Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝકપિલ સિબ્બલના ઘરે વિપક્ષની “ગાંધી પરિવાર” વગર રાજનૈતક ખીચડી ???

કપિલ સિબ્બલના ઘરે વિપક્ષની “ગાંધી પરિવાર” વગર રાજનૈતક ખીચડી ???

KAPIL BIAL DINNER MEETING
Share Now

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલની જન્મદિવસની દાવતને લઇ રાજનીતિ ગરમાઈ છે. સંસદના ચોમાસું સત્રમાં વિપક્ષ દ્વારા સરકારને સતત ઘેરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ચોમાસું સત્રમાં સતત હોબાળા વચ્ચે સંસદની કાર્યવાહી એક પણ દિવસ સરખી રીતે ચાલી શકી નથી. આઅ ઘટનાઓ વચ્ચે કોંગ્રેસ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. કોંગ્રેસનેતા કપિલ સિબ્બલે સોમવારે વિપક્ષના નેતાઓને દાવત પર બોલાવ્યા હતા, જોકે એમાં સરકારને ઘેરી લેવા અને 2024ની ચૂંટણીમાં ભાજપ સામે એક થવાનો મુદ્દો છવાયેલો રહ્યો, પરંતુ ખાસ વાત એ હતી કે આમાં ગાંધી પરિવારમાંથી કોઈ ન હતું.

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનો જન્મ દિવસ તાજેતરમાં ગયો. તેમણે ગાંધી પરિવારના સભ્યોની ગેરહાજરી વચ્ચે ભોજન સમારંભ રાખ્યો હતો. રાહુલ ગાંધી શ્રીનગર મુલાકાતે ગયા હતા અને પ્રિયંકા વિદેશમાં છે એવા સમયે આ સમારંભમાં ગાંધી પરિવારના સભ્યો હાજર રહી શક્ય નહોતા. પરંતુ આ સમારંભમાં વિપક્ષના બીજા ઘણાં મોત નેતાઓએ હાજરી આપી હતી. કપિલ સિબ્બલ G-23 ગ્રૂપના પણ સદસ્ય છે જેનાં પગલે આ પાર્ટી ચર્ચાનો વિષય બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફરી એક વખત આ દાવતમાં કોંગ્રેસમાં ફેરફારનો મુદ્દો ઊભો થયો છે. અહેવાલો અનુસાર, કેટલાક નેતાઓએ કહ્યું છે કે કોંગ્રેસનો કાયાકલ્પ ત્યારે જ શક્ય છે જ્યારે ગાંધી પરિવાર નેતૃત્વ છોડે. અકાલી દળના નરેશ ગુજરાલે સીધો પ્રહાર કરતાં કહ્યું હતું કે ગાંધી પરિવારની ‘પકડ’ માંથી બહાર નીકળ્યા વગર કોંગ્રેસ માટે મજબૂત બનવું મુશ્કેલ છે.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં CRPF પર આતંકી હુમલો

કયા નેતાઓ રહ્યા હાજર?

DINNER

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનાં આ સમારંભમાં શરદ પવાર, લાલુ પ્રસાદ યાદવ, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી, સંજય રાવત, ડેરેક ઓબ્રાયન સહિતના નેતાઓએ હાજરી આપી હતી. કોંગ્રેસનાં G-23 ગ્રૂપના ગુલામ નબી આઝાદ, ભૂપેન્દ્ર હુડ્ડા, આનંદ શર્મા, મનીષ તિવારી, શશી થરૂર, સંદીપ દીક્ષિત પણ હાજર રહ્યા હતા.

ભાજપ સામે હવે એક મજબૂત મોરચાની જરૂર

આ ભોજન સમારંભમાં કપિલ સિબ્બલે રાજકીય રંગ આપતા જણાવ્યું હતું કે ભાજપ સામે હવે એક મજબૂત મોરચાની જરૂર છે. એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે કપિલ સિબ્બલ જે મુદ્દો ઉઠાવે છે તે પક્ષની અંદર હોય કે બહાર તેમની વાત સાથે સહમત તો થવું પડે કારણ કે તે સાચા મુદ્દા છે. કપિલ સિબ્બલ પક્ષના એક વફાદાર સિપાહી છે. પક્ષની અંદર જે બને તે પક્ષનો અંદરનો વિષય છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે વિપક્ષને એક થવાની જરૂર છે. લાલુપ્રસાદે કહ્યું હતું કે અહીં જે નેતા હાજર છે એમનામાં એ તાકાત છે. તેમણે કપિલ સિબ્બલના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ હંમેશા જરૂરિયાતના સમયે કામ લાગ્યા છે અને જ્યારે કોઈ મુશ્કેલી પડે ત્યારે તેઓ કપિલ સિબ્બલને યાદ કરે છે. વિપક્ષના નેતાઓને આપવામાં આવેલી દાવતમાં સિબ્બલે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે વર્તમાન સરકારમાં તમામ સંસ્થાઓ બરબાદ થઈ ગઈ છે. તેમણે તમામ વિપક્ષી દળોએ સ્પષ્ટ ધ્યાન રાખીને કામ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

એક તરફ સંસદમાં વિપક્ષ સતત હોબાળો કરી રહ્યા છે અને પેગાસસ, કૃષિ કાયદા બાબતે ચર્ચા કરવા માટે હંગામો કરી રહ્યા છે. અને બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલની દાવત અંગે રાજનીતિ થઇ કારણકે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ગેરહાજરીમાં મિટિંગ થઇ તો હાલ રાજનીતિ ગરમાઈ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment