દિલ્હીમાં ગઈ કાલે મંગળવારના રોજ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના(Asaduddin Owaisi) ઘરમાં તોડફોડ થવાનો મામલો સામે આવ્યો હતો. ઓવૈસીના ઘરમાં થયેલ તોડફોડ કેસમાં હાલ પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. આ લોકો હિન્દુ સેનાના કાર્યકરો હોવાનું જણાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે મંગળવારે દિલ્હીના અશોકા રોડ પર સ્થિત AIMIM ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના(Asaduddin Owaisi) સત્તાવાર નિવાસસ્થાનમાં તોડફોડ કરવામાં આવી હતી.
ઓવૈસીની ગેરહાજરીમાં બની ઘટના
હિન્દુ સેનાના કાર્યકરોએ મંગળવારે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના(Asaduddin Owaisi) 24-અશોક રોડ, નવી દિલ્હી(Delhi) ખાતેના નિવાસસ્થાને પ્રદર્શન અને તોડફોડ કરી હતી. પ્રદર્શનકારીઓએ ઓવૈસીના ઘરની બહાર નેમ પ્લેટ, દીવો અને બારીના કાચ તોડી નાખ્યા હતા. આ ઘટના બની ત્યારે ઓવૈસી તેમના નિવાસથટે હાજર નહતા. અને તેમની ગેરહાજરીમાં જ તેમના ઘરની તોડફોડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:ઓવૈસીનું એલાન- ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે AIMIM
પોલીસ આવી હરકતમાં
આ ઘટનાની માહિતી મળતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. માહિતી મળ્યા બાદ નવી દિલ્હી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાંચ લોકોને કસ્ટડીમાં લીધા હતા. સંસદ માર્ગ પોલીસ હાલ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે IPC ની કલમ 427, 188 અને પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઓવૈસીના હિન્દુ વિરોધી નિવેદનોથી હિન્દુ સેના નારાજ
હિન્દુ સેનાના કાર્યકરોએ ગઈ કાલે મંગળવારના રોજ ઓવૈસીના નિવાસસ્થાને પહોંચીને તોડફોડ કરી હતી. ત્યારે આ અંગે હિન્દુ સેનાના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે હિન્દુસેનાના(Hindusena) કાર્યકરો ઓવૈસી અને તેમના ભાઈના હિન્દુ વિરોધી નિવેદનોથી નારાજ છે. ઓવૈસી ભાઈઓ હંમેશા ચોક્કસ ધર્મના લોકોને આકર્ષવા માટે હિન્દુઓને અપમાનિત કરવાનો પ્રયાસ કરતા હોય છે. તેમણે કહ્યું કે હિન્દુ સેના ઓવેસીને વિનંતી કરે છે કે તેઓ તેમની સભાઓમાં હિન્દુ વિરોધી નિવેદનો આપવાનું બંધ કરે. તેનાથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય છે. સાંસદ અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi) સતત હિન્દુ વિરોધી નિવેદનો કરીને પ્રસિદ્ધિમાં રહેવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે ઉત્તર પ્રદેશમાં તેમની વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. થોડા વર્ષો પહેલા તેના ભાઈની પણ હિન્દુ વિરોધી નિવેદનો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
आज कुछ उग्रवादी गुंडों ने मेरे दिल्ली के मकान पर तोड़-फोड़ की।इनकी बुज़दिली के चर्चे तो वैसे ही आम हैं।हमेशा की तरह, इनकी वीरता सिर्फ़ झुंड में ही दिखाई देती है।वक्त भी ऐसा चुना जब मैं घर पर नहीं था। गुंडों के हाथों में कुल्हाड़ियाँ और लकड़ियाँ थीं, घर पर पत्थर बाज़ी की गयी। 1/n pic.twitter.com/bwIAdnt43S
— Asaduddin Owaisi (@asadowaisi) September 21, 2021
ઓવૈસીએ કહ્યું – કટ્ટરતા માટે ભાજપ જવાબદાર
અસદુદ્દીન ઓવૈસીના નિવાસસ્થાને હિન્દુસેનાના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હતી. ત્યારે આ અંગે ઓવૈસીએ કહ્યું છે કે લોકોની આ કટ્ટરતા માટે ભાજપ જવાબદાર છે. જો સાંસદના ઘર પર આ રીતે હુમલો થાય તો આનાથી દેશમાં શું સંદેશ જશે? ઓવૈસી હાલ યુપીમાં છે. તેઓ શિવપાલ યાદવને મળવા ગયા હતા. તેમણે કહ્યું કે, હું શિવપાલ યાદવને મળવા આવ્યો છું, તે ઉત્તર પ્રદેશના ખૂબ મોટા નેતા છે.
ઉગ્રવાદી લૂકઓએ કરી તોડફોડ: ઓવૈસી
ઘટના બાદ ઓવૈસીએ કેટલાક ફોટા ટ્વીટ કર્યા અને લખ્યું કે, ‘આજે કેટલાક ઉગ્રવાદી ગુંડાઓએ મારા દિલ્હી સ્થિત ઘરમાં તોડફોડ કરી હતી. તેમની મૂર્ખતાની ચર્ચાઓ આમ તો સામાન્ય છે. હંમેશની જેમ, તેમની બહાદુરી માત્ર ટોળામાં જ દેખાય છે. તેમણે સમય પણ એવો પસંદ કર્યો કે જ્યારે હું ઘરે નહતો. તેમણે કહ્યું કે, ગુંડાઓના હાથમાં કુહાડી અને લાકડીઓ હતી, ઘરમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સાથે ઓવૈસીએ કેટલાક અન્ય ટ્વીટ પણ કર્યા હતા.
વીડિયો વાયરલ થયો
ઘટનાના સમયનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં હિન્દુ સેનાના પ્રદેશ અધ્યક્ષ લલિત કુમાર કહી રહ્યા હતા કે તેઓ ઓવૈસીના નિવાસસ્થાને તેમને ‘પાઠ’ શીખવવા ગયા હતા કારણ કે તેઓ તેમની રેલીઓમાં હિન્દુઓ વિરુદ્ધ બોલે છે. ત્યારબાદ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું હતું કે ઓવૈસીના કથિત ‘હિન્દુ વિરોધી’ નિવેદનોથી તેઓ નારાજ થયા છે.
જુઓ આ વિડીયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4