Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝPunjab:અરવિંદ કેજરીવાલે કર્યો દાવો, કહ્યું-કોંગ્રેસના 25 ધારાસભ્યો અમારા સંપર્કમાં

Punjab:અરવિંદ કેજરીવાલે કર્યો દાવો, કહ્યું-કોંગ્રેસના 25 ધારાસભ્યો અમારા સંપર્કમાં

Arvind-Kejriwal-In-Punjab
Share Now

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ દિવસોમાં પંજાબના પ્રવાસે છે. જ્યાંથી તેમની રિક્ષા ચાલકના ઘરે ભોજન લેવાથી લઈને રિક્ષામાં મુસાફરી કરવા સુધીની તસવીરો સામે આવી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને ઈશારામાં નકલી કેજરીવાલ ગણાવનાર અરવિંદ કેજરીવાલે મોટો દાવો કર્યો છે. તેમના દાવા બાદ પંજાબ કોંગ્રેસમાં હલચલ મચી શકે છે.

આ ગંદી રાજનીતિ છે, અમે તેમાં પડવા માંગતા નથી.

અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અમે કોંગ્રેસનો કચરો ઉઠાવવા માંગતા નથી, કોંગ્રેસના ઘણા નેતાઓ અમારા સંપર્કમાં છે. તેમણે દાવો કર્યો કે જો તેઓ આ નેતાઓને સામેલ કરવાનું શરૂ કરે તો સાંજ સુધીમાં તેમની પાર્ટીમાં કોંગ્રેસના 25 ધારાસભ્યો થઈ જશે. આ સિવાય બે-ત્રણ સાંસદો પણ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાશે. તેમણે કહ્યું કે આ ગંદી રાજનીતિ છે. અમે તેમાં પડવા માંગતા નથી.

આ પણ વાંચો:CM યોગીએ ઓવૈસીને ગણાવ્યા સપાના એજન્ટ, ચેતવણી આપતા કહ્યું….

સીએમ ઉમેદવાર જાહેર કરવાને લઈને આપ્યો જવાબ 

નવજોત સિંહ સિદ્ધુ વિશે સવાલ પૂછવામાં આવતા સીએમ કેજરીવાળે હસીને સવાલને ટાળ્યો હતો, જ્યારે સીએમના ચહેરા પર તેમણે કહ્યું કે કોઈ પણ પાર્ટી સીએમ ઉમેદવાર જાહેર કરે છે અથવા નથી કરતી. ગઈ વખત કોંગ્રેસે એક સપ્તાહ પહેલા મુખ્યમંત્રી પદના ઉમેદવાર કેપ્ટન સાહેબને જાહેર કર્યા હતા. કોંગ્રેસે હજુ સુધી પંજાબમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા નથી, તો ઉત્તર પ્રદેશમાં ભાજપે હજુ સુધી જાહેર કર્યું નથી.  પરંતુ સૌથી પહેલા હું મારા સીએમ ઉમેદવારની જાહેરાત કરીશ.

‘નેતાઓને જે સુવિધા મફતમાં મળે છે તે હું જનતાને પણ આપીશ’

 મુખ્યમંત્રી અને મંત્રીઓને મફત વીજળી મળે છે પણ લોકોને મફત મળે તો બધા સવાલો ઉઠાવવા લાગે છે. મંત્રીઓને ચાર હજાર યુનિટ વીજળી મફતમાં મળે છે, હું 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપું છું. મેં નક્કી કર્યું છે કે મંત્રીઓને જે પણ ચીજવસ્તુઓ મફતમાં મળશે તે તમામ ચીજવસ્તુઓ હું લોકોને અપાવીશ.

શિક્ષકોની તમામ માંગણીઓ પૂરી કરીશુંઃ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો પંજાબમાં અમારી સરકાર બનશે તો સૌથી પહેલા અમે કોન્ટ્રાક્ટ પર કામ કરતા તમામ શિક્ષકોને કાયમી કરીશું. અમે ચન્ની સાહેબને અપીલ કરીએ છીએ કે તમે આ શિક્ષકોની માંગણી પૂરી કરો. જો તમે તેમની માંગણીઓ નહીં સ્વીકારો તો અમારી સરકાર આવશે ત્યારે અમે તેમની તમામ માંગણીઓ પૂરી કરીશું.

ઉલ્લેખનીય છે કે, પંજાબમાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો પંજાબમાં ઉતારશે. ત્યારે ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે દિલ્હીના સીએમ પંજાબના પ્રવાસે છે.  

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment