Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝઆસામમાં હિંસક અથડામણ : પોલીસ ફાયરિંગમાં 2નાં મોત, ૧૧ પોલીસકર્મી ઘાયલ

આસામમાં હિંસક અથડામણ : પોલીસ ફાયરિંગમાં 2નાં મોત, ૧૧ પોલીસકર્મી ઘાયલ

assam violance
Share Now

અસમ (Assam) ના દરંગ જિલ્લાના સિપાઝારમાં પોલીસ અને સ્થાનિક પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક મારામારી થઇ. ગેરકાયદેસર કબજા વિરૂદ્ધ દબાણ હટાવો અભિયાન દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ પર જીવલેણ હુમલો કરી દીધો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો અને હવામાં ફાયરિંગ કર્યું. મારામારીમાં બે સ્થાનિક લોકોના મોત થયા તો 11 પોલીસકર્મીઓને ઇજા પહોંચી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.

આ રીતે બગડી સ્થિતિ

પોલીસના અનુસાર સોમવારે દબાણ હટાવો અભિયાન શરૂ કર્યું હતું. ત્યારબાદથી સ્થિતિ તણાવપૂર્ણ હતી. ગુરૂવારે સિપાઝારના ગોરૂખૂંટીમાં અભિયાન ચલાવવામાં આવ્યું, સુરક્ષા વ્યવસ્થાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. જેવું જ દબાણ હટાવો અભિયાન માટે પોલીસની ટીમ ગેરકાયદેસર દબાણ હટાવવા પહોંચી તો સ્થાનિક લોકોએ હંગામો શરૂ કરી દીધો. પોલીસ પર પથ્થરમારા અને લાઠીચાર્જથી જીવલેણ હુમલો કર્યા બાદ પોલીસે જવાબી કાર્યવાહી કરતાં લાઠીચાર્જ અને ટિયરગેસ છોડ્યા હતા, સાથે જ ઘણા રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું. એક શખ્સ લાકડી લઈને પોલીસ કર્મચારીઓ તરફ આગળ વધે છે જે બાદ અનેક પોલીસના જવાનો તેના પર તૂટી પડે છે.

આ પણ વાંચો : PM Modi US Visit: 7 સમુદ્ર પાર 7 વખત જતા પીએમ મોદી

મૃતદેહ પર પણ પોલીસે લાઠીચાર્જ કર્યો, ફોટોગ્રાફરે પગેથી કચડ્યો

ઘટનાનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે મરી ગયેલા એક ગ્રામીણ પર પોલીસના જાંબાઝ જવાનો સતત દંડા ફટકારી રહ્યાં છે. એટલું જ નહીં પોલીસની સાથે હાજર એક ઓફિશિયલ ફોટોગ્રાફર પણ શબને ક્યારેક ઘુંટણથી તો ક્યારેક કૂદી-કૂદીને બંને પગથી શબની છાતી અને ચહેરા પર હુમલો કરી રહ્યો છે.

દબાણ હટાવો અભિયાન ચાલુ રહેશે – મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા

અથડામણ દરમિયાન બે લોકો ગંભીર રીત ઘાયલ થઇ ગયા, જેમણે પછી અંતિમ શ્વાસ લીધા. તો બીજી તરફ અવૈધ કબજો કરી રહેલા લોકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં પોલીસ અધિકારી સહિત 11 પોલીસકર્મી ઘાયલ થયા છે. સ્થિતિ બેકાબૂ થતાં થોડા સમય માટે હવે દબાણ દૂર કરો અભિયાન અટકાવી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) એ કહ્યું કે કોઇપણ સ્થિતિમાં સરકારી જમીન પર અવૈધ કબજો થવા દેવામાં નહી આવે, દબાણ હટાવો અભિયાન ચાલુ રહેશે. તમને જણાવી દઇએ કે લગભગ 600 પરિવાર અવૈધ રીતે ઘણા લાંબા સમયથી સરકારી જમીન પર રહી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું, ‘આસામ રાજ્ય પ્રાયોજિત આગમાં સળગી રહ્યું છે. હું આસામમાં મારા ભાઈ-બહેનોની સાથે ઊભો છુ.

મોડી સાંજે રાજ્ય સરકારે ઘટનાની તપાસ ગૌહાટી હાઈકોર્ટના રિટાયર્ડ જજ પાસે કરાવવાની જાહેરાત કરી છે. સમગ્ર મામલાને લઈને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે. તેઓએ હિંસાને લઈને સીધા જ રાજ્ય સરકારને દોષી ગણાવ્યું છે. તેઓએ ઘટનાને પહેલેથી પ્લાન ગણાવી છે. રાહુલે લખ્યું, ‘આસામ રાજ્ય પ્રાયોજિત આગમાં સળગી રહ્યું છે. હું આસામમાં મારા ભાઈ-બહેનોની સાથે ઊભો છું. ભારતનો કોઈ પણ બાળક આ માટે લાયક નથી.’

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment