Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝLoco Pilot: મધ્યપ્રદેશના જબલપુરની શિખા રાઠોડ બની પ્રથમ મહિલા કો-પાયલોટ

Loco Pilot: મધ્યપ્રદેશના જબલપુરની શિખા રાઠોડ બની પ્રથમ મહિલા કો-પાયલોટ

Loco Pilot
Share Now

કોરોના મહામારીમાં જ્યાં આપણે ઘણુ બધુ ગુમાવ્યુ ત્યાં બીજી તરફ આપણે ઘણું બધુ નવુ કામ કરતા શીખ્યા. નવી પ્રવૃતિમાં આગળ વધ્યા. કોરોના મહામારીમાં પણ લોકો સફળતાના શિખર ચઢતા અટક્યા નથી. આવી જ સફળતા હાંસલ કરનારી શિખા રાઠોડ અમદાવાદથી રાજકોટના રુટની પેસેન્જર ટ્રેનની સહાયક લોકો પાયલોટ(Assistant Loco Pilot ) બનનારી પ્રથમ મહિલા ડ્રાઈવર બની ગઈ છે.

Assistant Loco Pilot

શિખા રાઠોડે 9 ઓક્ટોબરે કોઈમ્બતુર એક્સપ્રેસ ચલાવીને ઈતિહાસ રચ્યો હતો. જબલપુરમાં રહેતી 31 વયની શિખાએ અત્યાર સુધી માલગાડી ચલાવતી હતી. તાજેતરમાં પશ્ચિમ રેલ્વેમાં અમદાવાદ ડિવિઝનમાં લગભગ 20 મહિલા સહાયક પાયલટની જેમ તેણે પેસેન્જર ટ્રેન ચલાવવાનું સ્વપ્ન જોયુ હતુ. આથી ગત વર્ષે કોરોના મહામારી સમયે આ સ્વપ્નને સાકાર કરવાનું નક્કી કર્યુ હતુ.

જ્યારે તેણે આ સ્વપ્નને સાકાર કરવાનું નક્કી કર્યુ ત્યારે વિશ્ભરમાં કોરોનાની મહામારીનું આગમન થઈ ચૂક્યુ હતુ. આથી ભારતભરની તમામ પેસેન્જર ટ્રેનો સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ગત અઠવાડિયામાં તેમણે સિનીયર અધિકારી પાયલટ પ્રદિપકુમારની સાથે પહેલીવાર કોઈમ્બતુર-રાજકોટ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કર્યુ હતુ. તેમની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું છે કે, મેં મારુ લક્ષ્ય સિદ્ધ કર્યુ તેનો મને ખૂબ આનંદ છે. હવે હું પાયલટ તરીકે એક્સપ્રેસ મેલ ટ્રેન હાંકવાના સ્વપ્ન તરફ આગળ વધીશ. હું 2012થી રેલવેમાં જોડાઈ હતી.

ખાસ વાત એ છે કે, શિખા રાઠોડના પરિવારના સભ્યોને ચિંતા રહેતી હતી કે, લોકો પાયલટ (Loco Pilot )માં મહિલાઓની સંખ્યા ઘણી ઓછી હોય છે. જોકે, મિકેનીકલ એન્જીનિયરિંગ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ છે કે, હાલ આ ડિપાર્ટમેન્ટમાં મહિલાઓની સંખ્યા વધી છે. હાલ લગભગ 20 મહિલા સહાયક લોકો પાયલટ હાજર છે. જે અંતર્ગત શિખા રાઠોડ ઉપરાંત તમામ માલગાડીઓ હાંકે છે.

નોંધનિય છે કે, હાલ પ્રત્યેકને ક્રમશઃ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે જેથી ભવિષ્યમાં વધુ મહિલાઓ આ ડિપાર્ટમેન્ટમાં જોવા મળશે. લોકડાઉન દરમિયાન પોતાની કળાને વધારે સારી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
અમદાવાદ ડીવીઝનલ રેલવે મેનેજર તરૂણ જૈન ગર્વ અનુભવતા જણાવે છે કે, શિખા રાઠોડ પર ખૂબ ગર્વ છે જે પેસેન્જર ટ્રેન ચલાવનારી પ્રથમ મહિલા સહાયક લોકો પાયલટ બની છે.

આ પણ વાંચોઃ- હિટ એન્ડ રન: પુરપાટ ઝડપે આવતી જીપ ઝુંપડપટ્ટીમાં ઘૂસી, બેના મોત

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment