શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની (Aryan Khan Bail) જામીન એકવાર ફરીથી ટળી ગી છે. બુધવારે 13 ઓક્ટોબરે સેશન્સ કોર્ટમાં સુનાવણીમાં આર્યનને જામીન ના મળ્યા. આર્યનને હજુ એક રાત જેલમાં વિતાવી પડશે. કોર્ટમાં આર્યનના વકીલ અને એનસીબીના વચ્ચે લાંબી દલીલો બાદ આર્યનની જામીન અરજી પર કોર્ટે બીજા દિવસ માટે સ્થગિત કરી દીધી છે.
Aryan Khan Bail
જામીનની આ સુનાવણી સેશન્સ કોર્ટમાં લગભગ ત્રણ વાગ્યે શરુ થઈ હતી. ત્યારબાદ આર્યનની જામીન પર એનસીબી અને આર્યનના વકીલે દલીલો રજૂ કરી હતી. આ સુનાવરણી સાંજે લગભગ 5:45 સુધી ચાલી હતી. આર્યન ખાનને જે જેલમાં રાખ્યો છે તે ઓર્થર રોડ જેલ સાંજે 5:30 વાગ્યે બંધ થઈ જાય છે. જેલના બંધ થવાથી જામીન જાહેર જ ના થઈ શકી. હવે આર્યન ખાનની જામીન કોર્ટમાં 14 ઓક્ટોબર એટલે કે ગુરુવારે નિર્ણય સંભળાવશે.
એનસીબીની દલીલ
એનસીબીએ આર્યનની(Aryan Khan Bail) જામીન અરજી પર જવાબ આપ્યા બાદ રિમાન્ડમાં કહ્યુ કે આ કેસમાં એક આરોપીની ભૂમિકાને અન્યના માધ્યમથી સમજી શકાશે નહીં. આર્યનની પાસે ડ્રગ્સ ના મળ્યા હોય પણ તે પેડલરના સંપર્કમાં હતો. જે મોટું ષડયંત્ર છે. જેની તપાસ થવી જરૂરી છે. આર્યન ખાન પર કોન્ટ્રાબેન્ડ ખરીદવાનો આરોપ લાગ્યો હતો અને આ કોન્ટ્રાબેન્ડ અરબાઝ મર્ચન્ટની પાસેથી મળ્યુ હતુ. વિદેશોમાં ડ્રગ્સની લેવડ-દેવડને લઈને એનસીબીની તપાસ હજુ ચાલુ છે.
આર્યનના વકલીનો પક્ષ
આર્યન ખાનના વકીલે કોર્ટમાં પોતાની વાત મૂકતા એ સાફ કહ્યુ કે, આર્યન ખાનની પાસે કોઈ પણ પ્રકારના ડ્રગ્સ મળ્યા નથી. તેમન પાસે કેસ પણ જપ્ત થયા નથી. આર્યન ખાન, મુનમુન ધમેચાને પણ જાણતો નથી. એનસીબીએ ત્રણેયને ક્રૂઝ પરથી અરેસ્ટ કરતા એક સાથે હાજર કર્યા છે. પણ આર્યન ખાનનું મુનમુન ધમેચા સાથે કોઈ કનેક્શન નથી.
ડ્રગ્સ કેસમાં ફંસાયેલો આર્યન ખાન અત્યારે ઓર્થર રોડ જેલમાં છે. તેના જામીન વિશે વકીલ છેલ્લા ઘણા દિવસોથી પ્રયત્નો કરી રહ્યાં છે. પણ દર વખતે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો કંઈક ને કંઈક પેંચ ફંસાવી દે છે. 11 ઓક્ટોબરે પણ સેશન્સ કોર્ટમાં આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી.
આ પણ વાંચોઃ- કિંગ ખાન પર અખિલ કાત્યાલની કવિતા વાયરલ થઈ, ફિલ્મી દુનિયાની ટોપ 10 ખબરો
આર્યનનો કેસ હવે માનશિંદે નહીં લડે
આર્યન ખાનનો કેસ હજુ સુધી સતીશ માનશિંદે લડી રહ્યાં હતા, પણ હવે શાહરુખ ખાનના સીનિયર એડવોકેટ અમિત દેસાઈને કેસ માટે હાયર કરી લીધા છે. અમિત દેસાઈ 11 ઓક્ટોબરે પણ સતીશ માનશિંદેની સાથે સેશન કોર્ટમાં જોવા મળ્યા હતા. તે આર્યનની જામીન માટે પહોંચ્યા હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4