Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeએન્ટરટેઈન્મેન્ટડ્રગ્સ કેસ : “આર્યન ખાનને કિડનેપ કરવામાં આવ્યો હતો” નવાબ મલિકનો મોટો ખુલાસો

ડ્રગ્સ કેસ : “આર્યન ખાનને કિડનેપ કરવામાં આવ્યો હતો” નવાબ મલિકનો મોટો ખુલાસો

aryan khan drugs case
Share Now

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં રાજ્યના મંત્રી અને NCP નેતા નવાબ માલિકે ફરી કેટલાક નવા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. દરરોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આર્યન ખાનનો આખો કેસ કિડનેપીંગ અને ખંડણીનો મામલો છે અને તેનો માસ્ટરમાઇન્ડ મોહિત કંબોજ છે. મલિકે દાવો કર્યો હતો કે આ ખંડણીમાં મોહિત કંબોજ સાથે એનસીબી અધિકારી સમીર વાનખેડે તેનો પાર્ટનર છે.

આર્યન ખાને ટિકિટ ન્હોતી ખરીદી, આ અપહરણ અને ખંડણીનો મામલો

આર્યન ખાને ક્રુઝ પાર્ટી માટે ટિકિટ ખરીદી ન હતી. પ્રતિક ગાબા અને અમીર ફર્નિચરવાલા જ તેને ત્યાં લઈ આવ્યા હતા. આ અપહરણ અને ખંડણીનો મામલો છે. મોહિત કંબોજ ખંડણી માંગવામાં માસ્ટરમાઇન્ડ અને સમીર વાનખેડેનો ભાગીદાર છે એવું NCP નેતા નવાબ મલિકે જણાવ્યું હતું. નવાબ મલિકે કહ્યું હતું કે મોહિત કંબોજ 1100 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં આરોપી છે અને તે પહેલા કોંગ્રેસના નેતાઓની પાછળ હતો અને હવે ભાજપની નજીકનો માણસ બની ગયો છે. મોહિત કંબોજ દ્વારા શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમાં સુનીલ પાટીલ નામની વ્યક્તિ આ કેસનો માસ્ટર માઈન્ડ હોવાનું જણાવવામાં આવ્યું હતું. મોહિતે પાટિલને એનસીપી નેતા ગણાવ્યા હતા.

આ પણ વાંચો : ડ્રગ્સ કેસ : નવાબ મલિક પર સમીર વાનખેડેના પિતાએ નામ, ચરિત્ર, પ્રતિષ્ઠાને ક્ષતિ પહોંચાડવાનો લગાવ્યો આરોપ

સમીર વાનખેડે પર ગંભીર આરોપ

નવાબ મલિકે NCB અધિકારી સમીર વાનખેડે પર ફરી આરોપ લગાવ્યો હતો કે વાનખેડે દ્વારા જ એક ખેલ રચવામાં આવ્યો છે જેમાં ડ્રગ્સનો ધંધો ચાલે છે. ડ્રગ માફિયાને સંરક્ષણ આપવામાં આવે છે અને તેની વસૂલી કરવામાં આવે છે.

ફિલ્મ જગતના લોકોને ડરાવવામાં આવે છે

નવાબે કહ્યું હતું કે આ રીતે ચાલતા ખેલમાં ફિલ્મસ્ટાર્સ પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવે છે. તેઓને ડરાવવામાં આવે છે.

ભાજપના નેતાએ કર્યો છે 100 કરોડનો માનહાનિનો કેસ

ધ્યાનદેવ પહેલા ભાજપના નેતા મોહિત કંબોજે નવાબ મલિક પર 100 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે. નવાબ મલિક સતત બીજેપી નેતા મોહિત કંબોજ અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવી રહ્યાં હતા. પછીથી કંબોજે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને હાઈકોર્ટમાં નવાબ મલિક પર 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment