પંજાબમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. એક અતરફ અમરિંદરની દિલ્હીની મુલાકાતે છે તો બીજી તરફ સિંધુના રાજીનામાં બાદ આજે મુખ્યમંત્રીને મળશે એટલે કહી શકાય કે કોંગ્રેસમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. એવા સમયે આગામી વર્ષે પંજાબમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અત્યારથી કમર કસી રહી છે અને તે હેઠળ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના પ્રવાસે છે. લુધિયાણામાં સીએમ કેજરીવાલે પંજાબની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું અને રાજ્યની જનતાને 6 મોટા વચન આપ્યા.
અરવિંદ કેજરીવાલે જનતાને આપ્યા 6 મોટા વચન
1. પંજાબના દરેક વ્યક્તિને મફત અને સારી સારવાર
2. સારી દવાઓ, સારા ટેસ્ટ અને ઓપરેશન મફતમાં થશે
3. પંજાબના દરેક વ્યક્તિને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. જે હેઠળ તમામ જાણકારીઓ હશે અને તેણે દરેક જગ્યાએ પોતાનો રિપોર્ટ લઈને ફરવાની જરૂર નહીં પડે.
4. પંજાબના દરેક પિંડમાં મોહલ્લા ક્લિનિક એટલે કે પિંડ ક્લિનિક ખોલવામાં આવશે. રાજ્યમાં 16 હજાર પિંડ ક્લિનિક ખોલવામાં આવશે.
5. તમામ સરકારી હોસ્પિટલોને ઠીક કરાશે. જ્યાં પ્રાઈવેટ હોસ્પિટલોની જેમ સારવાર અપાશે.
6. રોડ અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિની સારવારનો ખર્ચો સરકાર ઉઠાવશે.
अगर पंजाब में हमारी सरकार बनी तो हम 300 यूनिट बिजली मुफ्त करेंगे, हमनें ये दिल्ली में करके दिखाया है। हम 24 घंटे बिजली देंगे, दिल्ली में करके दिखाया है: दिल्ली CM अरविंद केजरीवाल, लुधियाना में pic.twitter.com/3bWjqsHawl
— ANI_HindiNews (@AHindinews) September 30, 2021
સીએમ ચહેરા વિશે કેજરીવાલે કહ્યું- સમય આવશે ત્યારે કહીશું
પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ફરી ચન્ની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, અમે બળવાખોર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. જ્યારે બેરોજગારી મુદ્દે તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં બેરોજગારી ખતમ થઈ ગઈ છે, એવું કહેવું ખોટું છે. અમે કોરોના પછી એપના માધ્યમથી 10 લાખ નોકરી આપી છે. નવજોત સિદ્ધુના આમ આદમી પાર્ટીમાં સામેલ થવાના સવાલ પર અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, આ કાલ્પનિક સવાલ છે. જો આવું કઈ હશે તો સૌથી પહેલાં મીડિયાને જાણ કરવામાં આવશે.
આ પણ વાંચો : Punjab Politics : શાહ બાદ NSA અજીત ડોભાલ સાથે કેપ્ટન અમરિન્દર સિંહે કરી મુલાકાત
પંજાબમાં ચૂંટણીને માત્ર 5 મહિના બાકી
ઉલ્લેખનીય છે કે પંજાબમાં વિધાનસભા ચૂંટણીના ફક્ત પાંચ મહિના બાકી છે. ત્યારે આવા સમયે કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપવાની ફરજ પડી હતી. જેને લઈને તેઓ ઘણા નારાજ છે.સાથેજ ભાજપને પણ પંજાબમાં નવા ચહેરાની જરૂર છે. ઉપરાંત કેપ્ટન અમરિંદર સિંહ પણ પંજાબમાં લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યા છે. જેથી આવા માહોલમાં ભાજપ કેપ્ટન સાથે મળીને મોટો દાવ રમી શકે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt