Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટAryan Bail: શાહરૂખ ખાનને મોટો ઝટકો, કોર્ટે આર્યન ખાન સહિત ત્રણેય આરોપીઓની જામીન અરજી ફગાવી

Aryan Bail: શાહરૂખ ખાનને મોટો ઝટકો, કોર્ટે આર્યન ખાન સહિત ત્રણેય આરોપીઓની જામીન અરજી ફગાવી

Aryan Bail
Share Now

આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે ડ્રગ્સ કેસમાં પોતાનો નિર્ણય સંભળાવતા શાહરુખના દીકરનાની જામીન અરજી ફગાવી દીધી છે. આર્યન ખાન સહિત અન્ય બે આરોપીઓ અરબાઝ અને મુનમુન ધમેચાની જામીન અરજી ફગાવી દીધી છે. હજુ પણ તેને આર્થર રોડ જેલમાં જ રહેવુ પડશે.

Aryan Bail

મુંબઈના ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યનની જામીન અરજી છેલ્લા કેટલાક દિવસોથી ટાળવામાં આવી રહી હતી. 14 ઓક્ટોબરે સેશન્સ કોર્ટમાં જજના વકીલોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે આર્યનના કેસની સુનાવણી દરમિયાન ફરી તેની અરજીને ફગાવી દેવામાં આવી છે. આર્યનના વકીલ હાઈકોર્ટમાં અપીલ કરશે. 

એનડીપીએસની વિશેષ કોર્ટ બુધવારે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર નિર્ણય સંભળાવશે. આર્યન ખાન આર્થર રોડ જેલમાં (Aryan Bail) છે. 14 ઓક્ટોબરની સુનાવણી બાદ ન્યાયાધીશ વીવી પાટીલે જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો.

કોર્ટે પહોંચ્યા આર્યન ખાનના વકીલ

આર્યન ખાનનું કેસ હેન્ડલ કરી રહેલા જૂનિયર વકીલ સ્પેશલ NDPS કોર્ટ પહોંચ્યા હતા. સીનિયર વકીલ અમિત દેસાઈ આર્યન ખાનનું કેસ લડશે. અમિત દેસાઈ પણ કોર્ટમાં પહોંચી ગયા છે. જજ વીવી પાટિલ આર્યનની જામીન અરજી પર નિર્ણય લેશે.

આર્યન ખાનની આ એક્ટ્ર્રેસ સાથે થયેલી વાતચીત

સૂત્રો અનુસાર, ક્રૂઝ પાર્ટી કેસમાં આર્યન ખાનની સાથે બોલિવૂડની રાઈસિંગ એક્ટ્રેસની ચેટ પણ એનસીબીને મળી છે. ચેટ્સમાં નશા વિશેની વાતચીત ચાલી રહી હતી. કોર્ટમાં દલીલ દરમિયાન એનસીબીની ટીમે આરોપિઓની જે ચેટ્સ કોર્ટમાં સોંપી છે તેમાં આર્યનની સાથે આ એક્ટ્રેસની ચેટ્સ પણ સામેલ છે. તે ઉપરાંત આર્યનની કેટલાક ડ્રગ પેડલર સાથેની ચેટ્સ પણ કોર્ટમાં સોંપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ- Yuvika Chaudhary ની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment