Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / October 17.
Homeન્યૂઝઓવૈસીએ માંગી સુરક્ષા: લોકસભા સ્પીકરને લખ્યો પત્ર, કહ્યું – મારી હત્યા થઈ શકે છે

ઓવૈસીએ માંગી સુરક્ષા: લોકસભા સ્પીકરને લખ્યો પત્ર, કહ્યું – મારી હત્યા થઈ શકે છે

asaduddin owaisi
Share Now

લોકસભા સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સુરક્ષાની માંગ કરી છે. તેમણે લખ્યું કે દિલ્હીમાં તેમના બંગલામાં તોડફોડ બાદ તેમની સુરક્ષાને ખતરો છે. આવી સ્થિતિમાં, તેમને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. તેમજ તેમણે માંગણી કરી છે કે, તેમના ઘરમાં થયેલી તોડફોડની તપાસ સંસદની વિશેષાધિકારોની સમિતિને આપવી જોઈએ.

ઓવૈસીના ઘરે કરી હતી તોડફોડ 

તમને જણાવી દઈએ કે, મંગળવારે હિન્દુ સેનાના કાર્યકરોએ નવી દિલ્હીના 24-અશોક રોડ પર આવેલ લોકસભા સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી નિવાસસ્થાનની બહાર પ્રદર્શન કર્યું હતું. અને બાદમાં ઓવૈસીના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ ઓવૈસીના ઘરની બહાર નેમ પ્લેટ, દીવો અને બારીના કાચ તોડી નાખ્યા હતા. હુમલો થયો ત્યારે ઓવૈસી ઘરમાં હાજર નહોતા. તોડફોડની જાણ થતાં પોલીસે પાંચ લોકોને કસ્ટડીમાં લીધા હતા.

asaduddin owaisi

આ પણ વાંચો:ઉપલેટાના કટલેરી બજારમાં બ્લાસ્ટ, 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત

હુમલાખોરો તીક્ષ્ણ હથિયારોથી હતા સજ્જ 

ઓવૈસીએ પત્રમાં આરોપ લગાવ્યો હતો કે જે લોકો તેમના ઘર પર હુમલો કરવા આવ્યા હતા તેઓ તીક્ષ્ણ હથિયારોથી સજ્જ હતા. તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓ કુહાડી, લાકડીઓ જેવા હથિયારો સાથે તેમના બંગલા પર પહોંચ્યા હતા. અને મારા ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ઘરમાં લગાવેલી નેમ પ્લેટ પણ તૂટી ગઈ હતી. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે આ કેસમાં માત્ર પાંચ લોકોની ધરપકડ કરી છે. જ્યારે ઓછામાં ઓછા 13 લોકો ત્યાં હાજર હતા.

કેર ટેકરને માર માર્યો અને મને મારી નાખવાની ધમકી આપી

ઓવૈસીએ આરોપ લગાવ્યો હતો કે હુમલાખોરો તેના બંગલામાં ઘૂસ્યા હતા અને ત્યાં હાજર રખેવાળ રાજુ લાલને માર માર્યો હતો. તેમજ હુમલાખોરોએ મને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઓવૈસીએ માંગ કરી હતી કે આ બાબતને ગંભીરતાથી લઈને તેમની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી જોઈએ.

ઓવૈસીના હિન્દુ વિરોધી નિવેદનોથી હિન્દુ સેના નારાજ 

હિન્દુ સેનાના કાર્યકરોએ મંગળવારના રોજ ઓવૈસીના નિવાસસ્થાને પહોંચીને તોડફોડ કરી હતી. ત્યારે આ અંગે હિન્દુ સેનાના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે હિન્દુસેનાના(Hindusena) કાર્યકરો ઓવૈસી અને તેમના ભાઈના હિન્દુ વિરોધી નિવેદનોથી નારાજ છે. ઓવૈસી ભાઈઓ હંમેશા ચોક્કસ ધર્મના લોકોને આકર્ષવા માટે હિન્દુઓને અપમાનિત કરવાનો પ્રયાસ કરતા હોય છે. તેમણે કહ્યું કે હિન્દુ સેના ઓવૈસીને વિનંતી કરે છે કે તેઓ તેમની સભાઓમાં હિન્દુ વિરોધી નિવેદનો આપવાનું બંધ કરે. તેનાથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય છે. સાંસદ અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi) સતત હિન્દુ વિરોધી નિવેદનો કરીને પ્રસિદ્ધિમાં રહેવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે ઉત્તર પ્રદેશમાં તેમની વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. થોડા વર્ષો પહેલા તેના ભાઈની પણ હિન્દુ વિરોધી નિવેદનો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, લોકસભા સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સુરક્ષાની માંગ કરી છે. તેમણે લખ્યું કે દિલ્હીમાં તેમના બંગલામાં તોડફોડ બાદ તેમની સુરક્ષાને ખતરો છે. આવી સ્થિતિમાં, તેમને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. તેમજ તેમણે માંગણી કરી છે કે, તેમના ઘરમાં થયેલી તોડફોડની તપાસ સંસદની વિશેષાધિકારોની સમિતિને આપવી જોઈએ.

જુઓ આ વિડીયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment