રાજ્ય ચૂંટણી આયોગ,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા 19 ડિસેમ્બર 2021ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ યોજાશે. જેમાં ચૂંટણીમાં ઉમેદવારો માટે આદર્શ આચાર સંહિતા તા.22 નવેમ્બર 2021 થી ગ્રામ પંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં અમલી બની છે. અરવલ્લી (Aravalli)જીલ્લામાં આગામી ચૂંટણી મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં યોજાય તે રીતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે.
Aravalli માં જિલ્લા અધિકારીઓ દ્વારા યોજાઇ પક્ષકાર પરિષદ
જે અંતર્ગત અરવલ્લી મોડાસાના સર્કિટ હાઉસ ખાતે જીલ્લા કલેકટર ર્ડો.નરેન્દ્રકુમાર મીના તથા જીલ્લા અધિક નિવાસી કલેકટર પ્રદીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ પૂર્વે હાથ ધરાયેલી વિગતો આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી
કલેક્ટરનું શું કહેવુ છે?
પત્રકાર પરિષદને સંબોધતા જીલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ૨૨ નવેમ્બરથી ચૂંટણીની જાહેરાત કરાઈ છે. જે અંતર્ગત મીડિયાના માધ્યમથી ચૂંટણી લગતા સમચારો લોકો સુધી તેમજ અમારા સુધી પહોંચાડવામાં આપ સૌનો અમૂલ્ય ફાળો રહેલો છે. ચૂંટણી દરમિયાન અનેક બાબતો તંત્રના ધ્યાને આવતી નથી તેને ઉજાગર કરી અમારા સુધી પહોચાડવામાં આવે જેનાથી અમે પણ લોકોની સમસ્યાઓ નિરાકરણ લાવવા માટે અસરકારક પગલા લઇ શકીએ અને દરેક મુદ્દાઓનું અમે સમયસર નિરાકરણ લાવી શકીએ.
તેમણે વધુમાં કહ્યું કે, આપણે સૌ ભેગા મળીને કામ કરીએ. સરકારની કોરોના ગાઈડલાઈન (Corona guideline)નું પાલન કરીએ અને પ્રજાને પાલન કરાવીએ. તેમજ કોરોનાની રસી (vaccine)ન લીધી હોય તેમજ તમારી આજુબાજુ ન લીધેલ લોકોને રસી લેવા માટે અનુરોધ કર્યો. રાજ્ય સરકારે ઓમીક્રોન (Omicron)વાયરસને લઈને ઘણી સજ્જતા દાખવી પગલા લઇ રહી છે.
જિલ્લાના 6 તાલુકામાં ચૂંટણી યોજાશે
જેમાં અરવલ્લી જીલ્લામાં 6 તાલુકામાં 230 ગ્રામ પંચાયતમાં સરપંચની 201 બેઠકો તથા વોર્ડના સભ્યોની 1783 પર ચૂંટણી યોજાશે. જેમાં જીલ્લાના બાયડના ચોયલા ખાતે ગ્રામ પંચાયતની ૧ બેઠક પર મધ્યસત્ર ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીમાં 68 અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. જીલ્લામાં 631 મતદાન મથકો પર સામાન્ય ચૂંટણી, જયારે 57 મથકો પર પેટા ચૂંટણી તથા 6 મથકો પર મધ્યસત્રની ચૂંટણી મળી કુલ 694 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે.
જેમાં ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓમાં જીલ્લાના 2,39,365 પુરુષો, 2,29,026 સ્ત્રીઓ તથા અન્ય 6 મળી કુલ 4,68,397 મતદારો મતદાન કરશે. ચૂંટણી માટે 1430 મત પેટીની સંખ્યા ફાળવવામાં આવી છે. ચૂંટણીમાં તમામ તાલુકા મળીને કુલ ૩૯૧૪ સ્ટાફની ફળવાની કરાઈ છે. જેમાં 755 પ્રમુખ અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાં 15 જેટલા ઝોનલ અધિકારીઓને શાંતિથી પૂર્ણ થાય તે અનુસાર નિમવામાં આવ્યા છે.
આ પણ વાંચો: બુટલેગર બન્યા બેફામ: મોડાસામાં નશામાં ધૂત બુટલેગરે હાઈવે પર બેફામ કાર હંકારી આતંક મચાવ્યો, ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 86 અધિકારીઓની નિમણુંક
ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓમાં ઝોનલ ઓફિસર તરીકે 80 મદદનીશ ઝોનલ ઓફિસર તરીકે ૮૬ અધિકારીઓની નિમણુંક કરાઈ જ્યારે 79 ટ્રકરૂટ/ઝોનરૂટ નિયત કરાયા છે. તેમજ જીલ્લામાં તાલુકાવાર મોડાસાની સરકારી ઈજનેરી કોલેજ, ભિલોડાની એન.આર.એ.હાઇસ્કુલ, મેઘરજની શ્રી.પી.સી.એન.હાઇસ્કુલ, બાયડના વાત્રકની સરકારી વિનયન કોલેજ, માલપુરની જે.પી.કે.ધુવાડ પ્રા.શાળા (પી,જી.મહેતા હાઇસ્કુલ કમ્પાઉન્ડ), તથા ધનસુરાના શ્રી.જે.એસ.મહેતા હાઇસ્કુલ ખાતે સ્ટ્રોંગરૂમ, રીસીવિંગ-ડિસ્પેચિંગ કેન્દ્રો તથા મતગણતરી કેન્દ્રો ઉભા કરાશે.
Aravalli ખાતે 144 સંવેદનશીલ મતદાન મથક
જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી (Election)યોજાય તે માટે તંત્ર દ્વારા અતિસંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 114 તથા સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 144 ની ઓળખ કરાઈ છે. આ ચૂંટણીમાં કોરોના મહામારીને ધ્યાને લઈને જીલ્લા આરોગ્ય ટીમ દ્વારા સ્ટ્રોંગરૂમ, રીસીવિંગ-ડિસ્પેચિંગ કેન્દ્રો તથા મતગણતરી કેન્દ્રો પર થર્મલ ગન, ફેસ શીલ્ડ, થ્રી લેયર માસ્ક, એન.૯૫ માસ્ક, હેન્ડ ગ્લવઝ (પોલીંગ સ્ટાફ માટે), હેન્ડ ગ્લવઝ યુઝ એન્ડ થ્રો, લીક્વીડ સોપ તેમજ સેનેટાઈઝર સ્પ્રેની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
ભાજપની ભવ્ય જીત જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4