અફઘાનિસ્તાનમાં તાલિબાનના આગમનથી અફીણની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. એવું કહેવાય છે કે, તાલિબાન ફક્ત અફીણમાંથી જ કમાણી કરે છે, પરંતુ જોકે આ તમામ વચ્ચે અમે તમને એ જાણ કરીએ કે, એક સમયે વિશ્વના બે મોટા દેશો અફીણને લઇ સામ સામે (Opium War)આવી ગયા હતા, એ પણ એવી રીતે કે આ અથડામણમાં હજારો સૈનિકોનો જીવ ગયો હતા, તો તમે કદાચ આ વાત પર વિશ્વાસ નહીં કરો. આ એ જ યુદ્ધ હતું જેને પાછળથી અફીણ યુદ્ધ નામ આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે, યુદ્ધો સામ્રાજ્યના વિસ્તરણ અને સરહદને લઇને હોય છે, પરંતુ આ એક એવું યુદ્ધ હતું જે માત્ર અફીણ માટે જ નહીં, પરંતુ તેની દાણચોરી માટે પણ થયુ હતું. 8128320350
બંગાળમાં થતી હતી અફીણની ખેતી (Opium War)
કહેવાય છે કે, વર્ષ 1839માં જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું, ત્યારે બંગાળના વિસ્તારમાં અફીણનું ઉત્પાદન (Product)થતું હતું. બીજી તરફ ચીન અને બ્રિટન વચ્ચેના વેપારનો મામલો એવો હતો કે, અંગ્રેજોએ ચીન પાસેથી ખરીદેલી ચાના બદલામાં ચાંદી ચૂકવવી પડતી હતી. પરંતુ બ્રિટન ચાંદીને બદલે બીજું કંઈક આપવા માંગતું હતું, પરંતુ ચીનનો રાજા તે લેવા માટે તૈયાર નહોતો. આવી સ્થિતિમાં જ્યાં ચીનમાં અફીણ પર પ્રતિબંધ હતો ત્યાં તેને એક રીતે દાણચોરી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. એક સમય એવો આવ્યો જ્યારે ચીનના લોકો અફીણના વ્યસની બની ગયા. દરમિયાન, અંગ્રેજોએ બંગાળમાં અફીણની ખેતીને પ્રોત્સાહન આપ્યું અને તેને ગેરકાયદેસર રીતે ચીન મોકલવાનું શરૂ કર્યું હતુ.
આ પણ વાંચો: સેનાનું સૌથી સુરક્ષિત હેલિકોપ્ટર Mi-17V5 કેવી રીતે ક્રેશ થયું, શું સલામતીના ધોરણોમાં કોઈ ખામી હતી?
ચીની સેનાની થઇ હાર
બીજી તરફ ચીનમાં અફીણ પર પ્રતિબંધ હોવાથી ત્યાંની સરકારે તેની સામે ઝુંબેશ ચલાવી અને અફીણનો જંગી જથ્થો ઝડપી પાડ્યો, પરંતુ આ દરમિયાન કંઈક એવું બન્યું કે, બ્રિટિશ સેનાએ દરમિયાનગીરી કરવી પડી અને અંતે બ્રિટિશ સેનાએ ચીન પર આક્રમણ કર્યું. તે સમયે ચીન બ્રિટિશ સેનાનો મુકાબલો કરી શક્યું ન હતું અને તેની હાર થઇ હતી.
બે વાર Opium War થયુ
તે સમયે નોન્જિંની સંધિ હેઠળ, ચીને માત્ર અફીણના ગેરકાયદેસર (Illegal)વેપારને જ સહન કરવું પડ્યું ન હતું, પરંતુ તેણે વેપાર માટે પાંચ બંદર પણ ખોલવા પડ્યા હતા, હોંગકોંગ પર બ્રિટનનો કબજો થઇ ગયો અને ડોલર 21 મિલિયન યુદ્ધની ક્ષતિપૂર્તિ તરીકે આપવા પડ્યા હતા. વાત આટલેથી ન અટકી, 4 સપ્ટેમ્બર 1839ના રોજ શરૂ થયેલું પહેલું અફીણ યુદ્ધ 29 ઓગસ્ટ 1842ના રોજ સમાપ્ત થયું હતુ. જ્યારે આ પછી બીજું યુદ્ધ થયું જેનું નામ બીજુ અફીણ યુદ્ધ હતું. તે 1856 થી 1860 સુધી ચાલ્યું. જો કે, બંને વખત ચીન હારી ગયું અને અફીણનો વેપાર વધવા લાગ્યો.
1971 War Series જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4