Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / July 1.
Homeએન્ટરટેઈન્મેન્ટAryan Khan ની સાથે જેની તસવીર વાઈરલ થઈ હતી, જાણો તે કોણ છે?

Aryan Khan ની સાથે જેની તસવીર વાઈરલ થઈ હતી, જાણો તે કોણ છે?

Aryan Khan
Share Now

મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાં (Cruise Rave Party) શનિવારની રાત્રે આર્યન ખાન (Aryan Khan) સહિત અન્ય 9 લોકો માટે કાળની રાત સમાન રહી હતી. શિપમાં ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમે દરોડા કર્યા હતા અને ડ્રગ્સ પાર્ટીનો ભાંડો ફોડ્યો હતો. આર્યન સહિત 9 આરોપીઓને એનસીબીએ ધરપકડ કરી હતી.

Aryan Khan Drug Case

ડ્રગ્સ રિલિટેડ કેસમાં આર્યન ખાનની ધરપકડ થયા બાદની આ પ્રથમ તસવીર છે. લોકોને લાગ્યુ કે, NCBની ઓફિસમાં બેસેલા આર્યન ખાનની તસવીર છે. ઈન્ડિયા ટુડેની રિપોર્ટ અનુસાર, આ તસવીર રેડના તુરંત બાદ લેવામાં આવી હતી. ક્રૂઝ શિપ ટર્મિનલ પર લેવામાં આવી હતી.

Aryan Khan ની સાથે સેલ્ફીમાં કોણ છે?

તમે અને હું આપણે બધા એ જ વિચારી રહ્યાં હતા કે, આર્યન ખાનની બાજુમાં જે સેલ્ફી ક્લિક કરી રહ્યો છે તે કોણ છે? જ્યાં NCB રેડ કરી રહી છે, ત્યાં આ વ્યક્તિ સેલ્ફી કેવી રીતે લઈ રહ્યો છે. લોકોને લાગ્યુ કે NCBનો કોઈ મોટો ઓફિસર હશે. NCB એ એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે તેમાં ક્લિયર કર્યું છે કે, આ વ્યક્તિ સાથે NCB ને કોઈ લેવા દેવા નથી.

હવે આ મોટી મૂંઝવણ ઊભી થઈ છે. જો આ વ્યક્તિ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોનો વ્યક્તિ નથી તો રેડ દરમિયાન આર્યન ખાન જોડે કેવી રીતે પહોંચ્યો! કેવી સુરક્ષા વ્યવસ્થા છે! આ તસવીરના બહાર આવ્યા બાદ ઘણા સવાલ ઊઠી રહ્યા હતા, જે વિશે કોઈની પાસે જવાબ નહોતા.

આ પણ વાંચોઃ- 7 ઓક્ટોબર સુધી NCBના સકંજામાં રહેશે આર્યન ખાન, કોર્ટે જામીન અરજી નકારી

કોણ છે Manish Bhanushali?

સમય જતા જતા સવાલએ મોટુ સ્વરૂપ ધારણ કરી લીધું. હવે આ બાબતમાં થોડી સપષ્ટતા થઈ રહી છે. NCB નેતા નવાબ મલિકે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં તેમણે આ કેસ સાથે સંકળાયેલા તમામ પાસાઓ પર વાત કરી છે. ખાસ કરીને એ લોકોની વાત કરી જે ડ્રગ્સ કેસમાં ઘરપકડ કર્યા બાદ આરોપિઓની સાથે સતત જોવા મળી રહ્યાં છે. મનીષ ભાનુશાળી એક એવું નામ છે.

મનીષ, અરબાઝ મર્ચન્ટને પકડીને NCB ઓફિસે લઈ જતા વીડિયોમાં કેદ થઈ ગયો છે. સૂત્રો અનુસાર, આ એક બીજેપી ઉપાધ્યક્ષ છે. મનીષે પોતે આ ઈન્ડિયા ટુડે સાથે વાતચીત કરતા જણાવ્યુ છે, તે ફક્ત કાર્યકર્તા છે અને તેની જ માહિતીની આધારે NCB એ ક્રૂઝ શિપ પર રેડ કરી હતી. મનીષનું અરબાઝ મર્ચન્ટનો હાથ પકડેલો વાઈરલ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

કોણ છે Kiran Gosavi?

હવે વાત કરીએ આ તસવીરની જે ઘણી વાઈરલ થઈ હતી. આ તસવીરમાં આર્યન (Aryan Khan) ની સાથે જોવા મળેલા વ્યક્તિનું નામ કિરણ ગોસાવી જણાવવામાં આવે છે. NCP નેતાઓ અનુસાર, આ એક પ્રાઈવેટ ડિટેક્ટિવ છે. 2018માં ગોસાવીના વિરુદ્ધ પૂણેમાં એક કૌભાંડનો કેસ દાખલ થયેલો છે. આ વ્યક્તિ KPG Dreams Solutions નામની એક કંપની ચલાવતો હતો. ઉલ્લેખનિય છે કે, તેની કંપની લોકોને વિદેશમાં નોકરી અપાવવાની બાબતે લોકોને ભરમાવતી હતી.

ઉલ્લેખનિય છે કે, કિરણ ગોસાવીનું આ કૌભાંડ ત્યારે સામે આવ્યુ, જ્યારે તેની કંપનીએ એક છોકરાને મલેશિયાની એક હોટલમાં નોકરી અપવવાનો વાયદો કર્યો. છોકરા પાસેથી 3.09 લાખ રૂપિયા લીધા હતા, તે છોકરો જ્યારે મેલશિયા પહોંચ્યો, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની સાથે ફ્રોડ થયુ છે. ત્યારબાદ એ છોકરાએ ગોસાવીના વિરુદ્ધ પૂણેના એક વ્યક્તિ સ્ટેશનમાં અરજી કરી હતી. જે વ્યક્તિના વિરુદ્ધ ફ્રોડનો કેસ દાખલ છે. એ કિરણ ગોસાવીને NCB એ આ કેસમાં વિટનેસ ગણાવ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment