Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝરાષ્ટ્રીય એકતાની ભાવના કોઈ પણ રાષ્ટ્રની સૌથી મજબુત તાકાત : ૨૫ પોલીસ જવાનોની અનોખી બાઈક રેલી

રાષ્ટ્રીય એકતાની ભાવના કોઈ પણ રાષ્ટ્રની સૌથી મજબુત તાકાત : ૨૫ પોલીસ જવાનોની અનોખી બાઈક રેલી

bike reli in reahed at surat
Share Now

૩૧મી તારીખે ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ એકતા દિવસની ઉજવણી અંતર્ગત લખપતથી ૧૧૭૦ કિલોમીટરનું અંતર કાપીને ૨૫ પોલીસ જવાનો બાઈક રેલી પર સુરત આવી પહોચ્યા હતા જ્યાં સુરતમાં તોએનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે આ તમામ પોલીસ કર્મીઓ સાથે પોલીસ કમિશ્નર અજય કુમાત તોમર પણ ગરબે ઘૂમ્યા હતા.

પોલીસનો આ અનોખો અંદાજ જોઇને હાજર સૌ કોઈ મંત્રમુગ્ધ

bike reli of police ૩૧મી તારીખે ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એકતા દિવસની ઉજવણી અંતર્ગત લખપતથી ૧૧૭૦ કિલોમીટરનું અંતર કાપીને ૨૫ પોલીસ જવાનો બાઈક રેલી કાઢી સમગ્ર દેશમાં એકતાનો સંદેશો આપવા માટે નીકળ્યા છે. આ બાઈક રેલી ૧૧૭૦ કિ.મી. નુ અંતર કાપી કચ્છ થી બારડોલી થઇ સુરત ખાતે પહોચી હતી. સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે તમામ પોલીસકર્મીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર પણ હાજર રહ્યા હતા. અજય કુમાર તોમર સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ તમામ પોલીસકર્મચારીઓ સાથે ગરબે ઘૂમ્યા હતા અને તેઓની સાથે ઉજવણી પણ કરી હતી. પોલીસનો આ અનોખો અંદાજ જોઇને હાજર સૌ કોઈ મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

આ પણ વાંચો : “મહેબૂબા મુફ્તીનું DNA જ ખરાબ” ! – મુફ્તીના પાકપ્રેમથી ગુસ્સે થઇ બોલ્યા મંત્રી

એકતાના પત્રીક રૂપે ગુજરાત પોલીસ દ્વારા લખપતથી શરુ કરીને કેવડીયા સુધીની બાઈક રેલી

police dance સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે એકતાના પત્રીક રૂપે ગુજરાત પોલીસ દ્વારા લખપતથી શરુ કરીને કેવડીયા સુધીની બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ બાઈક સવાર સુરતમાં પહોચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તમામ લોકો ગુજરાત પોલીસના પ્રતિક છે. આ તમામ બાઈક સવારોએ ૧ હજારથી વધુ કિલોમીટરનું અંતર કાપીને સુરત પહોચ્યા છે. તમામ નાગરિકોને એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે રાષ્ટ્ર સૌથી પ્રથમ હોય છે. અને રાષ્ટ્રીય એકતાની ભાવના કોઈ પણ રાષ્ટ્રની સૌથી મજબુત તાકાત હોય છે.

આ પણ જુઓ : Health Tips | नींद पूरी ना होने पर हो सकते हैं ये घातक नुकसान

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment