આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વ્યાપ વધી રહ્યો છે. એક પછી એક મોટા ચહેરા ‘આપ’ માં જોડાઈ રહ્યા છે. જેના લીધે ‘આપ’નો ગુજરાતના રાજકારણમાં વ્યાપ વધતો દેખાઈ રહ્યો છે. ત્યારે અચાનક આમ આદમી પાર્ટીના મોટા કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો કોના દ્વારા કરાયો છે તેના વિષે હાલમાં વધુ જાણકારી પ્રાપ્ત નથી થઈ. પરંતુ ‘આપ’ના કાર્યકરોનો દાવો છે કે આ હુમલો ‘ભાજપ પ્રેરિત’ લોકો દ્વારા કરવામાં આવ્યો છે.
આ હમલો જૂનાગઢ જિલ્લા લેરિયા ગામ ખાતે થયો હતો. આ ગામમાં આપની એક સભા યોજવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગુજરાતી વ્યાપારી અને આપના નેતા મહેશભાઈ સવાણી, પૂર્વ પત્રકાર અને હાલમાં જ આપમાં જોડાયેલ ઈશુદાનભાઈ ગઢવી અને આંદોલનકારી તથા આપના મોત નેતા પ્રવીણ રામ સહીત ઘણા કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. ત્યારે તેઓ પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો.
આ પણ જુઓ : ડ્રોન અટેક: જમ્મુ એરફોર્સ પર થયેલા હુમલાનું કારણ શું?
આ હુમલામાં ઈશુદાન ગઢવી તથા મહેશ સવાણીની ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા. આ મોટા નેતાઓની ગાડીઓના કાંચ સિવાય અન્ય પાંચથી સાત ગાડીઓના કાચ તોડવામાં આવ્યા. આ હુમલાને લઈને લેરિયાનો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો.
આ હુમલાવરો કોણ હતા તેની તપાસ હાલ ચાલી રહી છે. પરંતુ ‘આપ’ના નેતાઓ એ આ હમલા માટે ભાજપને જવાબદાર ગણાવી છે. તેઓનું કહેવું છે કે આ તત્વો ભાજપ પ્રેરિત હતા. ‘આપ’ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે.
આ પણ વાંચો: અમૂલનો ટેસ્ટ થયો મોંઘો
જ્યારે ભાજપ નેતાઓએ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે, તેઓનું કહેવું છે કે ભાજપને કોઇથી ડરવાની જરૂર નથી. આપના નેતાઑ દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાં કોઈ તથ્ય નથી.
જુઓ આ વિડીયો:
આ હુમલામાં થયેલા પથ્થરમારામાં બે લોકોને ઇજા થઈ છે. નવાઈની વાત તો એ છે કે આ સભામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. તેમ છતાં આ ગુંડાતત્વો સભામાં ઘૂસી આવ્યા અને જાનલેવા હુમલો કર્યો. ત્યારે આ કેવો બંદોબસ્ત હતો તે એક પ્રશ્ન ઊભો થાય છે. તેની સાથે જ ગુજરાતના રાજકારણમાં આપના વ્યાપને લઈને પણ ઘણા પ્રશ્નો છે, જેમ કે કોણ હોઇ શકે છે આ હુમલા પાછળ? શું આ હુમલો જાણી-જોઈને કરાયો? શું આના પાછળ કોઇ રાજકારણ છે?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt