Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / September 27.
Homeન્યૂઝસાબરમતી જેલમાં બંધ અતીક અહમદને મળવા માંગતા હતા ઓવૈસી, વહીવટીતંત્રએ ના આપી મંજૂરી

સાબરમતી જેલમાં બંધ અતીક અહમદને મળવા માંગતા હતા ઓવૈસી, વહીવટીતંત્રએ ના આપી મંજૂરી

owaisi atik ahmed
Share Now

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi) આજથી ગુજરાતની(Gujarat) એક દિવસીય મુલાકાતે આવ્યા છે. ત્યારે તેઓ બાહુબલી અને પૂર્વ સાંસદ આતિક અહમદને(Atiq Ahmed) મળવા સાબરમતી જેલ(Sabaramati Jail) પહોંચ્યા હતા. પરંતુ સાબરમતી જેલ પ્રશાસને તેમને અતીક અહમદને મળવાની મંજૂરી આપી નહિ. આ બાબતે વહીવટીતંત્રે કહ્યું કે અતીક અહેમદ માત્ર પરિવારના સભ્યો અથવા તેના સત્તાવાર વકીલને જ મળી શકે છે. આવી સ્થિતિમાં જેલ પ્રોટોકોલ મુજબ ઓવૈસીની અતિક અહેમદ સાથે મુલાકાત શક્ય નથી.

મુસ્લિમ નેતાઓ સાથે કરશે મુલાકાત 

તમને જણાવી દઈએ કે અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi) આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા છે. તેઓ અહીં મુસ્લિમ સમાજના ઘણા નેતાઓ, સામાજિક સંસ્થાઓના પદાધિકારીઓને મળશે. માનવામાં આવે છે કે ઓવૈસી આ પ્રવાસ દ્વારા ઉત્તર પ્રદેશમાં મત મેળવવાનો પ્રયાસ કરશે.

owaisi, atik ahmed, aimim

આ પણ વાંચો:પંજાબ બાદ હવે છત્તીસગઢમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો તેજ

ઓવૈસી અતીક અહમદને કેમ મળવા માંગે છે?

જણાવી દઈએ કે અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi) તેમના ગુજરાત પ્રવાસ પર મુસ્લિમ સમાજના ઘણા નેતાઓ, સામાજિક સંસ્થાઓના પદાધિકારીઓને મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓવૈસીની આ મુલાકાતનો હેતુ ઉત્તરપ્રદેશની આગામી ચૂંટણીમાં મુસ્લિમોના મહત્તમ મત મેળવવાનો છે. તાજેતરમાં જ ઓવૈસીએ કહ્યું હતું કે, ‘તમે મને પૂછશો કે ફોજદારી રેકોર્ડ હોવા છતાં અમે પાર્ટીમાં અતીકના પરિવારને શા માટે સામેલ કરીએ છીએ. તો તમને જણાવી દઈએ કે, ભાજપના સાંસદો પર સૌથી વધુ ક્રિમિનલ કેસ છે. આ એક ADR રિપોર્ટ છે.

અતીક અહમદ સામે કેટલાય કેસ

પૂર્વ લોકસભા સાંસદ અને શક્તિશાળી નેતા અહેમદ અતિક વિરુદ્ધ હત્યા, અપહરણ, ગેરકાયદે ખનન, ખંડણી, ધાકધમકી અને છેતરપિંડી સહિત 90 થી વધુ ફોજદારી કેસ છે. તેઓ ગુજરાતની અમદાવાદ(Ahmedabad) સાબરમતી જેલમાં બંધ છે.તેમને જૂન 2019 માં પ્રયાગરાજ(Prayagraj) સેન્ટ્રલ જેલમાંથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા હતા.

અતીક અહેમદની પત્નીએ પણ AIMIM નું સભ્યપદ લીધું છે

આ પહેલા ઓવૈસીએ અતીક અહેમદની પત્નીને AIMIM માં સામેલ કરીને આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટા દાવ રમવાનો પ્રયાસ કર્યો છે. ભવિષ્યમાં તેનું પરિણામ શું આવશે તે તો સમય જ કહેશે, પરંતુ આ ઘટનાક્રમ સપાની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. મુસ્લિમો પર બંને પક્ષોનું ધ્યાન થોડું વધારે રહે છે. પ્રયાગરાજમાં  વર્ચસ્વ ધરાવતા અતીક અહમદના AIMIMને સમર્થનથી  સપા માટે માર્ગ મુશ્કેલ  બની શકે છે.

અતીક અહેમદ પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ રહી ચૂક્યા છે

માફિયા અતીક અહમદ અલ્હાબાદ પશ્ચિમ બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે જે હજુ પણ એક રેકોર્ડ છે. આ સિવાય, એક વખત સપાની ટિકિટ પર, તેઓ ફૂલપુર લોકસભા બેઠક પરથી સંસદ સભ્ય પણ બન્યાં હતા. 

ગુજરાતમાં AIMIM પોતાના ઉમેદવાર ઉતારશે 

આગામી વર્ષ 2022 માં ઉત્તરપ્રદેશની(Uttrapradesh) સાથે સાથે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly election) યોજાવાની છે. ત્યારે અતિક અહમદને મળવાના બહાને અસદુદ્દીન ઓવૈસી એક કાંકરે બે પક્ષી મારવાની રમત રમી રહ્યા છે. ગુજરાતમાં થોડા સમય પહેલા યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં aimim એ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. અને ઘણી જગ્યાએ તેમના ઉમેદવાર જીત્યા પણ હતા. ત્યારે આગામી વર્ષ 2022 માં ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં પણ ઓવૈસી પોતાની પાર્ટીના ઉમેદવારો મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં ઊભા રાખશે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment