટેલો છે તેઓની વચ્ચે આંતરિક ઘર્ષણ થાય છે? કેમ કે હાલ ગુજરાતમાં કોઈ મજબૂત ઓબીસી(OBC) નેતા નથી તેવામાં જો ઈસુદાન ગઢવી પાર્ટીમાં આવે તો પાર્ટીમાં આંતરિક બે મોટી સેલિબ્રિટીઓના અહમને લઈને આંતરિક જૂથવાદ અને ઘર્ષણ થવાની પુરી સંભાવના છે.

જુઓ આ વિડીયો: AAP કાર્યાલયના ઉદ્ઘાટનની તૈયારીઓ

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment