Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeએન્ટરટેઈન્મેન્ટAryan In Court: ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનને આજે જામીન મળશે કે નહીં?

Aryan In Court: ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનને આજે જામીન મળશે કે નહીં?

Aryan In Court
Share Now

ડ્રગ્સ કેસમાં ફંસાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને આજે ફરી એકવાર કોર્ટમાં (Aryan In Court) હાજર કર્યો છે. ડ્રગ્સ વિવાદમાં આજે ફરીથી સુનાવણી થઈ રહી છે. સુનાવણી દરમિયાન NCB દ્વારા આરોપીઓને 11 ઓક્ટોબર સુધી કસ્ટડીની માંગણી કરી હતી. NCB એ જણાવ્યુ છે કે, ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અત્યારસુધીમાં 18 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

શાહરુખ ખાનના દીકરા ખાનની કિસ્મતનો નિર્ણય આજે મુંબઈના મજિસ્ટ્રેટ કરવાના છે. આર્યન ખાન છેલ્લા 7 દિવસોમાં એનસીબીની ધરપકડમાં છે. આજે આર્યન ખાનને જામીન માટેની સુનાવણી મુંબઈના કોર્ટમાં થવાની છે. આ પરિસ્થિતિમાં જામીન મળશે કે જેલ એ સમયે ખ્યાલ આવી જશે.

આર્યનને જો આજે  જામીન ના મળે તો !

એનસીબીના અધિકારી કોર્ટના ઓર્ડરની રાહ જુએ છે. જો આર્યન ખાન અને અન્ય 8 આરોપીઓના જામીનની અરજીની અવગણના થઈ તો તેમને ઓર્થર રોડ જેલ લઈ જવામાં આવશે. મહિલાઓને બાયકુલા જેલ લઈ જવામાં આવશે. બધા જ આરોપિઓનો કોરોના ટેસ્ટ થઈ ગયો છે અને નેગેટિવ આવ્યો છે.

Aryan In Court

NCB એ કહ્યું છે કે, વિવાદમાં અચિત કુમારની ધરપકડ આર્યનના નામ લીધા બાદ થઈ હતી. અરબાઝ મર્ચન્ટે પણ તેનું નામ લીધુ હતુ. કહેવામાં આવ્યુ છે કે, એજન્સીને આ તથ્યોની તપાસ કરવા માટે સમયની જરૂર છે. એનસીબીએ અચિત કુમારની પણ 11 ઓક્ટોબર સુધીની કસ્ટડીની માંગણી કરી છે.

4 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં આર્યનને જામીન મળ્યા નહોતા. તેને 7 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં રાખવાનો નિર્ણય લીધો હતો. આર્યનના વકીલ સતીશ માનશિંદે એ આજે એકવાર ફરી જામીન અપાવવા માટે પ્રયત્ન કરશે. આજની સુનાવણીમાં શાહરુખના દીકરા આર્યનને જામીન મળે છે કે નહીં તેના પર બધાની નજર છે.

Aryan In Court – પ્રથમ સુનાવણી સમયે

આર્યનના વકીલે કહ્યું હતું કે, તેમના ક્લાયન્ટનો કેસ જામીનપાત્ર (Aryan In Court) છે. તે રવિવાર હોવાને કારણે જામીન અરજી દાખલ કરી શકે તેમ નથી. વધુમાં વકીલે જણાવ્યું હતુ કે, આયોજકોએ આર્યનને બોલાવ્યો હતો. ક્રૂઝ (Cruise)ની ટિકિટ પણ તેની પાસે નહોતી અને તેની પાસેથી કંઈ જ મળ્યું નથી. તેના મોબાઈલની તપાસ થઈ ચૂકી છે.

જણાવી દઈએ કે કીંગ ખાનના પુત્ર આર્યન ખાન પર NDPC 8 C, 20 B, 27 તથા 35 લગાવવામાં આવી છે, જેમાં ડ્રગ્સ લેવું, જાણી જોઈને ડ્રગ્સ લેવું તથા ખરીદી કરવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. પરંતુ આ તમામ વચ્ચે કીંગ ખાનના પુત્ર આર્યને ડ્રગ્સ ખરીદ્યુ હોવાના વાતનો ઇનકાર કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, ગઇકાલે રવિવારે મુંબઇ (Mumbai)માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ એક ક્રુઝ પર અચાનક દરોડા (Raid)પાડ્યા હતા. આ દરોડામાં કિંગ ખાનના પુત્રનું નામ સામે આવ્યુ હતુ. જણાવી દઇએ કે તે સમયે ક્રુઝ પર પાર્ટી ચાલી રહી હતી, જેમાંથી કેટલાક પ્રવાસીઓ પાસેથી ડ્રગ્સ (Drugs Party ) મળી આવ્યા હતા.

આ પણ વાંચોઃ- NCB ના અધિકારી સમીર વાનખેડે વિશે જાણો.. જેમણે શાહરુખ ખાનના દીકરાની કરી ધરપકડ

એનસીબી (NCB)ની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આર્યન લગભગ 4 વર્ષથી ડ્રગ્સ (Drug case)નું સેવન કરે છે. આર્યન ભારતની બહાર યુકે-દુબઈ અથવા અન્ય દેશોમાં પણ ડ્રગ્સનું સેવન કરે છે. આર્યન અને અરબાઝ લગભગ 15 વર્ષથી મિત્રો છે. આર્યન ફિલ્મ નિર્માણ સાથે પણ જોડાયેલો છે.

NCBને પાર્ટીમાંથી શું મળ્યુ હતુ?

આ પહેલા એનસીબીએ ક્રુઝ (Cruise)માં પાડેલા દરોડા દરમિયાન ડ્રગ્સને લઇને એક નિવેદન આપ્યુ હતું. NCB એ ટીપના આધારે ક્રૂઝ પર કાર્યવાહી કરી હતી. એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપી પાસેથી 13 ગ્રામ કોકીન, 5 ગ્રામ MD, 21 ગ્રામ ચરસ, એમડીએમએની ગોળીઓ અને 1.33 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.

આર્યન ડ્રગ પેડલર્સના સંપર્કમાં છે

એનસીબીએ આ કેસમાં આર્યન, અરબાઝ મર્ચન્ટ અને અન્ય આરોપીઓના ફોન જપ્ત કરી અને તમામ મેસેજની તપાસ કરી હતી. આ તકે તપાસમાં બહાર આવ્યું હતુ કે, આર્યન ઘણા ડ્રગ પેડલર્સ અને ડ્રગ સપ્લાયર્સના સંપર્કમાં હતો. તે પુરાવાના આધારે, એનસીબીએ આર્યન અને અરબાઝ બંનેને રૂબરૂ બેસાડી અને કેટલાક સવાલો કર્યાં હતા.

આર્યને (Aryan)શું સ્પષ્ટતા કરી

એનસીબીની કસ્ટડી (Aryan In Court)માં આર્યને ક્રૂઝમાં પોતાની હાજરીને લઇને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, તેને ક્રુઝમાં ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેણે તેના માટે કોઈ પૈસા લીધા નહતા. આર્યને એવો પણ દાવો કર્યો હતો કે, તે પાર્ટી (Party)માં તેના નામે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment