Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / June 26.
Homeસ્પોર્ટ્સAsian Champions Trophy Hockey 2021: ભારતે પાકિસ્તાનને ચટાડી ધૂળ, 3-1થી મેળવી જીત

Asian Champions Trophy Hockey 2021: ભારતે પાકિસ્તાનને ચટાડી ધૂળ, 3-1થી મેળવી જીત

Asian Champions Trophy Hockey 2021
Share Now

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં પાકિસ્તાનને 3-1થી હરાવ્યું છે. ભારત તરફથી હરમનપ્રીતે 2 અને આકાશદીપ સિંહે 1 ગોલ કર્યો હતો. આ જીત સાથે ભારતના હવે 3 મેચમાં 7 પોઈન્ટ થઈ ગયા છે.

હરમન પ્રીતે કર્યો હતો પ્રથમ ગોલ 

ભારત માટે પ્રથમ ક્વાર્ટરમાં હરમનપ્રીત સિંહે પ્રથમ ગોલ કર્યો હતો. હરમનપ્રીતે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારતીય ટીમને લીડ અપાવી હતી. બીજા ક્વાર્ટરમાં પણ ભારતીય ટીમના ફોરવર્ડ્સે પાકિસ્તાની પોસ્ટ પર એટેક કરવાનું ચાલુ રાખ્યું હતું. જોકે, પાકિસ્તાની ગોલકીપર અલી અમજદે શાનદાર બચાવ કરતા ભારતીય ટીમની લીડ ડબલ થવા દીધી ન હતી.

Asian Champions Trophy Hockey 2021

આ પણ વાંચો:પાર્કિંગ ટિકિટ કાપી અને ગુજરાન ચલાવે છે આ બોક્સિંગ ખેલાડી

ત્રીજા ક્વાર્ટરમાં આકાશદીપ સિંહે ટીમ ઈન્ડિયાની લીડ ડબલ કરી હતી. આ ગોલની માત્ર 2 મિનિટ બાદ 41મી મિનિટે પાકિસ્તાનના જુનૈદ મંઝૂરે ગોલ કરીને મેચને ફરીથી રોમાંચક બનાવી દીધી હતી. જોકે, ચોથા ક્વાર્ટરમાં હરમનપ્રીતે વધુ એક પેનલ્ટી કોર્નરને કન્વર્ટને ગોલ કરીને ટીમ ઈન્ડિયાની લીડ 3-1 કરી હતી. ટીમ ઈન્ડિયાના ડિફેન્ડરોએ છેલ્લા ક્વાર્ટરમાં આ લીડ જાળવી રાખી હતી. પાકિસ્તાન સામેની આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાનું સેમીફાઈનલ રમવાનું નક્કી થઈ ગયું છે.

પ્રથમ મેચ ડ્રો રહી હતી 

આ પહેલા ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની પ્રથમ મેચ કોરિયા સામે 2-2થી ડ્રો રહી હતી. બીજી મેચમાં ભારતીય ટીમે યજમાન બાંગ્લાદેશને 9-0થી હરાવ્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment