Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeએન્ટરટેઈન્મેન્ટAshok Kumar: ‘દાદા મુનિ’એ પોતાના જન્મદિવસ પર જ ભાઈ ‘કિશોર દા’ ને ગુમાવ્યા

Ashok Kumar: ‘દાદા મુનિ’એ પોતાના જન્મદિવસ પર જ ભાઈ ‘કિશોર દા’ ને ગુમાવ્યા

Ashok Kumar
Share Now

બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર, ‘દાદા મુનિ’ના નામથી પ્રખ્યાત અભિનેતા અશોક કુમાર (Ashok Kumar)નો આજે જન્મદિવસ છે. આજના દિવસે 1911માં ભાગલુપરમાં તેમનો જન્મ થયો હતો. 40 અને 50ના દાયકમાં તેમણે સખત પરિશ્રમ કરીને પોતાની એવી છબી ઉભી કરી કે આજે પણ તેમની હાજરી સૌ કોઈને પ્રભાવિત કરે છે.

Ashok Kumar Birthday

લગભગ 300 ફિલ્મોમાં કામ કરનારા અભિનેતાની ઓળખ પહેલા એન્ટી હીર તરીકે થઈ હતી. 1969માં આવેલી ફિલ્મ ‘બોમ્બે ટોકીઝ’ની ફિલ્મ જીવન નૈયામાં તે પહેલીવાર પડદા પર જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમના અભિનયની ઘણા વખાણ થયા અને તેમણે એક્ટિંગ કરિયરની શરુઆત આ રીતે કરી.

અશોક કુમાર(Ashok Kumar)ના અભિનયની પ્રશંસા થતા જ તેમની ફિલ્મ ‘કંગન’, ‘બંધન’ અને ‘ઝૂલા’ અને 1963માં પ્રદર્શિત ‘બંદિની’ને ભુલાવી શકાય નહીં. દૂરદર્શનની ઘણી સીરિયલ્સથી તેમણે ઘર ઘરમાં ઓળખ બનાવી લીધી હતી. અશોક કુમાર એક્ટિંગ ની સાથે સાથે પેઈન્ટર અને હોમિયોપેથીની પ્રેક્ટિસ પણ કરતા હતા.

IMAGE CREDIT: GOOGLE

Ashok Kumar ના જન્મદિવસે જ કિશોરનું નિધન

અશોક કુમારના પ્રખ્યાત ગાયક કિશોર કુમારના મોટા ભાઈ હતા. અશોક કુમારના 76માં જન્મદિવસ પર કિશોર કુમાર આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા હતા. કિશોર કુમારની ડેથ એનિવર્સરી અશોક કુમારના જન્મદિવસ પર હોય છે. કિશોર કુમારનું મૃત્યુ હાર્ટ અટેકના લીધે થયુ હતુ.

આ પણ વાંચોઃ- કિંગ ખાન પર અખિલ કાત્યાલની કવિતા વાયરલ થઈ, ફિલ્મી દુનિયાની ટોપ 10 ખબરો

અશોક કુમારને શોભના સમર્થ સાથે થયો હતો પ્રેમ

સંબંધમાં કાજોલની નાની ગણાતી અભિનેત્રી નલિની જયવંત અને અશોક કુમાર(Ashok Kumar)ની જોડી પડદા પર ખૂબ જામતી હતી. જ્યારે કાજોલની નાની શોભના સમર્થની કઝિન સિસ્ટર હતી. બંનેની સાથે ઘણી સુપરહિટ ફિલ્મો હતી જેમાં ‘કાફિલા’, ‘નાસ્તિક’, ‘કાલા પાની’, ‘લકીરેં’, ‘મિસ્ટર એક્સ’ અને ‘તૂફાન મેં પ્યાર કહાં’ જેવી ફિલ્મો સામેલ છે. એકસાથે કામ કરવાના લીધે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બંનેનો આ સંબંધ લગભગ 10 વર્ષ સુધી ચાલ્યો હતો પણ આ સંબંધ લગ્ન સુધી પહોંચ્યુ નહીં.

Ashok Kumar

IMAGE CREDIT: GOOGLE

1968માં આવેલી ફિલ્મ ‘આશિર્વાદ’ માટે તેમને સર્વશ્રેષ્ઠ અભિનેતાનું રાષ્ટ્રિય પુરસ્કાર મળ્યુ હતુ. જ્યારે 1988માં દાદા સાહેબ ફાળ્કે એવોર્ડ અને 1998માં તેમને પહ્મ ભૂષણ એવોર્ડ પણ મળ્યો હતો. 6 દાયકા સુધી સિનેમામાં કામ કરનારા અભિનેતા અશોક કુમાર 10 ડિસેમ્બર 2001માં આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને જતા રહ્યાં હતા. તેઓ સંગીત નાટક એકેડમી, ફિલ્મફેર પણ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. ભારત સરકારે તેમના સમ્માન માટે પોસ્ટ ટિકીટ પણ બનાવી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment