Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeભક્તિAshapura Mata: સૌ કોઈની આશા પૂર્ણ કરતી એવી કચ્છમાં બિરાજમાન છે મા આશાપુરા

Ashapura Mata: સૌ કોઈની આશા પૂર્ણ કરતી એવી કચ્છમાં બિરાજમાન છે મા આશાપુરા

Ashapura Mata
Share Now

સહુની આશા પુરી કરતા માતાનું નામ છે મા આશાપુરા. કચ્છના લખપતમાં બિરાજમાન માતાનામઢ આશાપુરા માતાજી (Ashapura Mata) નો મહિમા અપંરમપાર છે. નવરાત્રીમાં તો માતાના દર્શને માનવમહેરામણ ઉમટી પડે છે. સ્વયંભુ પ્રગટેલા દેવી આશાપુરા માતાજીનાનો મહિમાં પણ અપંરમપાર છે. આ મંદિર કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી લગભગ 90 થી 100 કિ.મી.ના અંતરે સ્થિત છે.

 Ashapura Mata

માતાના મઢ ક્ચ્છ કુળદેવી આશાપુરા મા (Ashapura Mata) નું મંદિર આવેલું છે. આ મંદિરની ચારેયબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. મંદિરનાં ગર્ભગૃહમાં આશાપુરા માતાજીની 6 ફુટ ઊંચી મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ મનુષ્યનાં શરીર કરતાં પણ ઊંચી છે. માન્યતા અનુસાર, આ મંદિરનું નિર્માણ આશરે 550 વર્ષ પહેલા એટલે કે 14મી સદીની આસપાસ થયુ હતુ. સૌની આશાઓ પૂર્ણ કરનારા કચ્છના મા આશાપુરાનો ઈતિહાસ પણ રોચક છે.

પૌરાણિક કથા

એક દંતકથા મુજબ દેવચંદ શેઠ નામનો વાણિયો ધંધા અર્થે અહીંથી પસાર થઇ રહ્યો હતો. તેને જંગલ વિસ્તારમાં રાત્રીરોકાણ કર્યું હતુ. રાત્રે સ્વપ્નમાં તેને આશાપુરા માતાજીના દર્શન થાય છે. વેરાન જંગલમાં માતાજીનું મંદિર બંધાવવાનું કહે છે. પરંતુ દેવચંદ વાણિયાને સ્વપ્ન પર વિશ્વાસ ના આવ્યો. બીજા દિવસે પણ એજ સ્વપ્ન ફરી આવ્યુ. આ વખતે માતાજીએ તેને સાબિતી આપવાના ભાગરૂપે શ્રીફળ અને ચુંદડી મૂક્યા. માતાજીનો ચમત્કાર જોઈને દેવચંદ વાણીયાએ મંદિર નિર્માણ કરાવ્યુ.

માતાજી એ કેમ દરવાજો ખોલવાની ના પાડી?

મંદિરનુ નિર્માણ કરાવ્યા બાદ 6 મહિના સુધી મંદિરના દ્વાર ખોલવાની માતાજીએ ના પાડી હતી. આવી જ રીતે આ મંદિર બંધાવ્યા બાદ સમય પસાર થતો ગયો. ચાર- પાંચ મહિના બાદ મંદિરમાંથી અચાનક નોબત તેમજ વાજીંત્રોના અવાજ આવવા લાગ્યા. આ અવાજો સાંભળીને દેવચંદ શેઠને તાલાવેલી થઈ. તેમને જિજ્ઞાસા થઈ અને આ સવાલના જવાબ મેળવવા માટે તેમણે મંદિરનો દરવાજો ખોલી દીધો. તે સમયે માતાજીની મૂર્તિનું નિર્માણ એક ચમતકાર સ્વરૂપે થઈ રહ્યું હતુ. પરંતુ દેવચંદ શેઠના દરવાજો ખોલી દેવાથી મંદિરમાં આશાપુરા માતાજી (Ashapura Mata) ની અડધી મૂર્તિ પ્રકટ થઈ અને મૂર્તિ નિર્માણ અટકી ગયુ.

આ રીતે પડ્યુ આશાપુરા નામ

દેવચંદ શેઠના દરવાજો ખોલી દેવાથી આજે પણ માતાના મઢમાં આશાપુરા માતાજીની મૂર્તિ અધૂરી સ્થાપિત થયેલી છે. દેવચંદ વાણીયાએ માતાજીને આજીજી કરી અને પોતાની આ ભૂલ વિશે માફી માંગી. માતાજીએ દેવચંદ શેઠની આશા પૂર્ણ કર્યું આથી માતાજીનું નામ આશાપુરા પડ્યું. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, નારાયણ સરોવર-કોટેશ્વર જતી વખતે ભગવાન રામ પોતે અહીં રોકાયા હતા અને 9 દિવસ સુધી માતાજીની પૂજા-અર્ચના કરી હતી. 

આ પણ વાંચોઃ- Jalaram મંદિર પાલડી ખાતે જલારામ બાપ્પાની સાથે 12 જ્યોતિર્લિંગના કરો દર્શન

દૂર દૂરથી આવે છે ભક્તો દર્શન કરવા

આશાપુરા માતાજીના મંદિરે માથું ટેકવવા દર વર્ષે લાખો ભક્તો માતાનામઢ પર આવે છે. માન્યતા છે કે, માતાજીના નામ પર રાખવામાં આવેલી કોઈપણ આશા ક્યારેય નિષ્ફળ જતી નથી. આથી ઈ.સ. 1965ના વર્ષથી જ અહીં પદયાત્રાની શરૂઆત થઈ હતી. નવરાત્રીના ઉત્સવ દરમિયાન માતાનામઢના દર્શન કરવાનું એક અનેરુ જ ધાર્મિક મહત્વ છે. હજારો શ્રદ્ધાળુઓ માતાજીના મઢ પર દર્શન કરવા આવે છે. સમગ્ર ગુજરાત અને દેશમાંથી માય ભક્તો પદયાત્રા કરીને માતાના મઢમાં પહોંચે છે. દર વર્ષે મુંબઈ, ગુજરાત જેવા તમામ જિલ્લામાંથી પદયાત્રી તથા સાયકલ યાત્રા કરીને માતાજીને માથું ટેકવા આવે છે.

Ashapura Mata પદયાત્રા

છેલ્લા 26 વર્ષથી પદયાત્રા કરીને આવતા ભક્તો માટે રામ સેવા સમિતિ દ્વારા જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આશરે 50,000 જેટલા ભક્તો આ પ્રસાદનો લાભ લે છે. માન્યતા છે કે, શ્રદ્ધાના કોઈ સીમાડા હોતા નથી. આ કહેવતને માતાનામઢ પર આવતા તમામ દર્શાર્થીઓએ સાર્થક કરી બતાવી છે. અહીં દર્શન કરવા આવતા તમામ માઈભક્તોની આશાપુરા માતાજી મનોકામના પૂર્ણ કરે છે. આશાપુરા માતાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment