Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / June 26.
Homeસ્પોર્ટ્સચાલુ મેચ દરમ્યાન બની એવી ભયાનક ઘટના કે રોકવી પડી મેચ

ચાલુ મેચ દરમ્યાન બની એવી ભયાનક ઘટના કે રોકવી પડી મેચ

ashes-series-2021
Share Now

વરસાદની મોસમમાં વીજળી પડવાની ઘટના સામાન્ય છે. ક્રિકેટ મેચ દરમિયાન વીજળી પડવાની ઘટના તમે ક્યારેય જોઈ કે સાંભળી નહીં હોય. પરંતુ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ સીરિઝની(Ashes Series 2021) બીજી મેચ દરમિયાન એક મોટી દુર્ઘટના થતા થતાં રહી ગઈ હતી. બીજી ટેસ્ટના બીજા દિવસે ઓવલ સ્ટેડિયમની બહાર વીજળી પડી હતી. આ પછી, વીજળીના ભયને જોતા, મેચને અધવચ્ચે જ સમાપ્ત કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

એડિલેડમાં રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટ

તમને જણાવી દઈએ કે એશિઝ સીરિઝમાં પાંચ ટેસ્ટ મેચ રમાય છે. આમાંની એક ટેસ્ટ ડે-નાઈટ છે. જે એડિલેડના ઓવલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટેસ્ટના બીજા દિવસે રમત પુરી થવાના થોડા સમય પહેલા જ અચાનક સ્ટેડિયમની બહાર જોરથી વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. ઇંગ્લેન્ડની ઇનિંગ દરમિયાન 9મી ઓવરમાં આ નજારો જોવા મળ્યો હતો. તેની તસવીર પણ સ્ટમ્પ કેમેરામાં કેદ થઈ હતી. હવે લોકો આ તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યાં છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ આ વાત ટ્વિટર પર શેર કરી છે. 

આ પણ વાંચો:જયારેેે કેપ્ટન કુલ ચાલુ મેચમાં જ થયા હતા ગુસ્સે

તમને જણાવી દઈએ કે અચાનક બનેલી આ ઘટના બાદ અમ્પાયરે તરત જ ખેલાડીઓને પેવેલિયન પરત ફરવાની સૂચના આપી હતી. પરંતુ મેચ ફરી શરૂ થાય તે પહેલા જ ભારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ અમ્પાયરોએ બીજા દિવસની રમતનો અંત જાહેર કર્યો હતો.  ઇંગ્લેન્ડની ટીમે બીજા દિવસે અંતે પ્રથમ દાવમાં 17 રનમાં પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પહેલા યજમાન ઓસ્ટ્રેલિયાએ તેનો પ્રથમ દાવ 473 રન પર ડિકલેર કર્યો હતો.

છેલ્લા 100 વર્ષથી એશિઝ શ્રેણી રમાઈ રહી છે:

એશિઝ સીરિઝને ટેસ્ટ ક્રિકેટની સૌથી મહત્વપૂર્ણ સીરિઝ માનવામાં આવે છે. 100 વર્ષથી વધુ સમયથી ક્રિકેટની આ બે મહાન ટીમો વચ્ચે આ સીરિઝ છે. તેની પાછળની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. બંને ટીમો ગિલ્લીઓની રાખ માટે આ સીરિઝમાં ભાગ લે છે. બંને દેશો માટે, તે સન્માનની લડાઈની સીરિઝ માનવામાં આવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment